જ્યારે વાત આવે ગુજરાતની તો દરેકને એકવાર તો યાદ આવેજ યાદ અહીના રોટલા અને ઓળાની. કારણ દરેક ગુજરાતી માટે તે આ વાનગી ખૂબ ખાસ વાનગી છે.
તો આ વાનગી દરેક ગુજરાતીના ઘરે તો બનતી જ હોય છે. તો આ રીતથી ઘરે જ બનાવો કઈક આ રીતે.
મુખ્ય સામગ્રી
રીંગણ – 2 નંગ મોટા રીંગણ [ આશરે 500 ગ્રામ ]
તેલ – ૪ ચમચા રીંગણ પર લગાડવા
સમારેલા લીલા મરચા – 2 નંગ
આદુ લસણની પેસ્ટ ૨ ચમચી
ઝીણી સમારેલી ડુંગળી – 4 થી 5 નંગ
ઝીણા સમારેલા ટામેટા – 4 થી 5 નંગ
ઝીણી સમારેલી કોથમીર – ઇચ્છાનુસાર
જીરું – ૧/૨ ચમચી
રાઈ- ૧/૨ ચમચી
હિંગ – 1/4 [ પા ] ચમચી
મીઠું – સ્વાદાનુસાર
હળદર – ૧-૪ ચમચી
ધાણા પાઉડર -૧ ચમચી
ગરમ મસાલો – ૧/૨ ચમચી
લાલ મરચા પાઉડર ચમચી અથવા સ્વાદાનુસાર
બનાવાની રીત :
સૌ પ્રથમ બે મોટા રીંગણા લ્યો ત્યાર બાદ તેના તેલ લગાડી તેને ગેસ પર શેકો.
આ થયા બાદ જ્યારે રીંગણાનું પડ જ્યારે કડક થઈ જાય ત્યારે તેને કાઢી લ્યો અને તેનો માવો ત્યાર કરો.
આ થયા બાદ એક વાસણમાં તેલ લઇ તેમાં ૧/૨ ચમચી રાય ,૧/૨ ચમચી જીરું ,૧/૪ ચમચી હિંગ , લીલા મરચાં અને આદું લસણની પેસ્ટ નાખો અને મીઠું સ્વાદઅનુસાર,૧/૨ હળદર,૧ મરચું ,૧ગરમ મસાલો નાખો.આ બધુ સરખું તતડી જાય પછી તેમાં ૪ કપ ડુંગળી નાખો તે આછી ગુલાબી શેકાય જાય ત્યારબાદ ૪ ટામેટાં નાખો અને આ બધુ એક વાર હલાવી અને આ બધાને થોડી વાર હલાવી લ્યો અને ત્યારબાદ તેમાં રીંગણાનો માવો ઉમેરી તેને ૨-૩ મિનિટ હલાવી છેલ્લે તેમાં કોથમીર ઉમેરો. ત્યાર બાદ આ ઓળાને ગરમ- ગરમ રોટલા ગોળ સલાડ તેમજ છાસ સાથે સર્વ કરો.