માલધારીના મોઢા અને પગના ભાગે ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા

ઊના – ગીરગઢડાના ગીરજંગલ તુલસીશ્યામ નજીક લેરીયાનેસમાં પશુઓને ચણીયાળુ કરાવતા વયોવૃધ્ધ માલધારી ઉપર અચાનક ખુંખાર માનવભક્ષી દીપડાએ હુમલો કરી દેતા લોહીલોહાણ હાલતમાં ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે રીફર કરાયેલ છે..

ગીરગઢડાના જામવાળા ગામે રહેતા વયોવૃધ્ધ માલધારી ભીખાભાઇ ભુરાભાઇ પરમાર ઉ.વ.65 તુલસીશ્યામ નજીક આવેલ ગીરા લેરીયા નેસ વિસ્તારમાં માલઢોર લઇને ચરાવવા ગયેલ અને બપોરના સમયે અચાનક દીપડો આવી ચડેલ હતો. અને ભીખાભાઇ પરમાર કઇ વિચારે તે પહેલા તેના પર તડાપ મારતા અને મોઢાના ભાગે પંજો મારી ગંભીર ઇજા સાથે પછાડી દેતા આ દીપડાના હુમલાથી ઘવાયેલ વયોવૃધ્ધે ખુંખાર વન્યપ્રાણીથી બચવા પ્રયત્ન કરેલ અને મહામુસીબતે દીપડાને પશુઓએ દોડા દોડી કરતા નાશી છુટેલ હતો. આ હુમલામાં ભીખાભાઇ પરમારને માથા, મોઢા, હાથ- પગના ભાગે ગંભીર ઇજાઓ કરી ફાળી ખાતા લોહીલોહાણ હાલતમાં તાત્કાલીક ખાનગી વાહનમાં ઉના સારવારમાં ખસેડાયેલ અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. ત્યાં તેમની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવેલ છે. આ બનાવ બનતા જશાધાર રેન્જના વનવિભાગ અધિકારી દોડી ગયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.