જ્યારે ગુજરાતીઓની વાત આવે તો તે ખાવાપીવાના ખૂબ શૌખીન હોય છે. ત્યારે જ્યારે ચાલી રહેલાં આ શિયાળામાં દરેકને કઈક નવું કરવાનું મન થતું હોય છે. ત્યારે દરેક ગુજરાતીએ અવશ્ય એક વાર મેળાની મુલાકાત લીધી જ હોય છે.ત્યારે તેમાં પણ તેની એક ખાસિયત તે ખીચું હોય છે. તો ઘરે તમે પણ માળી શકો છો અવશ્ય આ મેળાનું પ્રખ્યાત ખીચું.
મુખ્ય સામગ્રી :
- ૫ કપ પાણી
- ૨ કપ ચોખાનો લોટ
- મીઠું સ્વાદ અનુસાર
- ૧/૪ ટેબલસ્પૂન ખાવાનો સોડા
- ૨ ચમચી લીલા મરચાં સામારેલા
- ૧ ટેબલસ્પૂન જીરું
- ૧ ટેબલસ્પૂન તેલ
ખીચું બનાવાની રીત :
- સૌ પ્રથમ એક વાસણમાં પાણી નાખી તેને ગરમ કરી લ્યો તેને ૧૦-૧૫ સુધી ગરમ કરો.
- પાણી ઉકળી ગયાં બાદતેમાં લીલાં મરચાં ખાવાનો સોડા અને મીઠું ઉમેરી દયો.
- ત્યારબાદ તેમાં ચોખાનો લોટ નાખી તેને સતત હલાવો જ્યાં સુધી તેમાં ગંઠા હોય તે રહીના જાય.
- આ થયા બાદ વાસણને ઢાંકણને ઢાંકી લ્યો અને તેને ૧-૨ મિનિટ સુધી ધીમા તાપે રાખો.
- ખીચું તૈયાર થયા બાદ સેજ ફરી એક વાર તેને હલાવી લ્યો.
- ત્યારબાદ તેને તેલ તથા આચારી મસાલા સાથે પીરસો.
તો તૈયાર છે બહાર જેવુ અને શિયાળા માટે એકદમ અનુરૂપ તેવું ગુજરાત અને તેના મેળાનું પ્રસિદ્ધ ખીચું. જે એકદમ શિયાળા માટે અનુરૂપ છે. તો અવશ્ય બનાવો તેને ઘરે.