લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્‍યમંત્રીશ્રી દ્વારા “સ્‍વાગત ઓન લાઇન” ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત માહે જૂન-૨૦૧૮માં જૂનાગઢ જિલ્‍લાનો માન. મુખ્મંત્રીશ્રીનો સ્‍વાગત ઓનલાઇન કાર્યક્રમ તા.૨૮ જૂન-૨૦૧૮ ગુરૂવારનાં રોજ તથા તાલુકા કક્ષાના પ્રશ્‍નો માટે તા.૨૭-૦૬-૨૦૧૮ (ચોથા બુધવારે)ના રોજ સબંધિત તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.

વિશેષમાં માન. મુખ્‍યમંત્રીશ્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્‍વાગત કાર્યક્રમ પણ શરૂ કરેલ છે. ગ્રામ્‍ય લોકોએ તેમના પ્રશ્નો જે તે ગામના તલાટીને દર મહીનાની ૧૦ તારીખ સુધીમાં રજુ કરી દેવા. 

જિલ્‍લા કક્ષાના પડતર પ્રશ્નો માટે લોકોએ તેમના પ્રશ્‍નો જિલ્‍લા કલેકટરશ્રીને અને તાલુકા કક્ષાના પ્રશ્‍નો સીધા સબંધિત મામલતદાર કચેરીને તા. ૧૦/૦૬/૨૦૧૮ સુધીમાં મોકલી આપવા.

મુદત બાદની અરજી, અસ્‍પષ્‍ટ રજુઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્‍ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્‍યકિતગત આક્ષેપોવાળી અરજી, નિતી-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસોવાળી અરજી, અરજદારને સ્‍વંય સ્‍પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજુઆત અંગે સબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજુ કરેલ પ્રશ્નો, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજુ થયેલ પ્રશ્નો અરજદારે રજુ કરવા નહી.

જિલ્‍લા કક્ષાના પ્રશ્‍નો જિલ્‍લા કલેકટર કચેરી, જૂનાગઢ ખાતે તા.૨૮-૦૬-૨૦૧૮ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી અને સબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જયારે તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા.૨૭-જૂન-૧૮ના ચોથા બુધવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકે મામલતદારશ્રી અને સબંધિત ખાતાના અધિકારીઓ અરજદારને સાંભળશે. તેમ કલેકટર કચેરી જૂનાગઢ ની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.