બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો આવ્યો હતો. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઘઉં, જીરું,ચણા,રાયડો સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગે 24 થી 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે.
મળતી જાણકારી અનુસાર હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ૨૮-૨૯ ડિસેમ્બરના વરસાદ વરસી શકે છે. ગાંધીનગર ૧૦ ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. આગામી પાંચ દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો રહેશે.