દેશ-વિદેશના ટુર્સ અને ટ્રાવેલ્સના સ્ટોલમાં ફરવાલાયક સ્થળો અને પેકેજીસની માહિતી મેળવવા મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા
વૈશ્ર્વિક સ્તર ઉપર લોકો અનેકવિધ જગ્યા પર જવાનું પસંદ કરતા હોય છે. હરવા ફરવા માટે ત્યારે અમદાવાદ શહેર ખાતે ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલમાં ટીટીએફ એક્ષપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધ દેશોએ ભાગ લઈ પોતાના દેશ અને ત્યાંની વિશેષતાઓને દર્શાવવામાં આવી છે. જેથી જેતે દેશમાં ટુરિસ્ટની સંખ્યા વધે. આ એકઝીબીશનમાં અનેક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓએ ભાગ લીધો છે. મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં આવીને સ્ટોલમાંથી પોતાના મનપસંદ પેકેજીસ તેમજ વિવિધ ફરવાલાયક સ્થળોની માહિતી મેળવી રહ્યા છે.
મધ્યપ્રદેશનાં જંગલમાં આવેલા તથાસ્તુ રીસોર્ટની મુલાકાત લેવા જેવી: રીષભ કંસારા
તથાસ્તુ રીસોર્ટના જનરલ મેનેજર રીષભ કંસારાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશ ટુરીઝમને મહતમ રીતે પ્રમોટ કરવું જોઈએ તે કયાંક નથી થઈ રહ્યું જેને લઈ તથાસ્તુ રીસોર્ટ કે જે જંગલની મધ્યે આવેલું છે તેને મધ્યપ્રદેશ ટુરીઝમને પ્રોત્સાહન આપવાનું બીડુ ઝડપ્યું છે સાથો સાથ તથાસ્તુ રીસોર્ટ એક એવું સ્થળ છે જેનો લાભ ગુજરાતની પ્રજાએ લેવો જોઈએ.
વિન્ટર સ્પોર્ટસને પ્રોત્સાહન આપતી ગુલમર્ગ સ્કી એકેડેમી: મારીયા સામોએલ
ગુલમર્ગ સ્કી એકેડમીના ચીફ એકઝેકયુટીવ ઓફિસર મારિયા સામોએલએ જણાવ્યું હતું કે, અમે પહેલીવાર ભારતમાં સ્કી એકેડમી લઈને આવ્યા છીએ જે અંતર્ગત વિન્ટર સ્પોર્ટસ તેને લગતી વિવિધ સ્પોર્ટસ અને અડવેન્ટર પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે એ હેતુથી અમે આ ગુલમર્ગ સ્કી એકેડમી ચલાવીએ છીએ જે અત્યાર સુધી માત્ર સ્વિટ્ઝર્લેન્ડમાં જ જોવા મળતી હતી. આ ઉપરાંત કોમન વેલ્થ ગેમ્સમાં પણ આ પ્રકારના આપણા ભારતીય લોકો સ્પોર્ટસમાં પોતાની આગવી શૈલી બતાડે તે અમારો મુખ્ય હેતુ છે અને જમ્મુ કાશ્મીરમાં અત્યારે આ પ્રકારની એકટીવીટી શરૂ થઈ ચુકી છે.
અમે બેસ્ટ ટ્રાવેલ પેકેજીસ અને સર્વિસ આપવા પ્રતિબઘ્ધ: બબલુ દવે
હોલીડે કાર્નિવલ યુરોપના આસીસ્ટન્ટ જનરલ મેનેજર બબલુ દવેએ જણાવ્યું હતું કે, ટીટીએફ એ એક આવું પ્લેટફોર્મ છે કે જયાં લોકો એક છત નીચે વિવિધ પ્રકારના ટુર અને ટ્રાવેલ્સ એજન્સીઓ આવેલી હોય છે જેથી લોકોને કઈ જગ્યાએ ફરવા જવું તેની સચોટ માહિતી મળી રહે છે. હોલીડે કાર્નિવલ યુરોપ લોકોને બેસ્ટ ટ્રાવેલ પેકેજીસ આપે છે તેમજ સારામાં સારી સર્વિસ આપે છે.
કુદરત સાથે રહેવાનું સ્થળ એટલે માલદિવ્સ: હેરીભાઈ
મેક પ્લાન્સ ટુરિઝમના હેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકો માત્ર માલદિવ્સ હનીમુન માટે જતા હોય છે પરંતુ માલદિવ્સ માત્ર હનીમુન નહીં તે કુદરત સાથે રહેવા માટેનું સ્થળ છે. માલદિવ્સની ખાસ વિશેષતા એ છે કે દરિયાઈ જીવન ખરાઅર્થમાં કેવું છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, માલદિવ્સ માટે ગુજરાતના લોકો ખુબ જ વધુ પ્રમાણમાં આવતા હોય છે. માલદિવ્સના પેકેજ વિશે જણાવતા હેરીભાઈએ જણાવ્યું હતું કે ખુબ જ ઓછા રેટમાં લોકો માલદિવ્સ ફરીને આવી શકે છે.
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે નેપાળ શ્રેષ્ઠ જગ્યા: શમિલા કાફલે
નેપાળના અપૂર્વ ટુર્સ અને ટ્રાવેલ્સના શર્મિલા કાફલેએ જણાવ્યું હતું કે, નેપાળ અને ભારત ભાઈ અને બહેન જેવા છે. નેપાળમાં આવા માટે પાસપોર્ટની જરૂર નથી પડતી માત્ર વોટર આઈડી અને વ્યકિતની આઈડી પર નેપાળમાં આવી શકાય છે. તેથી તહેવારમાં અને વેકેશનમાં ભારતમાંથી ઘણા બધા ટુરીસ્ટ નેપાળની મુલાકાત લેતા હોય છે.
અહીંયા ઘણા બધી કુદરતી જગ્યાઓ છે જયાં કપલ ફ્રેન્ડસ તથા ફેમેલીનું ગ્રુપ આવતું હોય છે. અમે અપૂર્વ ટુર અને ટ્રાવેલ્સ ટુરિસ્ટને નેપાળનો પ્રવાસ સારું થઈ ત્યારથી તેઓ ઘરે પહોંચે તેના માટેની પુરતી સગવડો આપી રહ્યા છીએ. ટીટીએફ એકસ્પોમાં પાર્ટ લેવાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના લોકો ફરવાના ખુબ જ શોખીન હોય છે અને એના માટે અલગ બજેટ પણ ફાળવતા હોય છે. જેથી કરીને વધુ નવા વધુ લોકોને અમારી સર્વિસ અને પેકેજીસનો લાભ મળે તે અમારો મુખ્ય ઉદેશ છે.
બાલી અને માલદિવ્સ કુદરતી સૌંદર્યની પરિપૂર્ણ: વિનોદભાઈ
વિથ મી ટુર્સ અને ટ્રાવેલ્સના માલિક વિનોદભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાલી અને વિયેટનામ એક એવી જગ્યા છે જયાં ભારતીય રૂપિયાનું સ્તર ખુબ જ ઉંચુ છે સાથોસાથ દુનિયાના તમામ દેશો કરતા બાલી અને માલદિવ્સ ખુબ જ અલગ છે અને કુદરતી સૌંદર્યથી પરિપૂર્ણ છે. લોકોને બાલી અને વિયેટનામ વિશે કોઈપણ જાતની માહિતી નથી હોતી જેનું કારણ એ છે કે આ બંને દેશોની સરકાર કયાંકને કયાંક લોકોમાં જાગૃતતા નથી ફેલાવી શકી પણ હવે સમય આવી ગયો છે કે આ બંને દેશોને પ્રમોટ કરવાનો.