- મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે કરાયું દાન
- ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો
મકરસંક્રાંતિ (ઉતરાયણ) તહેવાર નિમિત્તે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ઘોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રૂ પાંજરાપોળ, ગૌશાળા, શ્રીકૃષ્ણ ગૌશાળા, તેમજ ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપવામાં આવેલ હતા. આ સાથે આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનવવા ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
- તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને વિના મુલ્યે પતંગ-બ્યુગલ તેમજ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપેલ
મકરસંક્રાંતિ (ઉતરાયણ) તહેવાર નિમિત્તે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ઘોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ રૂ. 51,000/- નો ચેક શ્રીપાંજરાપોળ અને ગૌશાળાને તેમજ રૂ. 51,000/- નો ચેક શ્રીકૃષ્ણ ગૌશાળાને તેમજ રૂ. 51,000/- નો ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવેલ આ દ્વિવિધિ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા તથા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર નાગાજણ એમ. તરખાલા સાહેબ તેમજ ડેપ્યુટી મામલતદાર ગોંડલીયા સાહેબ તેમજ નાનકશાની જગ્યાના મહંતશ્રી ભીખુ બાપુ તેમજ પરબની જગ્યાના મહંત વિજય બાપુ, કેશુ ઠુંમર, બાબુ ત્રાડા, વલ્લભભાઈ બાલધા, મનસુખ કાછડીયા, પરસોત્તમ વાગડીયાના વરદ હસ્તે પતંગ, બ્યુગલ, તેમજ ચેક આપવામાં આવેલ આ શુભ પ્રસંગે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા, દ્વારા પધારેલ મહેમાનોનુ તેમજ ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામા આવેલ તેમજ બાળકોને ચાઇના દોરી ન વાપરવી તેમજ કપાયેલ પતંગો લુટવા દોડાદોડ ન કરવી તેમજ વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ના ઉડાડવી જેથી કરીને આ સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેને ઈજા થાય નહી તેવી સીખ આપેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જેન્તી બાલધા, ગૌરાંગ બાલધા, સંજય જાગાણી, મહેશ બાલધા, બાબુ વેકરીયા, વિપુલ બાલધા, દિલીપ બાલધા, મનોજ રામોલિયા, તુપેશ બાલધા, સમીર બાલધા, વિકાસ વેકરીયા, કેયુર કોટડીયા, પ્રદીપ સોજીત્રા રાજ બાલધા, ભાસ્કર બાલધા, યશ બાલધા, ધ્રુવ બાલધા, આર્યન, યુગ, વિગેરે નાના મોટા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : કૌશલ સોલંકી