આ વર્ષે ખેડૂતોને મગફળીના, જીરાના સારા કપાસ મળ્યા છે. સારા ભાવ મળવાથી બજારો તો ધમધમે જ છે અને ધરતીપુત્રો પણ આનંદમાં રહે છે ત્યારે આ વર્ષે જામનગરમાં ખેડૂતોને અનુકુળ ભાવ મળી રહેતા તેણે રાહતના શ્વાસ લીધા છે. લાલ મરચાની ખેતીએ ખેડૂતોને જલસા કરાવ્યા છે હાલ પૂરતા ભાવ મળતા ખેડૂતોને ખુશીનો કોઈ પર નથી.

જામનગર આસપારના ખેડૂતો મરચાની ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે લાલ મરચાના ઉત્પાદન પર અસર પડી હોવાથી આ વર્ષે મરચાના ભાવમાં વધારો થયો છે.  હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે  લાલ મરચાના 10 હજાર સુધીના ભાવ બોલાયા હતા.  મરચાની ગુણવતા સારી હોવાથી ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

Screenshot 5 5

જામનગર માર્કેટિંગ યાર્ડમાં સ્થાપનાથી લઈને અત્યાર સુધીના અલગ અલગ જણસીઓમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ ભાવના રેકોર્ડ તૂટતા હોય છે ત્યારે આજ રોજ મરચાની હરાજીમાં રેકોર્ડ તૂટ્યા છે. આજે મરચા ત્રણ ભારી લઈ ખેડૂત આવ્યા હતા તેના 20 કિલો મરચાના ભાવ 10,000 રૂપિયા મળ્યા હતા જે અગાઉ ક્યારેય ન મળ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.

66 ખેડૂતો લાલ મરચાના વેચાણ અર્થે આવ્યા

હાપા માર્કેટ યાર્ડમાં કુલ 66 ખેડૂતો લાલ મરચાં લઈને આવ્યા હતા. જેને પગલે 747 મણ મરચા ઠલવાયા હતા. જેમાં ગોંડલ તાલુકાના ક્ળીથળ ગામનાં ખેડૂત કાળુભાઈ સાવલિયાના મરચા ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ હોવાથી સાદિક બ્રધર્સ નામની પેઢીએ 10 હજાર સુધીના ભાવ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.