ભારે ગરમીમાં પરસેવો થવો એકદમ સામાન્ય છે કારણ કે પરસેવો શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે. જ્યારે આ પરસેવો ત્વચાની સપાટી નીચે બ્લોક થઈ જાય છે. તેથી ત્વચામાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ ઉદભવવા લાગે છે.
જો ચહેરા પર બળતરા થતી હોય તો તેને દૂર કરવા માટે નાના ઘરગથ્થુ ઉપાયોનો સહારો લો. ત્વચાની બળતરા અને ખંજવાળ સાથે, ગરમીના ફોલ્લીઓ પણ ઘટશે.
તુલસીનું પાણી લગાવો
તુલસીના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. જ્યારે તમે તેને ત્વચા પર લગાવો છો, તો ચેપ અને બેક્ટેરિયાની સમસ્યા દૂર થઈ જાય છે અને ત્વચાને ઠંડક મળે છે. તુલસીનું પાણી બનાવવા માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને ઠંડા કરો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય તો તેને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર લગાવો.
ચંદન લગાવો
ઉનાળામાં ચંદન શરીરને ઠંડક આપે છે. ચંદનને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ત્વચાની બળતરા દૂર થાય છે.
તાજા એલોવેરા
કુંવારપાઠાના ઝાડમાંથી પાંદડા લો અને તેનો પલ્પ કાઢો. આ પલ્પમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાની બળતરાથી રાહત મળશે.