ધર્મ અને જીવનનાસંસ્કારો તેનું આચરણ અને કલ્યાણના માર્ગમાં સામેવાળાની પતંગને કાપી નાખવી, તેના પતંગ પર પોતાના પતંગનું આક્રમણ કરવું, એ ઈર્ષા અને દ્વેષ ભાવથી દરેક જીવ ને મુક્ત થવું જોઈએ… સામેવાળાની પતંગને સ્પર્શ કર્યા વિના જ ના પોતાનો પતંગ આગળ લઈ જવાનો પ્રયાસ જીવનની સફળ સ્પર્ધા છે …આવી સ્પર્ધા કોઈપણ સ્પર્ધકો માટે જરા પણ જોખમી નથી.
જીવનમાં ઈર્ષા સૌથી વધુ નુકસાન કરે છે પરંતુ જો જીવનમાં ઈર્ષા અને બીજાને પાડીને આગળ વધવાની વૃત્તિ નો ત્યાગ થઈ જાય તો જીવન નહીં જન્મો જનમ ના ફેરા સફળ થઈ જાય .પદ્મ દર્શન વિજયજી મહારાજે મકરસંક્રાંતિ નિમિત્તે આપેલા આ બોધ વચન જો દરેક માનવીના જીવનમાં ધર્મ કર્મ વર્ગભેદ વગર માત્રને માત્ર માનવ હોવાના નાતે મન મા ઉતરી જાય તો સમાજમાં ક્યાંય રાગદ્રેશ ઈર્ષા હિંસા કે અતિક્રમણનો અંશ પણ ન રહે,
સંસારની આ આકરી ઘટમાળમાં ખૂબ જ પડકારો મુશ્કેલીઓ અને સંઘર્ષ રહેલા છે ..સંસારની આ કઠણાઈમાં મોટાભાગે શક્તિ પોતાના વિકાસમાં લગાવવાના બદલે સામા વાળા ની પતંગને કાપી નાખવાની વેતરણમાં જ જ ખર્ચાય છે જો સ્વ કલ્યાણ ની ભાવના સાથે સાથે બીજાને જરા પણ નુકસાન ન કરવાની જરા સરખી વૃતિ જો માનવ હૃદયમાં આરોપાઈ જાય તો..
સંસારમાં સર્વત્ર વિકાસ કલ્યાણ અને ઉન્નતિ ના વાતાવરણથી સૌ કોઈ અભિભૂત થાય ઉતરાયણ અને મકરસંક્રાતના તહેવારો હર્ષ ઉલ્લાસને મનની ઊર્મિઓને પતંગની જેમ પતંગની સંગાથે આસમાનમાં ઉડાડવાના પર્વની સાથે સાથે દાન પુણ્ય અને સત્કર્મ નો અવસર છે ત્યારે ઉતરાયણની સાચી ઉજવણી અને જીવનમાં મકરસંક્રાતના પુણ્યને સાક્ષાત્કાર કરવા માટે દરેકે બસ કોઈ બીજાની પતંગ ને જરા સરખી પણ અડયા કે નડયા કે વગર પોતાના પતંગને ઊંચે લઈ જવા નો સંકલ્પ અને તેનો અમલ કરવો જોઈએ