ગુજરાતીની ખૂબ પ્રખ્યાત વાનગી અને જે દરરોજ સાંજે ગુજરાતીના ઘરે અવશ્ય પણે બનતી હોય છે. તેવી ખૂબ પ્રખ્યાત ખિચડી. ત્યારે બાળકો આ વાનગી ટાંળતા હોય છે. તો આજે શિયાળામાં તેના માટે બનાવો આ ટેસ્ટી ખિચડી અને કઈક અલગ ખિચડી. જે સેહત માટે ખૂબ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.

મુખ્ય સામગ્રી:- 

  • ૧/૨ કપ ચોખા ધોઇને નીતરેલી
  • ૧/૨ મસૂરની દાળ ધોઇને નીતરેલી
  • ૧ કપ સમારેલી પાલક
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટીસ્પૂન જીરું
  • ૧/૪ હિંગ
  • ૧ લીલા મરચાંની પેસ્ટ
  • ૧/૪ ટીસ્પૂન હળદર
  • ૧/૨ કપ છોલેલા બટેકા
  • મીઠું સ્વાદઅનુસાર
  • સર્વ કરવા માટે તાજું દહી

વાનગી બનાવાની રીત:-

  • સૌ પ્રથમ એક પ્રેશર કુક્કરમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
  • ત્યારબાદ જ્યારે જીરું તાતડવા માંડે તો તેમાં હિંગ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરો તેને ૨૦ સેકંડ સુધી હળવો.
  • પછી પાલક અને બટાકા મેળવી સારી રીતે ૨ મિનિટ સુધી તેને હલાવો.
  • ત્યારબાદ તેમાં ચોખા મસૂરની દાળ અને મીઠું અને ૩ કપ પાણી નાખી તેને ભેળવી ક્કુરની ૩-૪ સિટી થાય ત્યાં સુધી રાંધી લીધી.
  • પ્રેશર કુક્કરની વરાળના નીકળી ત્યારબાદ જ કુક્કર ખોલો.
  • ત્યારબાદ શિયાળામાં તેને ગરમાં-ગરમ દહી સાથે પીરસો.

તો  તૈયાર છે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખિચડી.તો આજે જ ઘરે શિયાળામાં બનાવો આ એક ખિચડીનું નવું રૂપ અને સર્વ કરો તમારા ઘરના સામે અલગ અને પૌષ્ટિક ખિચડી.

7537d2f3 11

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.