રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના દ્વારાન રેપો રેટમાં વધારો કરવામાં આવે તેવી દહેશતના કારણે આજે ભારતીય શેર બજારમાં મંદીની સુનામી ફરી વળી છે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ઘોવાણ થઇ ગયું હતું.
સેન્સેકસ અને નિફટીમાં કડાકા: રૂપિયાનું પણ ઘોવાણ
આજે સપ્તાહના પ્રથમ દિવસે મુંબઇ શેર બજારના બન્ને આગેવાન ઇન્ડેકસો રેડ ઝોનમાં ખુલ્યા હતા. સેન્સેકસ 60500 ની સપાટી તોડી 60345.61 ના નીચલા લેવલે પહોંચી ગયો હતો. જયારે નીફટી 17698.35 ની સપાટીએ આવી ગઇ હતી. બેન્ક નિફટીમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતા અદાણી ઇફેકટ અને આરબીઆર દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જેના કારણે બજારમાં મોદીની સુનામી જોવા મળી રહી છે.
આજની મંદીમાં વોડાફોન, આઇડીયા, ઇન્ડુસ ટાવર્સ, ઝાયડસ કેડીલા, એમ. એન્ડ એમ ફાઇનાન્સીયલ એસબીઆઇ જેવી કં5નીના શેરોના ભાવમાં વધારો નોંધાયો હતો. જયારે એમસીએકસ ઇન્ડીયા, અદાણી એન્ટરપ્રાઇઝ, એલઆઇસી હાઉસીંગ ફાઇનાન્સ, ડેવીસ લેબ્સ, અને રિલાયન્સના શેરોમાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે 385 પોઇન્ટના ઘટાડા સાથે 60457 અને નિફટી 123 પોઇન્ટના ઘટાડા સાથે 17730 પોઇન્ટ પર જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 82.43 પર કામકાજ કરી રહ્યો છે.