નિફ્ટીમાં પણ 160 પોઇન્ટથી વધુનો તોતીંગ કડાકો: રોકાણકારોમાં ડરનો માહોલ

બિઝનેસ ન્યૂઝ 

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીને બ્રેક લાગી જવા પામી છે. આજે પણ શેરબજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ નરમાશ જોવા મળી હતી. બૂલીયન બજારમાં પણ મંદીનો ઓછાયો દેખાયો હતો.

down market

ગઇકાલે શેરબજારમાં તોતીંગ કડાકા બોલી ગયા બાદ આજે બીજા દિવસે પણ બજારમાં મંદી જોવા મળી હતી. મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતા. દિવસ દરમિયાન સતત મંદી રહેવા પામી હતી. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 66,128ની નીચલી સપાટીએ આવી ગયો હતો. જ્યારે ઉંચકાયને 66,608ની સપાટી સુધી ગયો હતો. નિફ્ટીએ પણ 19,710 પોઇન્ટનું નીચલું લેવલ હાંસલ કર્યું હતું. ત્યારબાદ ઉંચકાઇને 19849 સુધી જવા પામી હતી.

બેંક નિફ્ટીમાં પણ તોતીંગ કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પણ તૂટ્યો હતો. આજે મંદીના માહોલમાં પણ હિંદ પેટ્રો, આરઇસી, MCX ઇન્ડિયા, બિરલા સોફ્ટ જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો રહ્યો હતો. જ્યારે ઇન્ડિયા બૂલ્સ હાઉસીંગ, બલરામપુર ચીની, ICICI પ્રૂડેન્સીયલ, ઇન્ડિયા સિમેન્ટ સહિતની કંપનીઓના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બૂલીયન બજારમાં પણ મંદી રહેવા પામી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 558 પોઇન્ટના ઘટાડા સાથે 66,242 અને નિફ્ટી 154 પોઇન્ટના ઘટાડા સાથે 19,747 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 0.06 પૈસાની નરમાશ સાથે 83.13 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.