પેસીફીક મહાસાગરના એક હજાર કિલોમીટર વિસ્તારમાં સુનામીની સંભાવના
વિશ્ર્વમાં કોઇના કોઇ જગ્યાએ રોજે નાની મોટી ભૂકંપ આવતો જ હોય છે. ઘણા ભૂકંપની નોંધ લેવાતી હોય છે. તો ઘણા એવા નાના નાના ભૂકંપો હોય છે. જેની નોંધ પણ કયાંય લેવાતી હોતી નથી. ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવવાથી શહેરની ઇમારતો ડોલવા માંડી હતી. અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ૭.૭ ની તીવ્રતાનો આવેલા આ ભૂકંપ ને કારણે પેસિફીક મહાસાગરના કાંઠા વિસ્તારમાં ત્સુનામી આવવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
મેકસીકો શહેરએ ભૂકંપનું ઘર છે. તેમ પણ કહી શકાય મેકસીકોમાં અવાર નવાર ભૂકંપના આચકાઓ આવતા હોય છે. ગઇકાલે મેકસીકોમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ પ્રશાંત સાગર કાંઠે આવેલ જાણવા મળી રહ્યું છે. જે વિસ્તારમાં સૌથી વધુ અસર થઇ છે. તે દરિયા કિનારાથી નજીકનો વિસ્તાર છે. તેમ જ તે કોફીનું ઘર માનવામાં આવે છે. જયાં બીચ રિસોર્ટ અને સ્પેનીસ બાંધકામ જોવા મળે છે. સવારે ૧૦.૨૯ મીનીટે આવેલા ૭.૭ની તીવ્રતાવાળા ભુકંપથી મેકસીકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જો કે હજુ સુધી કોઇ જાનહાની કે આર્થિક નુકશાન થયેલા ના અહેવાલ નથી. ભૂકંપના પગલે ત્સુનામીની દહેશત વ્યકત કરવામાં આવી છે.
ભૂકંપના કારણે બીલ્ડીંગો તેમજ ટાવરો હલબલી ચુકયા હતા. ઘરમાં રહેલા લોકો પણ ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરોમાં તીરાડો પણ પડી ચુકી હતી. ઓફીસ કલાકોના સમયે ભૂકંપ આવ્યો હોવાથી વધુ ભાગદોડ મચી જવા પામી હતી.
મોટી તીવ્રતાના આવેલા ભૂકંપથી મકાનોમાં તીરડો અને રસ્તાઓમાં તીરાડો પડી હતી. હજુ સુધી કોઇ મોટી નુકશાનીના અહેવાલ નથી. ભૂકંપનો આચકો આવીને જતો રહ્યો છે. પરંતુ મેકીકો અને પેસિફીક મહાસાગરના દરિયાઇ વિસ્તારોમાં સુનામી આવવાનો ખતરો વધી ચુકયો છે. મેકસીકો સરકારના ભુસ્તર મંત્રાલય દ્વારા પણ સુનામી આવવાની સંભાવના વ્યકત કરી છે. જે પેસિફીક મહાસાગરના એક હજાર કિલોમીટર વિસ્તારમાં સુનામી આવી શકવાનો ખતરો દેખાઇ રહ્યો છે. આ પહેલા મેકસીકોમાં આવડી મોટી તીવ્રતાનો ભૂકંપ વર્ષ ૨૦૧૭માં આવ્યો હતો. જેનો તીવ્રતા ૭.૧ હતી. એ ભૂકંપમાં સૌથી વધુ નુકશાન થયું હતું. ૨૦૧૭માં આવેલા ભૂકંપમાં ૩પપ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. ત્યારબાદ ગઇકાલે આવેલા ભૂકંપમાં આર્થિક કે માનવીય કોઇ નુકશાન થયું નથી.