અબતક, નવી દિલ્હી

કોરોના સામે લડવા માટે હાલ વિશ્વના તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ બીજી બાજુ રસીની રસ્સાખેંચનો હજુ અંત આવ્યો નથી. કોરોના આવ્યો ત્યારથી રસીની શોધથી લઈને અત્યાર સુધી રસીન આડઅસર, અસરકારકતા તેમજ સંગ્રહ ક્ષમતાને લઇ રસ્સાખેંચ જામી હતી જે અસરકારકતાને લઈને તો હજુ પણ યથાવત જ છે. અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારની રસીઓ વિકસી છે.

રસીની અસર સિમિત જ… પણ કોરોના સામે લડવા લેવી જરૂરી…!!

ઘણી રસીઓના એક, ઘણી રસીઓના બે તો ઘણી રસીઓના ત્રણ ડોઝ પણ અપાઈ રહ્યા છે. ત્યારે હવે મોટાભાગના દેશો વધુ એક ડોઝ તરીકે બુસ્ટર ડોઝ આપવા વિચારી રહ્યા છે. કારણ કે મોટાભાગના વૈજ્ઞાનિકો એ સચેત કર્યા છે કે કોઈપણ રસીની અસર ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. જેનાથી કોરોના સામેનો ખતરો ફરી મંડરાઈ રહે છે.

સમય જતાં ઓછી અસરકારક સાબિત થતી રસીઓના આ અહેવાલ વચ્ચે યુકે સહિતના ઘણા દેશો હવે ત્રીજા કોવિડ -19 ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છે. પરંતુ શું આ દેશોને ખરેખર વ્યાપક બૂસ્ટર ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે? એક અભ્યાસ સૂચવે છે કે બીજા ડોઝના ચાર મહિના પછી ફાઇઝર/બાયોન્ટેક રસી સંક્રમણ અટકાવવા માટે ઓછી અસરકારક છે. કોરોના સામે રસીનું રક્ષણ 96% થી ઘટીને 84% થઈ જાય છે. જો કે આ સંશોધન એક પ્રિપ્રિન્ટ છે, મતલબ કે તેના પરિણામોની હજુ સુધી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા ઔપચારિક રીતે સમીક્ષા કરવામાં આવી નથી.

ફાઈઝર અને બાયોએનટેકની રસીનો બીજો ડોઝ લીધાના ચાર માસ બાદ 84 થી 96 ટકા અસર ક્ષીણ થઈ

જતી હોવાનો વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ખુલાસો

જો કે બીજી બાજુ ઇઝરાયેલના વાસ્તવિક  ડેટા  સૂચવે છે કે 60 વર્ષથ વધુ વયના લોકો ક જેમણે તેમનો બીજો ડોઝ ફાઇઝરનો માર્ચ 2021માં લઈ લીધો હતો તેમની ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ 1.6 ગણી સારી રીતે સુરક્ષિત દેખાઈ હતી. જ્યારે તેની સામે આ સમયગાળા અગાઉ એટલે કે બે મહિના પહેલા  રસીનો બીજો ડોઝ લેનારાઓ  અન્ય વય જૂથોમાં ઓછી હતી. જો કે આ અભ્યાસની હજુ સુધી પીઅર-સમીક્ષા કરવામાં આવી નથી.

અમેરિકાની રસી મોડર્નાને લઈ એવા તારણો સામે આવ્યા છે કે મોડર્ના કાર્યાત્મક એન્ટિબોડીઝ (જે વાયરસને કોષોમાં પ્રવેશતા અટકાવવામાં) રસીકરણ પછી છ મહિના સુધી મોટાભાગના લોકોમાં ટકી રહે છે. જો કે, વાયરસના બીટા વેરિએન્ટ સામે રોગ પ્રતિકારક શક્તિમાં ક્રમશ ઘટાડો નોંધાય છે. જો કે આ  અભ્યાસમાં હવે પ્રબળ ડેલ્ટા વેરિઅન્ટ સામે રસીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુએસ કેન્દ્રો દ્વારા તારણો કાઢવામાં આવ્યા છે કે સમયાંતરે રસીની અસરકારકતા ક્ષીણ થઈ રહી છે. જો કે તેનું આયુષ્ય કેટલું તે અંગે સ્પષ્ટતા કરી શકાય નહીં. અભ્યાસમાં રસીની અસરકારકતા પર ધ્યાન આપ્યું છે અને બંનેને શોધી કા્ઢયા છે. ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા આ વેરિએન્ટનો સામનો કરતી વખતે ચેપ અટકાવવા માટે ફાઇઝર રસી ઓછી અસરકારક જણાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.