સ્વામી સચ્ચિદાનંદજીના મંતવ્ય પ્રમાણે ‘સમાજમાં આદર્શ પરિસ્થિતિ ઉભી કરવા માટે’ સારા કાર્યની તાત્કાલીક બહોળી પ્રસિધ્ધિ કરવી અને ખરાબ કાર્યની પણ જાહેરમાં ટીકા કરવી જરૂરી છે.”
“તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ…’
પીઆઈ જયદેવને આમ તો તેના સમગ્ર ફરજ કાળ દરમ્યાન વિવિધ પ્રકારની માનસિકતા ધરાવતા અધિકારીઓ-કર્મચારીઓ સાથે કામ કરવાનો પનારો પડેલો. પરંતુ જયદેવ સંત તુલસીદાસની પેલી પંકતી…
‘તુલસી ઈસ સંસાર મેં ભાત ભાત કે લોગ
સબસે હીલમીલ કે ચલીએ જૈસે નદી નાવ સંજોગ ॥
મુજબ ઈચ્છા અનિચ્છા એ પણ પોતાનું કર્તવ્ય કર્યે જતો હતો.
પરંતુ ઉંઝા ખાતે જ બે અલગ અલગ માનસિકતા વાળા અધિકારીઓનો એકી સાથે જ અનુભવ થયેલો જે તેને કાયમી ધોરણે યાદ રહ્યો.
જયદેવ જયારે ઉંઝા હતો. અને મહેસાણાના પોલીસ વડા કર્તવ્યનિષ્ઠ અને કાર્યદક્ષતા ના પારખું હતા. ત્યારે મહેસાણા જીલ્લાના વડનગર પોલીસ સ્ટેશનના નવા મકાનના ઉદઘાટનમાં રાજયના મુખ્ય મંત્રી પણ આવેલા તે ઉદઘાટન સમારોહમાં પ્રવચન કરતા ઉંઝા વડનગર વિભાગના વિધાયક કમ રાજયમંત્રીએ જાહેરસભામાં કહેલું કે ‘આદર્શ પોલીસ ઓફીસર કેવો હોવો જોઈએ?’ અને તેમણે જ કહેલું કે ‘અમારા ઉંઝા ના પીઆઈ જયદેવ જેવો !’ આ સાંભળીને કાર્યક્રમમાં હાજર રહેલા મહેસાણાના પોલીસ વડા એટલા ખુશ થયા કે તેમણે પ્રવચન ચાલુ હતુ અને પોતે પણ ડાયસ ઉપર બેઠા હતા. છતા મોબાઈલ ફોનથી જયદેવને તૂર્ત જ અભિનંદન આપ્યા, જયદેવ આથી નવાઈ પામ્યો તેથી તેમણે કહ્યું કે અહિં ઉદઘાટન સમારોહના જાહેર પ્રવચનમાં રાજયના મંત્રીએ તેનો આદર્શ પોલીસ અધિકારી તરીકે જાહેર મેદનીમાં રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે રીતે ઉલ્લેખ કર્યો તે પોલીસ દળ માટે બહુ સારી બાબત કહેવાય અને આ માટે બહુ પૂરૂષાર્થ કરવો પડે અને ઘણો ભોગ આપવો પડે તે હકિકત છે. પોલીસ દળની આ રીતે પ્રશંસા થતા મારી છાતી ગદ્ગદ્ થતા હું પ્રવચન, કાર્યક્રમ પૂરો થવાની રાહ જોઈ શકયો નહિ અને તમને આ અભિનંદન આપું છું પોલીસ વડાની રીત સંત સ્વામી સચ્ચિદાનંદજીના જણાવ્યા પ્રમાણે ‘સારા કાર્યની તાત્કાલીક અને બહોળી પ્રસિધ્ધ કરો અને હલકા કાર્યની પણ જાહેર ટીકા કરી તેનું ખંડન કરો તો સમાજમાં એક આદર્શ પરિસ્થિતિ ઉભી થાય’ તે દ્રષ્ટિએ પોલીસ વડા સાચા હતા.
જયારે બીજા પોલીસ અધિકારી વિસનગરના ડીવાયએસપી કે જેઓ સાંસારીક ક્ષુલ્લક માન્યતાઓ જ્ઞાતિવાદ વ્યકિતગત અહંમ, દ્વેષભાવ ને કારણે જયદેવની ઉંઝાથી રાજકોટ બદલી થતા ઉંઝાની જાહેર જનતા અને ૩૦ (ત્રીસ) જેટલી સંસ્થાઓએ જયદેવનો સન્માન સમારોહ યોજીને અભૂતપૂર્વ માન આપેલ તેમનાથી દુ:ખી થઈ ગયેલા પરંતુ જેતે વખતના પોલીસ વડા સમક્ષ તો ખોટી કાનફૂસી કરી શકયા નહિ અને નવા પોલીસ વડા આવતા જ તેમણે જયદેવથી અપરિચિત પોલીસ વડાની કાન ભંભેરણી કરેલી કે જયદેવ તો ઉંઝા ખાતે ત્રણ વર્ષ જેટલો લાંબો સમય રહીને જલ્સા અને મોજ મજા જ કરી છે! પરંતુ હવે બે ત્રણ વર્ષ પછી શું થઈ શકે?
જાહેર જનતામાંથી તો જયદેવ વિરૂધ્ધ કોઈ ખોટા આક્ષેપો ઉભા થઈ શકે તેમ ન હતા તે તેઓ બરાબર સમજતા હતા. તેથી તેમના માટે મોટો પ્રશ્ર્ન એ ઉભો થયો કે હવે શું કરવું ? આથી કપટ પૂર્વક યુકિત લડાવી ને આ પૂર્વ ગ્રહિત વિસનગર ડીવાયએસપીએ પોલીસ વડા પાસેથી ખાસ મંજૂરી મેળવીને જયદેવને ડીપીનું ચાર્જશીટ આપવા માટેની એક સ્પેશ્યલ ટીમની રચના કરી દીધી જેમાં એક રીડર ફોજદાર, બે હેડ કોન્સ્ટેબલો અને એક કોન્સ્ટેબલ ને તેમની કચેરીમાં એક અલાયદો રૂમ જ ફાળવીને ડીવાયએસપી કચેરીમાં જયદેવના સમયમાં જે પત્ર વ્યવહાર ઉંઝા પોલીસ સ્ટેશન સાથે થયેલો તે તથા કેસ ડાયરીઓ, વિકલી ડાયરીઓ સ્ટેશન ડાયરીઓ જે ત્રણ વર્ષથી વધારે જૂની ફાઈલો પોટલામાં દફનાવાયેલી બાંધેલી પડી હતી તેમાં સંશોધન ચાલુ કરવાનો હુકમ થયો જેને માટે કાઠીયાવાડી ભાષામાં કહેવત છે કે ‘મડદા ચુથવાનું ચાલુ કર્યું’.
આ ખાસ સંશોધન ટીમના સભ્યો પણ આવી કાર્યવાહીથી નારાજ હતા કેમકે જયદેવ એક નિષ્ઠાવાન અને પોલીસ ખાતા માટે ગૌરવરૂપ અધિકારી હતો. જયદેવના તાબાના પોલીસ જવાનો પણ તેના વખાણ કરતા રહેતા અને જનતામાં તો પ્રિય હતો જ ! આ ટીમના સભ્યો એ પણ જાણતા હતા કે આટલા વર્ષો દરમ્યાન ઉંઝા પોલીસ સ્ટેશનમાં વિવિધ ઈન્સ્પેકશનો (વાર્ષિક તપાસણીઓ) જેમાં જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીપીની પણ થઈ ગયેલ અને ડીવાયએસપી તો પોલીસ સ્ટેશનના સંપૂર્ણ દફતર અને દસ્તાવેજોની ચકાસણી કરતા હોય છે તો ત્યારે કાંઈ અનિયમિતતા ન નીકળી તો હવે શું નીકળવાનું ? અને હવે બદલીના ત્રણ વર્ષ બાદ આવી ખોટી કાર્યવાહીતો મરદ માણસની પીઠ પાછળ ઘા કર્યો ગણાય, પરંતુ શિસ્તબધ્ધ ખાતાની જે અમુક આડ અસરો છે. તેમ ઉપરી અધિકારીના હુકમને આધીન થયા સિવાય તેમને છૂટકો ન હતો.
‘ખોદયો ડુંગર કાઢ્યો ઉંદર ! ’
આ ખોટા ડીપી ઉભા કરવાની માથાકૂટમાં બે ત્રણ મહિનામાં આ પૂર્વગ્રહિત ડીવાયએસપીને હાર્ટએટેક આવી ગયો, દુ:ખી તો થયા ખરપાયાપણ ખરા. પરંતુ કુદરતે જે ન્યાયીક સંકેત આપ્યો તેને પણ તેમની આંખમાં ચડેલ કોમવાદ અને પૂર્વગ્રહના મેલને કારણે તે જોઈ સજી શકયા નહિ આખરે તેમણે છ સાત મહિનાની ઉથલપાથલ પછી ‘ડુંગર ખોદીને ઉંદર કાઢવા’ પ્રમાણે પાંચ ખોટી ભૂલ કે અનિયમિતતા શોધી કાઢી
(૧) પ્રથમ:-ચાર્જ:-
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૬ (ફરજમાં રૂકાવટ) ૧૮૮ (જાહેરનામાનો ભંગ)ના ગુન્હાની તપાસ પીઆઈ જયદેવે જાતે સંભાળેલી નહિ.’
જવાબ:-હવે પોલીસ ખાતાની વહીવટી દ્રષ્ટિએ આ કલમો તળેનો ગુન્હો ભાગ ૬નો પરચૂરણ ગુન્હો ગણાય છે. અને આવા ગુન્હાની તપાસો તો સામાન્ય રીતે જમાદારો કે હેડ કોન્સ્ટેબલો કરતા હોય છે. પરંતુ જયારે કોમી તોફાનો ચાલુહોય, તેની તપાસો જયદેવ જાતે કરતો હોય અને તોફાનોનો બંદોબસ્ત પણ ચાલુ હોય ત્યારે આવી સામાન્ય તપાસો પીઆઈ જાતે થોડોસંભાળી શકે? પોલીસ સ્ટેશનમાંચાર ફોજદારો હતા તેથી સહજ છે જયદેવે સીનીયર ફોજદારને આ ભાગ-૬ના ગુન્હાની તપાસ સોંપેલી જો ફોજદારોએ કોમીગુન્હાની પણ તપાસ કરવાની નહોય તો શું તેમને શોભાના ગાંઠીયાની જેમ બેસાડી રાખવાના? કુદરતી સિધ્ધાંત ‘એક વ્યકિત બે જગ્યાએ એકી સાથે હાજર રહી શકે નહિ’ તે મુજબની આ વાત છે.
(૨) બીજો: ચાર્જ: જયદેવે આઈ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ના ગુન્હાની તપાસમાં ખામી રાખેલી.
જવાબ: () આવો ગુન્હો અને તે પણ ડીવાયએસપી ના વીજીટેશનનો હોય તેની તપાસ નિયમિત થતી હોય છે. અને તે તપાસની કેસ ડાયરી (કરેલ તપાસનો અહેવાલ) નિયમિત રીતે જ એટલે કે જે તે સમયે જ તેમને પણ મળતી હતી અને તેમણે જાતે વાંચીને ફાઈલે કરેલી તો તે સમયે તેમને ખામી જણાયેલ નહિ અને કોઈ સ્પષ્ટતા કેમ માગેલ નહિ? આતો ઈરાદા પૂર્વક પરેશાન કરવાની વાત હતી.
(॥ આ ગુન્હાનું વિજીટેશન સુપરવિજન તેમણે જાતે જ કરેલુ તો તે સમયે તેમને આવી ખામી ધ્યાને કેમ આવેલ નહિ? તેમણે સુપરવિઝન, વિજીટેશનની ફરજની રૂએ જે તે વખતે સુધારો પૂર્તતા કેમ કરાવેલ નહિ? પોલીસ ખાતામાં આ વિજીટેશનો અને ઈન્સ્પેકશનોનો મુળભૂત હેતુ જ પોલીસ સ્ટેશનની કામગીરીમાં કોઈ ખામી રહી ગઈ હોય તો તેની પૂર્તતા કરાવવા નો અને માર્ગદર્શન આપવાનો છે. પરંતુ પોલીસ દળના તમામ અધિકારીઓ જાણે છે કે આ સરકારી હેતુ ને બદલે તેનો કેવો ઉપયોગ કરવામાં આવે છે !
(૩) ત્રીજો: ચાર્જ: પાંચેક વર્ષ પહેલા (આયુર્વગ્રહિત ડીવાયએસપી પહેલાના ડીવાયએસપીનાં વખતમાં) રોલકોલ નાઈટ રાઉન્ડમાં અનિયમિતતા સ્ટેશન ડાયરીઓ જાતે સહી કરીનેરવાના કરેલી નહિ
જવાબ: જયારે દ્વેષ અને બદલાની ભાવના મનમાં હોય ત્યારે સામેવાળાની દરેક કાર્યવાહીમાં ખામી જ ખામી દેખાયતેવો કુદરતી ક્રમ છે.
જેતે સમયના ડીવાયએસપીએ સંજોગો સ્થિતિ અને સમય જોઈને ને તેમને ખામીઓ જણાયલે નહિ કેમકે જેતે દિવસે જયદેવ તપાસમાં બહાર હોય કે કોર્ટ મુદત કે રજામાં હોય તો એક જ વ્યકિત એક જ સમયે બે અલગ અલગ અલગ જગ્યાએ હાજર કઈ રીતે રહી શકે?
(૪) ચાર્જ ચોથો:- જમાદાર ધેમર કેશાભાઈએ ઈ.પી. કો.કલમ ૨૭૯ના કામે એક જ બનાવમાં બે મોટર સાયકલો સામસામે અથડાયેલા તેમાં પાંચ દિવસ પછી આજ બનાવ અંગે બીજો ક્રોસ ગુન્હો પણ નોંધાયેલો ? તે ગંભીર ભૂલ ગણેલી.
જવાબ: ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૫૪ મુજબ જો બીજા મોટર સાયકલનો ડ્રાયવર ફરિયાદ આપે તો તે નોંધવાની પોલીસની કાયદા મુજબ જ ફરજ છે. તે પછી પોલીસ તપાસમાં જે પણ ગુન્હેગાર ઠરે તેની વિરૂધ્ધ ચાર્જશીટ અને બીજાની ફરિયાદ અંગે સમરી માંગવામાં આવે આ કાયદા મુજબ જ પ્રોસીજર છે.
પરંતુ નવાઈની વાત તો એ હતી કે આ બાબત ખરેખર કસુર જ નહતી, માનો કે કસુર હોયતો તે જમાદાર ધેમર કેશુભાઈની હતી નહિ કે પીઆઈ જયદેવની કેમકે તેતો અન્ય તપાસોમાં બહાર હતો આતો અંધેરી નગરીના રાજા જેવો ન્યાય હતો!
(૫) ચાર્જ પાંચમો:- ડીવાયએસપી વિસનગરની કેટલીક મીટીંગોમાં જયદેવ જાતે હાજર રહેલ નહિ ફોજદારને મોકલી દીધેલા.
જવાબ: સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓની મીટીંગોમાં કોઈ પોલીસ અધિકારી વ્યાજબી કારણો જેવા કે તે રજા ઉપર હોય, કોર્ટમાં ગયેલ હોય કે કોઈ અગત્યની તપાસ કે બંદોબસ્તમાં રોકાયેલો હોય તો જ મીટીંગમાં જતા નથી અને મીટીંગમાં નહિ જવાનું કારણ તેના બદલે મીટીંગમાં જનાર કર્મચારીની સામે જ મીટીંગમાં જણાવી દેતા હોય છે. પણ ત્રણ વર્ષ પછી ફકત આવો ચાર્જ મલીન ઈરાદો બર લાવવા દ્વેષ ભાવનાથી જ આપ્યો હતો. જયદેવ પાસે તો તારીખ વાઈઝની દસ્તાવેજી હકિકતો રૂપે જવાબો તૈયાર હતા તેમ છતા જયદેવે આ તમામ ચાર્જ જાતે જ લડી લેવાનું નકકી કર્યું.
સૌ પ્રથમ જયદેવે પોતાની પીસીબી અને લાયસન્સ બ્રાંચનું કામ વર્ક ટુ રૂલ કર્યું રાજકોટ શહેરનાં ગોધરા કાંડ રાયોટ કેસની સીટના કામને એક મહિનો બ્રેક મારી અને આ પાંચેય ડીપીનો અભ્યાસ કરી જરૂરી બચાવના દસ્તાવેજો મેળવી જરૂરી પ્રશ્ર્નોતરી તૈયાર કરી અને અમુક અંશે કાચા આખરી બચાવનામા પણ તૈયાર કરી દીધા.
આ પાંચેય ડીપીની ખાસ બાબત એ હતી કે એકમાં પણ આ ઈન્કવાયરી કરનાર પૂર્વગ્રહિત ડીવાયએસપી સાક્ષી ન હતા. સત્યનો સામનો કરવાનું હંમેશા કઠીન હોય છે. અને તે માટે નૈતિક તાકાત અને હિંમતની પણ જરૂર પડે. ખોટી અને દ્વેષભાવના યુકત વ્યકિત, સહજ રીતે સત્યનો સામનો કરી શકે નહિ.
છ સાત મહિનામાં ફટાફટ પાંચેય ડીપી ચાલી ગયા, તમામાં જયદેવ નિદોર્ષ જાહેર થયો. પરંતુ આ ડીપીને કારણે જયદેવ શારીરીક અને માનસીક રીતે હેરાન થયો તો સામે સરકારનું રાજકોટ ખાતેનું કામ વિલંબમાં પડયું પણ આતો સરકારી કામ છે. કોને પડી છે. સૌને પોત પોતાના હેતુ બર લાવવા હોય છે.
‘અંધેરી નગરીનો ન્યાય, કસુરદાર સાક્ષી..!’
જયદેવ નિવૃત થયા બાદ રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાંચમાંથી બદલાઈને અમદાવાદ ગયેલા એક પીઆઈને તેઓ રાજકોટ શહેરમાં હતા ત્યારે તેમની પાસે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ ડીવાયએસપીનો ચાર્જ ૪૪ (ચુમ્માલીસ) દિવસ સુધી રહેલો અને પછી નવા ડીવાયએસપી હાજર થતા તેમને ચાર્જ સુપ્રત કરેલો આ ૪૪ દિવસો દરમ્યાન એક ક્રાઈમ બ્રાંચ ડીવાયએસપીની જૂની તપાસોનું પ્રકરણ તેમની પીઆઈ તરીકેની ગંભીર ગુન્હાઓની તપાસ અને અગત્યના બંદોબસ્તોને કારણે કરી શકેલા નહિ તેથી આ તપાસ નહિ કરવા બદલ તેમને ડીપીનો ચાર્જ મળેલો આ પીઆઈએ જયદેવને તેમના ડીપીમાં રજૂઆત કરવા માટે માત્ર તરીકે રહેવા વિનંતી કરતા જયદેવે સત્ય ઉજાગર કરવા માટે શરમે ધરમે પણ હા પાડી ડીપી જોયું તો ૪૪ દિવસ બાદ હાજર થયેલા નવા ડીવાયએસપીએ આ ડીપીની અગાઉ જે ડીવાયએસપી આ જ પ્રકરણની તપાસ કરતા હતા તેઓ હતા અને ઈન્કવાયરી કરનાર પણ સાક્ષી તરીકે હતા.
જયદેવે ડીપીનો બરાબર અભ્યાસ કરી સંબંધીત પ્રકરણના જરૂરી દસ્તાવેજો મેળવીને ડીપીના પ્રિસાઈડીંગ અધિકારી સમક્ષ જ આ ૪૪ દિવસ અગાઉના ડીવાયએસપી એવા સાક્ષીની ઉલટ તપાસ કરી, આ સરકારી દસ્તાવેજો સાથે જ તેમની પાસે કબુલ કરાવેલું કે તેમણે આજ પ્રકરણની ૩૦૦ દિવસ, ૧૭૭ દિવસ, ૨૦૦ દિવસ વિગેરે તપાસ જ કરી નહતી! તેજ પ્રમાણે આ ડીપીના ઈન્કવાયરી અધિકારી અને પીઆઈને કસુરવાન ઠેરવનાર ડીવાયએસપીએ પણ પ્રીસાઈડીંગ અધિકારી સમક્ષ કબુલ કરેલ કે અગાઉના ડીવાયએસપી એ પણ ૩૦૦ દિવસ, ૧૭૭ દિવસ, ૨૦૦ દિવસ આ પ્રકરણની તપાસ જ કરેલી નહિ ! કેવો અંધેરી ગરીનો ન્યાય કે ખરેખર કસુરદાર સાક્ષી બન્યો અને જે નિદોર્ષ હતો અને સાક્ષી કક્ષાનો હતો. તેને કસુરદાર ઠેરવ્યો શબ્દોની માયાજાળ અને દફતરમાં લુપાછુપીમાં ગમે તેને માચડે ચડાવી દેવાનો આતો સરકારી તંત્ર એટલે ઓનરેકર્ડ તો બચાવનામામાં એવા શબ્દો લખી ન શકાય કે ‘અંધરી નગરી અને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા !’
જયદેવના પાંચેય ડીપીના કિસ્સામાં આવું જહતુ. ‘સત્યમેય જયતે’ના સિધ્ધાંત મુજબ જયદેવ અને આ ક્રાઈમ બ્રાંચ રાજકોટના પીઆઈ નિદોર્ષ છૂટી ગયેલા પરંતુ ખોટી કાર્યવાહીનો ભોગ તો બનવું જ પડેંલુ આથી જ જયદેવના મનમાં પોલીસ ખાતાના ‘આડીપી’ અંગે એવું મંતવ્ય બંધાઈ ગયેલું કે આ ખાતાકીય તપાસ (ડીપી)નો હેતુ તો નિયમસરની કાર્યવાહી થાય અને ખાતામાં શિસ્ત જળવાય રહે તે માટેનો ઉમદા છે. પણ અમુક વ્યકિતગત અહમ (ઈગો) સંતોષવા અને પોતાનો હેતુ બર લાવવાના શસ્ત્ર તરીકે ખોટો ઉપયોગ કરી પોતાના ગાડરીયા પ્રવાહમાં ભેળવી દેતા હોય છે. આમ થવાનુ કારણ એવું જાણવા મળેલ છે કે પોલીસ માટે જેમ દારૂ જુગારના કેસોનો જથ્થો કામગીરી છે. તેમ ઉચ્ચ અધિકારીઓ એ તાબાના માણસો વિરૂધ્ધ કેટલા ડીપી આપ્યા તે તેમની કામગીરી છે ! આવી કિન્નાખોરીપૂર્વકની ખાતાકીય તપાસો અંગે કોઈ જવાનો કે અધિકારીઓ આગળ રજૂઆત માટે જતા નથી કેમકે પોલીસ ખાતાનો વણ લખ્યા નિયમો (1) Boos is always right ! (2) If Boss is wrong see rule no (1) ! જે અનુભવે વાસ્તવિક જણાયેલ છે. બીજુ કારણ એવું છે કે જવાનો અને અધિકરીઓની વારંવાર બદલીઓ થતી હોય છે. અને તેનું સુકાન પણ આવા અધિકારીઓ પાસે જ હોય છે. અને ત્રીજુ કારણ પોલીસ દળની હંમેશની મુશ્કેલ અને પડકાર જનક કામગીરી તેમાંથી નવરા પડે તો રજૂઆત કરે ને?
આતો તે સમયની વાત થઈ જયારે પોલીસ દળ મર્યાદિત સંખ્યામાં હતુ અને ખાતા ઉપર અતીશય કાર્યભારણ હતુ. હાલમાં તો પુષ્કળ સંખ્યા બળ અને આધુનિક સંશાધનો પ્રાપ્ત છે. તેથી અનુમાન કરીએ કે પરિસ્થિતિ સામાન્ય હશે.
‘વિધિને કથા લીખી; આંસુ મેં કલમ ડુબોઈ…’
પરંતુ આવા અનુભવો ઉપરથી જયદેવ મનોમંથન કરતો કે આવા નીષ્ઠુર કિન્નાખોર અધિકારીઓ પણ પેલા ડાર્વિનના ઉત્ક્રાંતીવાદની માફક “Mighty can servive”ના બે ભાગ મુજબ વર્તતા હશે. પરંતુ અંતરમૂખી સ્વભાવનો જયદેવ સતત તે બાબતે ચિંતન મનન કરતા તેને જૂના જમાના પ્રખ્યાત કવિ પ્રદિપજીનું પેલુ ભજન યાદ આવતું જો કે કવિ પ્રદિપજીએ આ ભજન મનુષ્યના જીવાત્માની પરમાત્માની સાપેક્ષમાં આ સ્થિતિ ગાયેલ છે. પરંતુ પોલીસ માટે તે સમયમાં સામાજીક કૌટુંબીક, રાજકીય અને ખાતાકીય સ્થિતિ આ જીવાત્મા જેવી હતી કેમકે પોલીસ શિસ્તબદ્ધ દળનો સભ્ય હોઈ કોઈ ખોટા માછલા ધોવાય તો પણ શિસ્તને કારણે પ્રત્યુતર રૂપે એક શબ્દ પણ બોલી શકે નહીં!
જૂના સમયનાં પ્રદિપજીના ભજનના શબ્દો કાંઈક આ પ્રમાણે છે જે પોલીસદળની તે સમયની સ્થિતિ માટે બરાબર ફીટ બેસતા હતા !
ભજન:- પીંજરે કે પંછી રે… તેરા દરદના જાને કોઈ…
બાહર સે તું ખામોશ રહે તું ભીતર ભીતરરોય રે…. તોરા દરદના જાને કોઈ…
કહેના શકે તું અપની કહાની, તેરી ભી પંછી કયા જીંદગાની રે…
વિધીને તેરી કથા લીખી; આંસુ મે કલમ ડુબોઈ… તેરા દરદ…
ચુપકે ચુપકે રોને વાલે; રખના છીપાકે દિલ કે છાલે રે…
યે પથ્થર કા દેશ હૈ પગલે કોઈના તેરા હોઈ….
તેરા દરદના જાને કોઈ… પીંજરે કે પંછી … રે…