કોરોના કટોકટી અને મંદીના માહોલમાં ભારતીય શેરબજારને બેકિંગ અને આઈટી ક્ષેત્રએ લાભના લાડવા ખવડાવ્યા
કોરોના કટોકટી અને વૈશ્વિક મંદીના માહોલમાં જયારે મોટાભાગના ધંધાઓમાં લાભ કરતા નુકસાનનું વધુ પ્રમાણમાં વાયરા વાય રહ્યા છે ત્યારે આજે ભારતીય શેરબજારમાં ચોમેર તેજી છવાઈ હતી અને કેટલાક ખાસ સેકટરમાં વિશ્ર્વાસપૂર્વકની લેવાલી નિકળી પડતા સેન્સેકસમાં ૦.૪૧ ટકાની તેજી સાથે ૧૫૭.૧૧નો ઉછાળો જોવા મળ્યો હતો. બી.એસ.ઈ. સેન્સેકસ ૩૮,૯૧૩.૭૪ અને નિફટીમાં ૦.૨૮ ટકાનો લાભ સાથે ૩૨.૫૦નો ઉછાળો આવતા ૧૧,૪૭૨.૫૦નુ માથુ રચાયું હતું. આજે બજારમાં ચોમેર હરીયાળી કરવામાં બજાજ ફાયનાન્સ, જી એન્ટરટેઈમેન્ટ, ભારતી ઈન્ફ્રાટેલ, ટોચની નફાકારક ઈસક્રીપ્ટ બની હતી જયારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને ઈન્ફોસીસ સૌથી સક્રિય રહ્યા હતા.
આજે આઈટી ક્ષેત્રએ મીડકેપ અને સ્મોલકેપ બજારને અડધાથી વધુ ટકાની લાભ તરફ દોડી ગયું હતું. આઈસીઆઈસીઆઈએ માર્કેટનું સારી રીતે પ્રતિનિધિત્વ કર્યું હતું. નિફટી આજે બજાર ખુલતાની સાથે જ સકારાત્મક વલણ અખત્યાર કર્યું હતું પરંતુ આ લાભ લાંબો સમય સુધી ટકી શકયો ન હતો. નિફટીમાં બીએફએસઆઈનું વેચાણ નિકળી પડતા તખ્તી રોકાઈ ગઈ હતી. ટેકનોલોજી સ્ટોકમાં ભારે વેચવાલી નિકળી હતી. બેંક અને નિફટીના તેજીના વાયરાએ રોકાણકારોમાં રાજીપો ફેલાવ્યો હતો.