ગ્રાન્ડ ઠાકર હોટેલ ખાતે ટ્રાવેલ, ટૂરિઝમ અને હોટેલ એકસ્પો
ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજોના અનેક વિકલ્પ અભિનવ પટેલ, કલ્પેશ સાવલીયા અને કમલશાહે અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપી વિગતો
ટૂર માટે લોકોને અનેક વિકલ્પ આપતા ટ્રાવેલ્સ, ટુરીઝમ અને હોટેલ (ટીટીએચ) એકસ્પોનું આયોજન ગ્રાન્ડ ઠાકર હોટેલ ખાતે કરવામાં આવ્યું છે. જે અંગે અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં અભિનવ પટેલ, કલ્પેશ સાવલીયા અને કમલ શાહે વિશેષ વિગતો આપી હતી.
પ્રશ્ન :- TTH EXPO જે કમલભાઇ શાહ રાજકોટમાં કરવા જઇ રહ્યાં છે તેનો ઉદ્દેશ શું છે?
જવાબ :- TTH EXPOએટલે કે ટ્રાવેલ, ટુરીઝમ અને હોટેલ એક્ઝીબીશન આ એક્સપોનો મુખ્ય ઉદેશએ છે કે ગુજરાત ટૂરિઝમને લોકો સપોર્ટ કરે અને ગુજરાતમાં પ્રવાસીઓ બહોળા પ્રમાણમાં આવે અને આ પ્રવાસી વર્ગની અંદર બધા પ્રવાસીઓને સાચી અને સચોટ માહિતી મળે તે છે. અત્યારે જે થોડા સમયમાં જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે. ત્યારે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક પેકેજોની માહિતી આ એક્સિબિશનમાંથી મળી રહેશે.
પ્રશ્ન :- કોઇપણ પ્રકારનો એકસ્પો થતો હોય છે. ત્યારે એક છત નીચે લોકોને ઘણી બધી વસ્તુઓ અમે માહિતી આપવામાં આવે છે. ત્યારે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીઓને એક સાથે તેની ભેગી કરવી ખૂબ જ કઠિન કાર્ય છે ત્યારે તમે આ બધી કં૫નીઓને ભેગી કરી અને આ વિચાર કેવી રીતે આવ્યો તેના વિશે શું કરશો?
જવાબ :- કમલશાહએ જણાવ્યું હતું કે તેઓ ૨૦ વર્ષથી આ ફિલ્ડમાં છે. અને ૨૦ વર્ષથથી એક્સિબિશન કરી રહ્યાં છે, ત્યારે ટ્રાવેલ રીલેટેડ એક્સીબિશનનો વિચાર તેઓ જ્યારે કાશ્મિર ફરવા ગયા. ત્યારથી તેઓ એટલે કે છેલ્લા ચાર વર્ષથી ટ્રાવેલ એક્સીબિશનની શરુઆત કરી છે. આ તેમનો આઠમો એક્સીબિશન છે. ટ્રાવેલ એક્સીબિશન રાજકોટ, બરોડા, અમદાવાદ, અને આણંદ ખાતે કરી ચુક્યાં છીએ. જેમાં લોકોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ એક્સિબિશનમાં ચાલીસ જેટલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોટેલો, ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ એજન્સીઓ અને ગુજરાત ટૂરીઝમ જેવા અનેક સ્ટોલો ભાગ લે છે. આ બધા લોકોને એક જ ફ્લોર પર લાવવા માટે અમે ઘણા સફળ રહ્યા છીએ. જેમાં લોકો એક્સિબિશનની મુલાકાત લે અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કં૫નીઓની પેકેજોનો લાભ લે તેવા અમારા પ્રયત્નો છે.
પ્રશ્ન :- કલ્પેશભાઇ ખાસ તમે ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના આપ પ્રેસિડેન્ડ છો, તો એ જવાબદારી તમારા માટે કેટલી કપરી છે?
જવાબ :- ટ્રાવેલ એસોસિએશનમાં અમે લોકો૨૬ જેટલા ટ્રાવેલ એજન્ટોને એક છત નીચે ભેગા કરી હેન્ડલ કરીએ છીએ. જેથી કરીને ટૂરિસ્ટો વધુને વધુ લાભ લે અને ટ્રાવેલ્સ કં૫નીઓને પણ વધુને વધુ ફાયદો થાય તે અમારો મુખ્ય હેતુ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો પૂરા ભારત સૌથી વધુ ટૂરિસ્ટો સૌરાષ્ટ્રના હોય છે. જેથી કરીને અમે લોકો બહારની કંપનીઓને રાજકોટનું આંગણુ બતાવવા માંગીએ છીએ. જેથી કરીને રાજકોટના લોકોએ ક્યાંય બીજે જવુ ન પડે, સૌરાષ્ટ્રના ટૂરિઝમ છે તે એટલે કે સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં સ્થળો પર ફરવા જઇ શકાય તે હજુ ઘણા બધા લોકોને ખબર નથી. જેની માટે અઅમે આ એક્સિબિશનની રચના કરી છે.
પ્રશ્ન :- આ એસોસિએશનમાં ક્યાં પ્રકારની કામગીરી થાય છે?
જવાબ:- (કલ્પેશભાઇ) આ એસોસિએશનમાં અમે લોકો ડી.એમ.સી અથવા કોઇપણ સપ્લાયર છે તેને અમે રાજકોટ ઇનવાઇટ કરતાં હોઇએ છીએ, અથવા તો રોડ-શો કરવામાં આવે છે. જેથી કરીને બધા એજન્ટોને માહિતી મળે અને આ ઉપરાંત ક્યો એજન્ટ ફરોડ છે. અથવા તો ક્યાં એજન્ટની કામગીરી સારી છે તેની સંપૂર્ણ માહિતી આપીએ છીએ.
પ્રશ્ન :- એસોસિએશનના કમિટિ મેમ્બર્સનો કેવો સપોર્ટ મળતો હોય છે?
જવાબ :- (કલ્પેશભાઇ) અમને કમિટિ સભ્યોનો પૂરેપૂરો સપોર્ટ મળે છે. બધા કમિટિના સભ્યો પોતાના ધંધામાંથી સમય ફાળવીને એસોસિએશનમાં પૂરતુ ધ્યાન આપે છે, જે અમારા માટે ખૂબ જ બિરદાવા લાયક કામગીરી કહેવાય.
પ્રશ્ન :- (અભિનવભાઇ) અભિનવભાઇ આપની કઇ પ્રકારની કામગીરી એસોસિએશનમાં હોય છે?
જવાબ :- (અભિનવભાઇ) તેઓ પોતે આ કમિટિમાં મિડિયાને લગતી તમામ કામગીરી પોતે સંભાળે છે. અને અમે લોકો આ કમિટિમાં એક પારિવારિક ભાવમાંથી અને સંપૂર્ણ નિષ્ઠાથી અમે લોકો કામ કરીએ છીએ.
પ્રશ્ન :- કમલભાઇ આ એક્સીબિશનમાં કંપનીઓનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવે છે?
જવાબ :- (કમલભાઇ) આ એક્સિબિશનમાં સેગમેન્ટ, સબજેક્ટ વાઇસ કરવામાં આવે છે. હોટલના અને ડોમેસ્ટીકનાં પાંચ જેટલા સ્ટોલ આવે, સાથો સાથ ટ્રાવેલ્સ ઇન્સોરન્સ ટ્રાવેલ્સ કંપનીઓ જોડાય તે રીતે હર એક સબજેક્ટ વાઇસ પાંચ-પાંચ સ્ટોલ આવે તેવી ગોઠવણ કરવામાં આવે છે.અને ખાસ કરીને તેમાં પણ જેટલા લોકો બીટુબી અને બીટૂસી કરતાં હોય તેવા લોકો પણ અમારી સાથે જોડાય છે.
પ્રશ્ન :- આ એક્સિબિશનથી રાજકોટની જનતા અને હમણા જે તહેવારો આવી રહ્યાં છે તેમાં લોકોને શું ફાયદો થશે?
જવાબ :- (કમલભાઇ) આ એક્સિબિશનથી લોકોને સારી સારી સ્કિમનો લાભ મળી શકશે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ એક્સિબિશનથી લોકોને દરેક જગ્યાએ ફરવું નહિં પડે. પરંતુ એક છત નીચે તમામ માહિતી મળી રહેશે. સાથો સાથ ક્વોલીટી કઇ કં૫નીની સારી છે. અને કોના પેકેજીસ સૌથી બેસ્ટ છે. તેની સંપૂર્ણ માહિતી એક જગ્યાએ મળી રહેશે.
પ્રશ્ન :- કોઇ વ્યક્તિએ અગર ટૂંકા સમયમાં ક્યાંય જાવુ હોય તો શું આ જગ્યાએથી લોકો જઇ શકશે?
જવાબ :- (કમલભાઇ) હા, કોઇપણ વ્યક્તિને અગર તાત્કાલીક ક્યાંય જવુ છે તો પણ આ જગ્યાએથી ટ્રાવેલ એજન્ટોની મુલાકાત લઇ. બેસ્ટ પેકેજીસની સાથે ડિસ્કાઉન્ટ ઓફરનો પણ લાભ થઇ શકશે. સાથો સાથ સરપ્રાઇઝ ગીફ્ટનો પણ લાભ મળી રહેશે. જેની માટે ટ્રાવેલ એજન્ટો ખૂબ જ સારો ખર્ચા કરી રહ્યાં છે.
પ્રશ્ન :- સૌરાષ્ટ્રના લોકોને સૌથી વધારે કઇ જગ્યાએ જવાનું પસંદ કરતા હોય છે?
જવાબ :- (કલ્પેશભાઇ) જો ડોમેસ્ટીકની વાત કરીએ તો જન્માષ્ટમીમાં ગોવા, કેરલા, આ બંને સ્થળો જન્માષ્ટમીના તહેવારમાં લોકો સૌથી વધારે જવાનું પસંદ કરે છે. જો દિવાળીની વાત કરીએ તો લોકો કેરલા, અને દાર્જીલીંગ જવાનું વધુ પસંદ કરતા હોય છે. હવે જો ઇન્ટરનેશનલ સ્થળોની વાત કરીએ તો થાઇલેન્ડ દુબઇ, સિંગાપુર, મલેશિયા અને ખાસ તો ક્રૂઝનો ક્રેઝ લોકોમાં ખૂબ જ વધ્યો છે. અને આ ઇન્ટરનેશનલ પેકેજો જોવા જઇએ તો ડોમેસ્ટીક પેકેજના ભાવમાં જ મળી રહે છે. જેથી કરીને લોકો ઇન્ટરનેશનલ પેકેજ પ્રત્યે વધારે જાગૃત થયા છે.
પ્રશ્ન :- જ્યારે લોકો તમારી પાસે આવે છે ત્યારે લોકો ક્યાં પ્રકારની માંગ કરે છે ? અથવા તો તમે લોકોને કેવા પ્રકારના સજેસનો આપો છો?
જવાબ :- (કલ્પેશભાઇ) હાલના સમયને ધ્યાનમાં રાખીને અમે લોકો શું આપીએ છીએ તેના કરતા લોકોની માંગ શું છે ? તેના પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે કોઇપણ વ્યક્તિ એજન્ટ થ્રૂ ક્યાંય પણ ફરવા જાય છે. ત્યારે તેઓને ફરવા માટે પૂરતો સમય અને ત્યાંના તમામ સ્થળો તે પોતે માંગી શકે તેની અમે સંપૂર્ણ તકેદારી રાખીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશએ છે કે લોકોને જે જોઇએ છે તે વસ્તુ લોકોને આપવી અને તેના વિશે પૂરેપૂરી માહિતી આપી પછી જ તેનું પેકેજ બૂક કરવામાં આવે છે. જેથી કરી લોકોને કોઇપણ જાતનો સંકોચ ન થાય તે તેઓએ ખોટુ પેકેજ પસંદ કર્યુ.
પ્રશ્ન :- આપની ફેસ્ટીવ ટુર્સમાં તમે કેવા પ્રકારના પેકેજો રાખો છો અને તેમાં ક્યાં પ્રકારની કાળજી રાખો છો?
જવાબ :- (અભિનવભાઇ) પેકેજીસની જો વાત કરવામાં આવે તો અમે લોકો કઇ સિઝન અથવા ક્યો તહેવાર આવે છે. તેના પરથી નક્કી કરવામાં આવે છે. અને તેમાં પણ લોકોને વેકેશન કેટલુ મળે છે. તેના પરથી નક્કી કરવામાં આવે છે. જો વાત કરીએ તો પેકેજીસની તો ૨૦ હજારથી શરુ કરીને ૧.૫૦ લાખ સુધીના પેકેજીસ હોય છે. ઘણા લોકોને લક્ઝરીનો અનુભવ કરવો હોય છે. અને બજેટનો પ્રશ્ન નથી હોતો ત્યારે તેવા લોકોને ૧ થી ૧.૨૫ લાખ સુધીના પેકેજ અથવા જેવા લોકોને ૩ કે ૪ દિવસ માટે રિલેક્સ થવા જાવુ હોય અને બજેટ ઓછુ હોય તેવા લોકોને ૨૫ કે ૩૦ હજારનું પેકેજ મળી રહે તેવી કાળજીલેવામાં આવે છે. અને સૌરાષ્ટ્રના લોકોની વાત કરીએ તો લોકોને ફરવાના એક કે બે સ્થળ જોવા ન મળે ચાલે પરંતુ જમવાનું તો એકદમ સાત્વીક જ જોઇએ તો તેવા લોકોને ધ્યાનમાં રાખી પેકેજ બનાવામા આવતા હોય છે. જો આપે ફેસ્ટીવ ટ્રાવેલ્સની વાત કરી છે તો સૌરાષ્ટ્રની જનતાને જમવાની સાથે “છાશ જોઇતી હોય છે. ત્યારે અમે આ જન્માષ્ટમીથી ઇન્ટરનેશનલ પેકેજોમાં “છાશ આપીશું. આ એકસ્પોથી ટ્રાવેલ્સ એજન્ટો પોતાની ક્વોલીટી બતાવીને બિઝનેશ ડેવલોપ કરી શકશે.
પ્રશ્ન :- ખાસ એકસ્પોની વાત કરીએ તો અત્યારે કઇ કઇ કંપનીઓ તમારી સાથે જોડાઇ છે?
જવાબ :- (કમલભાઇ) જો વાત કરીએ તો અત્યારે ગુજરાત ટૂરીઝમ બિસ્ટર, કેશ્વી હોલીડેઇઝ, આદેશ ટ્રાવેલ્સ, ટ્રાન્સ ગ્લોબ ટ્રાવેલ્સ, ફેમિલી ટુર્સ-ટ્રાવેલ્સ ટ્રાવેલ હોલીક, પટેલ હોલીડેઇઝ અને હજુ પણ ઘણા ટ્રાવેલ એજન્ટો જોડાયેલા છે.
પ્રશ્ન :- આ એકસ્પોનો અનુભવ તમને કેવો રહ્યો?
જવાબ :- (કમલભાઇ) અમારા એક્સિબિશનની ખાસિયત એ છે કે અમારે ત્યાં જે પણ વર્ગ આવે છે તેક્લાસ વર્ગ આવે છે. કે જેઓની વિઝાને લીધે અમારો એટલો સારો અનુભવ રહ્યો છે કે અમારો આ આઠમો એક્સિબિશન છે. અને સાથો સાથ અમે ઘણી બધી સારી ઓફરો પણ જેમ કે લક્કી ડ્રો સિસ્ટમ, જેટલા વિઝિટરો આવે તમને સ્ટોર ગિફ્ટ, અને ઘણી ખરી એવી સ્કિમો પણ મૂકીએ છીએ જેનાથી એક આર્કષણનું કેન્દ્ર બનીરહે અને આ વિઝિટરને પણ એક ક્વોલીટી વર્ગ હોય છે. ચાહે અમદાવાદ હોય, બરોડા હોય રાજકોટ હોય કે આણંદ હોય.
પ્રશ્ન :- તમારો અનુભવ આ એક્સિબિશન પ્રત્યે સારો છે ત્યારે લોકોને શું જોઇએ છે?
જવાબ :- (કમલભાઇ) જો વાત કરીએ તો અત્યારે લોકો પોતાની પસંદગી પર નિર્ણયો આવે છે. દરેક લોકો અલગ-અલગ ચોઇસના અમારી પાસે આવેછે. જે આ એક્સિબિશનમાં આવી ખૂબ જ થઇ જાય છે. કારણ કે તેઓને અહિંથીં સંપૂર્ણ માહિતી પેકેજ વિશેની મળી રહે છે. અને અમારાએક્સિબિશનમાં જેટલા પણ એક્સિબિટરો આવ્યા છે. તેમાંથી ક્યારેય લોકો સાથે ફ્રોડ કે ચિંટિંગ થયા નથી એ અમારો મોટો પ્લસ પોઇન્ટ છે.અને તમામ ટ્રાવેલ્સ એજન્ટોએ પ્રવાસીઓને સારી સુવિધા અને સંતોષકારક માહિતી આપેલી છે.