પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે ‘શીવધામ’ રેસકોર્સ ખાતે ભાવિકો ઉમટયા: સંખ્યાબંધ લોકોએ લીધો દર્શનનો લાભ
રાજકોટના રેસકોર્ષ ખાતે ટીમ ઈન્દ્રનીલ ફોર યૂ દ્વારા આયોજીત શીવ ઉત્સવમાં ગઈકાલે શ્રાવણમાસનાં પ્રથમ સોમવારે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા રાજકોટના રેસકોર્ષ ખાતે આઠ દિવસ સુધી શીવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ ફૂટના સવા લાખ ‚દ્રાક્ષના શીવલીંગ બનાવવામાં આવ્યું છે.ઈન્દ્રનીલભાઈ રાજયગૂ‚એ ‘અબતક’ને કહ્યું કે દરેક ધર્મમાં મોટો ‘માનવ ધર્મ’ અને દરેક ‘જીવમાં શીવ’ વસે તેવા શુભ આશયથી આયોજીત શીવ ઉત્સવમાં ગઈકાલે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હાજર હજારો ભકતોએ ભાવ વિભોર બની કાર્યક્રમ માણ્યો હતો. જેમાં સંગીતમય સુરાવલીઓ સાથે શીવ ભકિતનં ગીતોથી વાતાવરણ શીવમય બની ગયું હતુ.તેમણે અંતમાં જણાવ્યું કે હજુ આખુ અઠવાડીયું જાહેર જનતા રેસકોર્ષ મેદાન ખાતે શિવ ભકિતના આ ઘૂઘવાતા ‘સાગર’માં ધૂબાકા મારી શકે છે.