દુનિયાભરનાં પરીક્ષણો કોરોનાને ‘હટાવવા’ લાગી પડ્યા!!!
કહેવાય છે કે હરહંમેશ મળદાઓ ઉપર ગીધડાઓ કાઉ-કાઉ કરતા હોય છે ત્યારે હાલની સ્થિતિ જે જોવા મળી રહી છે તેનાથી ઘણાખરા પ્રશ્ર્નો પણ ઉભા થયા છે. વૈશ્ર્વિક સ્તર પર હાલ જે રીતે કોરોના વિશ્ર્વ આખાને હચમચાવી નાખ્યું છે ત્યારે લોકોને કોરોનામાંથી મુકિત આપવા માટે રસી બનાવતી કંપનીઓમાં હોડ જામી છે અને આ તમામ કંપનીઓ ગીધડાની જેમ પોતાના શિકાર માટે રાહ જોઈ રહ્યા છે. એક તરફ વિશ્ર્વ આખુ ઉંધા માથે કોરોનાની રસીની શોધમાં કામ કરી રહ્યું છે ત્યારે કોરોના કાળમાં અનેકવિધ રસી બનાવતી કંપનીઓ રસી માટે દાવા કરી રહ્યું છે. અત્યાર સુધી રસી માટે રશિયાની સ્પુયટનીક-વીએ દાવો કર્યો હતો કે તે કોરોનામાં અકસીર સાબિત થશે પરંતુ હાલ દુનિયાભરના પરીક્ષણો કોરોનાને હટાવવા માટે લાગી પડયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. હાલના સમયમાં રસી બનાવતી તમામ કંપનીઓ તેને રસી ઓછા ભાવે મળશે તેઓ દાવો પણ કરી રહ્યા છે પરંતુ ખરાઅર્થમાં એક પણ રસી લોકોને આપવામાં આવી નથી છતાં પણ આ તમામ કંપનીઓ વચ્ચે રસીના નામે રસા ખેંચ જામી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.
ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ કોઈપણ રસીનું જે નિર્માણ થવા પામતું હોય તે માટે ત્રણ વર્ષનું હ્યુમન ટ્રાયલમાં પરીક્ષણ કરવામાં આવતું હોય છે ત્યારબાદ તેમાંથી ઉદભવિત થતી સાઈડ ઈફેકટોને ધ્યાને લઈ બજારમાં તેનું વેચાણ શરૂ કરવામાં આવે છે પરંતુ હાલ જે કંપનીઓ કે જે રસી બનાવી રહી છે તે પણ અત્યાર સુધી હ્યુમન ટ્રાયલમાં તેની રસીનું પરીક્ષણ પૂર્ણત: કરવામાં આવ્યું નથી ત્યારે એ વાત પણ સ્પષ્ટ છે કે બજારમાં જયારે કોવિડની રસી જોવા મળશે ત્યારે તેની સાઈડ ઈફેકટ શું આવશે તે આવનારો સમય જ જણાવશે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રશિયા દ્વારા નિર્મિત સ્પુયટનીક-વી અન્ય દેશો જેવા કે યુએસની ફાઈઝર અને મોડરના કરતા સસ્તી હોવાનો દાવો કર્યો છે જે અંગે રશિયન વેકસીન દ્વારા ટવીટર ઉપર આ અંગે માહિતી આપવામાં આવી હતી. આંકડાકિય માહિતી મુજબ ફાઈઝર કે જે યુ.એસ.ની કંપની છે તેને પ્રતિ ડોઝનો ભાવ ૧૯.૫ યુએસ ડોલર જણાવ્યો છે જયારે મોડરનાએ તેનો પ્રતિ એક ડોઝની રસીનો ભાવ પ્રતિ એક વ્યકિત ૫૦ થી ૭૪ ડોલર વચ્ચે રાખવાનું જણાવ્યું છે. આ બંનેની સરખામણીમાં સ્પુયટનીક-વી રસીનો પ્રતિ ડોઝનો ભાવ ઓછો હોવાનું હાલ સામે આવ્યું છે.
વૈશ્ર્વિક મહામારી કોરોનામાં રશિયા પ્રથમ એવો દેશ બન્યો કે જેને કોવિડની રસી ૧૧ ઓગસ્ટના રોજ શોધી હતી. સ્પુયટનીક-વી રસી રશિયાના ગેમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર કે જે રશિયન હેલ્થ કેર મિનિસ્ટ્રી હેઠળ આવે છે તેના દ્વારા આ રસીને બનાવવામાં આવી છે. સ્પુયટનીક-વી રસીને બનાવનાર કંપનીએ ૧૧ નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે, આ રસી ૯૨ ટકા જેટલી કોવિડમાં અકસીર સાબિત થઈ શકશે ત્યારે બીજી કોવિડની રસી બનાવતી મોડરના કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલી રસી ૯૪.૫ ટકા જેટલી અકસીર છે. હાલના સમયમાં જે દેશો કોરોનાની રસી બનાવી રહ્યા છે તેઓ ગીધડાઓની ભૂમિકામાં હાલ જોવા મળે છે અને વધુને વધુ વ્યવસાય કરી નફો કેવી રીતે રળી શકાય તે દિશામાં પણ તેમના દ્વારા હાલ પગલા લેવામાં આવી રહ્યા છે. હજુ સુધી એક પણ વેકસીન ૩ વર્ષના હ્યુમન ટ્રાયલમાંથી સફળ થઈ નથી છતાં પણ કંપનીઓ દ્વારા આ પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખરાઅર્થમાં આ તમામ સ્થિતિને ધ્યાને લઈ કોરોના રસીના નામે જાણે રસા ખેંચ જામી હોય તેવું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે.