માણાવદર તાલુકાના પાજોદ ગામના ખેડૂત પુત્ર જયદિપ ભાલોડીયાએ કલેકટર તેમજ કૃષિ મંત્રીને પત્ર પાઠવી કરી રજૂઆત
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા નેજા હેઠળ ૫૦% ટકા માં ટ્રેકટર લેવા માટે સહાય આપવાનો દાવો કરે છે જેમાં સભ્ય ફી ૨૦૦૦ રૂપિયા અને ત્યાર બાદ જે ખેડૂત ને ટ્રેકટર લેવું હોય તો ૫૦% સહાય માં આપવામાં આવે છે.એવી મૌખિક જાહેરાત કરે છે. અને ખેડૂત ને ૧૦૦૦૦૦ લાખ રોકડા અને ત્યાર બાદ ૧૯૦૦૦૦ પોતાની સંસ્થા ને રોકડા અથવા છઝૠજ કરી આપવાના રૂપિયા ભરિયા બાદ અમુક દિવસો બાદ ટ્રેકટર ની ડીલેવરી આપવા માં આવે છે. અન્ય યોજના માં ખેડૂતો ફેન્શીંગ માં ૯૫% ટકા નવો કુવો ગાળવા માટે સહાય.આપવા નો દાવો કરે છે.
જાગૃત નાગરિક ખેડૂત પુત્ર જયદીપ ભાલોડીયા એ કૃષિ મંત્રી તેમજ કલેકટર લેખિત રજૂઆત કરી છે. જે ખેડૂતો ને ટ્રેકટર આપવા માં આવીયા છે.તે ખેડૂતો ને છઝઘ ના નિયમ મુજબ તે પાર્સીંગ થયું છે કે નહી અને પાર્સીંગ થયું તો બાકી ના નાણા કોને ભરેલ છે. ખેડૂત ના નામે કોઈ ફાઈનાસ તો નથી થયું અને. વગેરે બાબતે ઊંડાણ પુર્વર્ક તપાસ થવી જોઈએ માણાવદર તાલુકા માં સમેગા તેમજ લીંબુડા ગામે આ સંસ્થા દ્વારા ટ્રેકટર આપવા માં આવીયા છે. આ બાબતે સરકાર ગંભીર મુદો સમજી તાત્કાલિક તપાસ કરાવે અને જોઆમાં જરા પણ સંકા જેવું લાગે તો ગુનેગારો ની સામે સરકાર પોતે ફરિયાદી બની ગુનેગારો ની સામે પગલા ભરે જો સરકાર મોડે મોડે જાગશે તો વીજય માલ્યા અને નીરવ મોદી ની જેમ આરોપી ઓ દેશ છોડી ને ચાલીયા જશે તો ખેડૂતો ના મહેનત ના હજારો કરોડો રૂપિયા આવી લેભાગુ કંપની એકટ થી રજી થયેલ ગૠઘ ખેડૂતો ના રૂપિયા લઈને દેશ છોડી જશે તેમ માણાવદર તાલુકાના પાજોદ ગામના ખેડૂત પુત્ર જયદીપ ભાલોડીયા એ જણાવ્યું હતું …..