નિફ્ટીમાં પણ 236 પોઇન્ટનો તોતીંગ કડાકો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસા તૂટ્યો
ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી આવતી મંદી આજે વિકરાળ બની હતી.આજે શેરબજારમાં જાણે મંદીની સુનામી આવી હોય તેમ સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાયા હતાં. ભારતીય રૂપિયો પણ અમેરિકી ડોલર સામે નબળો પડ્યો હતો. આજે તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં જબરૂં ધોવાણ જોવા મળ્યું હતું.આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતાં. રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળતાં બજારમાં દિવસ દરમિયાન મંદિનો માહોલ રહ્યો છે.
ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 60,000ની સપાટી તોડી હતી. એક તબક્કે સેન્સેક્સ 59,068ના લેવલ સુધી પહોંચી જતા એવું લાગી રહ્યું હતું કે આજે બજાર 59,000નું મથાળુ જાણવી શકશે નહીં. નિફ્ટીમાં પણ મોટા કડાકા નોંધાયા હતાં.આજની મંદીમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, ભારતી એરટેલ, ગ્રાસીમ અને ટાટા ક્ધસ્ટ્રક્શન પ્રોડક્ટ્સના શેરોના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો.
જ્યારે બજાજ ફીન્સર્વ, બજાજ ઓટો, ડેવિસ લેબ અને સન ફાર્મા જેવી કંપનીના શેરોના ભાવમાં 5 ટકા સુધીનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. બૂલીયન બજારમાં આજે તેજી જોવા મળી હતી. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો હતો.આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 832 પોઇન્ટના ઘટાડા સાથે 59,266 અને નિફ્ટી 236 પોઇન્ટના ઘટાડા સાથે 17,701 પર ટ્રેડ કરી રહ્યો છે.જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસાની નબળાઇ સાથે 74.44 પર કામકાજ કરી રહ્યો છે.