સાંસદ કુંડારીયાની ગ્રાન્ટમાંથી રૂ.૩૩.૯૨ લાખનાં ખર્ચે  સિવિલ હોસ્પિટલને ઈન્સ્ટ્રુમેન્ટ અને એમ્બ્યુલન્સ અર્પણ

પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કરાયું સરકાર દર્દીઓની વેદનાને સમજી તેનાં દુ:ખમાં સહભાગી બની છે: કુંડારીયા

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી ૩૩.૯૨ લાખના ખર્ચે હોસ્પિટલને ઈન્સ્ટુમેન્ટ તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોહનભાઈ કુંડારીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટ એઈમ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાવવા અમે પ્રયાસ હાથ ધર્યા છે. આ તકે એઈમ્સ વિશે વિશેષમાં જણાવતા મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, મને પણ એઈમ્સનો અનુભવ થયો છે.

vlcsnap 2019 06 06 11h17m49s885

દિલ્હી એઈમ્સની અંદર મેં સારવાર લીધી હતી. એઈમ્સ હોસ્પિટલ એટલે એક સામાન્ય પરિવારની વ્યક્તિ જાય કે વીઆઈપી જાય બેયને સરખી સુવિધા પ્રાપ્ત થાય છે. જેનો મેં અનુભવ કર્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની જનતાને જબરજસ્ત આરોગ્યની સુવિધા પ્રાપ્ત થવાની છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કચ્છની જનતા વતી આભાર વ્યકત કરું છું DSC 9797તેમજ ખાતમુહૂર્ત નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છીએ.કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે અનેક આરોગ્યલક્ષી તેમજ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. રાજકોટની બેઠક પર જંગી લીડથી વિજય થયેલા મોહનભાઈ કુંડારીયા, ભાજપનાં પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ ૫રમાર, આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડિયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, મેડિકલ કોલેજનાં ડીન ગૌરવીબેન ધ્રુવ, સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા સહિતનાઓ હાજર રહ્યા હતા. સાંસદ મોહનભાઈ કુંડારીયાનાં હસ્તે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડમાં નવા એસી તથા બાળકોની કાન, નાક, ગળાની તપાસ માટે નવા ઈન્સ્ટુમેન્ટ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની અવર-જવર માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી.

DSC 9799 1

આ તકે ડો.મનીષભાઈ મહેતા તેમજ જયંત ઠાકરે જણાવ્યું હતું કે, સાંસદ મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી પીડીયુ સીવીલ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગ માટે પાંચ એસી ખરીદવાનાં કામ માટે રૂા.૧,૮૯,૫૦૦/-, ઈએનટી વિભાગ માટે જન્મજાત બહેરાશની તપાસનું મશીન, ઓટો એકોસ્ટીક એમીઝન મશીનની ખરીદી માટે રૂા.૧૨.૯૦ લાખ, ડીઝીટલ એકસ-રે મશીન, મોબાઈલ એકસ-રે મશીન, હાડકાનાં દર્દીઓને ઓપીડીમાંથી બીજે જવુ ન પડે તે માટે ડીએએબીલીટી સર્ટી. કાઢવા તેમજ નિદાન કરવા માટે ડીઝીટલ એકસ-રે મશીન, પોર્ટેબલ/ મોબાઈલ હાઈ ફ્રીકવન્સી એકસરે મશીન માટે રૂા.૭.૯૫ લાખ તેમજ હોસ્પિટલનાં દર્દીઓનાં પરીવહન માટે એમ્બ્યુલન્સ માટે રૂા.૧૧.૧૭ લાખ મળી રૂા.૩૩,૯૨,૩૭૦/-ની ગ્રાન્ટ ફાળવેલ જેનું લોકાર્પણ ભાજપ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં રહ્યા હતા.DSC 9812 1

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવેલ હતું કે, પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આ સાધન સવલતોથી સૌરાષ્ટ્ર સહિત રાજકોટનાં લાખો દર્દીઓને રાહત થશે. રાજકોટની પીડીયુ સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી અસંખ્ય જરૂરીયાતમંદ દર્દીઓનો ભારે ઘસારો રહેતો હોય ત્યારે રાજય સરકાર હંમેશા હોસ્પિટલને લગતી અન્ય સમસ્યાઓ પરત્વે જાગૃત અને સક્રિય છે અને ભાજપ હંમેશા દર્દીઓનાં દુ:ખને સમજી તેના દુ:ખમાં સહભાગી બન્યું છે ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલ માટે જરૂરીયાતનાં અનેક સાધનો માટે જરૂર પડયે ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સ્વચ્છતા અભિયાન અપનાવી સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું હતું અને સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગમાં તેઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની પણ ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીવીલ સર્જન ડો.મનીષભાઈ મહેતા અને પીડીયુ સીવીલ હોસ્પિટલનાં કાઉન્સેલર જયંત ઠાકરનાં માર્ગદર્શન હેઠળ સીવીલ હોસ્પિટલ ડોકટર, સ્ટાફ, નર્સીંગ સ્ટાફ અને સીકયોરીટી સ્ટાફ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.