-
સેન્સેક્સમાં 450 પોઇન્ટથી વધુ,નિફ્ટીમાં 130 પોઇન્ટથી વધુનો કડાકો
-
આઈટી, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ખરીદારી જોવા મળી
શેરબજાર ન્યૂઝ
સેન્સેક્સમાં 450 પોઇન્ટથી વધુ,નિફ્ટીમાં 130 પોઇન્ટથી વધુનો કડાકો થયો છે . બેન્ક નિફટી અને નિફટી મિડ કેપ-100 પણ ઊંધા માથે પટકાયા છે . વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળ્યા છે. આ સમગ્ર સપ્તાહમાં ચીનના બજારો બંધ રહેશે. આજે જાપાન, હોંગકોંગ અને સિંગાપોરમાં રજા છે. શેરબજારે તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો છે. બેંક, ઓટો, એફએમસીજી, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીથી શેરબજારમાં ઘટાડો વધ્યો છે. જોકે આઈટી, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30માંથી 22 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. વિપ્રો (2.56%), એચસીએલ ટેક (1.85%) અને ઈન્ફોસિસ (0.51%) ટોપ ગેઇનર્સ છે.