રાજકોટમાં નવા ડી.ઈ.ઓ તરીકે ચાર્જ લેતાની સાથે જ આર.એસ.ઉપાધ્યાયનો સપાટો
રાજકોટના ડી.ઈ.ઑ એમ.આર. સાગારકાની તેમના વતન ગીર-સોમનાથમાં બદલી કરતા નવા ડી.ઇ.ઑ તરીકે આર.એસ.ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યો છે. આ સાથે જ તેમને સરકારી અને ખાનગી શાળાના શિક્ષકોને ટ્યૂશન ચલાવાની મનાઈ ફરમાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ બોટાદના ડી.ઈ.ઓ તરીકે ફરજ બજાવી ચુકેલા આર.એસ.ઉપાધ્યાયને રાજકોટ ના ડી.ઈ.ઓ તરીકેનો ચાર્જ સોપવામાં આવ્યો છે તેમને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના આદેશ અનુસાર રાજકોટ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓને પરિપત્ર પાઠવવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી શાળાના શિક્ષકો પ્રાઇવેટ ટ્યૂશન નહીં કરાવી શકે તેવો આદેશ અપાશે આ સાથે જ રાજકોટની ખાનગી શાળાઓને પણ તાકીદ કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ કે વાલીઓને ફી મામલે લૂંટવામાં ન આવે. તાજેતરમાં રાજકોટની જવાહર શિશુવિહાર ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના દીવ પ્રવાસમાં અજય કોરડીયાને પ્રીત રાઠોડના નાગવા બીચમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે જે મામલે શાળા ના ટ્રસ્ટીઓએ ચાર શિક્ષકોને સસ્પેન્સ કરવાનો નિર્ણય લીધો છે તેને માન્ય રાખી બેદરકારી બદલ કડક સજા કરવામાં આવશે.