નવરાત્રિ દરમિયાન લોકો માત્ર ખોરાક અંગે સંયમ જાળવતા નથી, પરંતુ એકસાથે ઉપવાસ પણ કરે છે. આ સમય દરમિયાન મન, વચન અને કાર્યોની શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને સારું રહે છે. તેમજ નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત ખરાબ થઈ જાય છે. તો જાણો ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના પરોઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.
ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે.
સાબુદાણાના પરોઠા કેવી રીતે બનાવવાય ?
-સાબુદાણાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને 4-5 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને સુતરાઉ કાપડ પર પાથરીને સુકવી દો.
-હવે બાફેલા બટાટાને હાથથી બરાબર મસળી લો. જેથી તેમાં કોઈ પણ પ્રકારની કણીઓ રહી ન જાય. ત્યારપછી સાબુદાણામાં બટાટાનો માવો ઉમેરો.
-આ મિશ્રણમાં આદુ – મરચાની પેસ્ટ, ફરાળી મીઠું, લીંબુનો રસ, કોથમીર સહિતની સામગ્રી ઉમેરો. ત્યારપછી આ મિશ્રણને બરાબર મિક્સ કરી દો.
-હવે શિંગોડાનો લોટ અથવા આરા લોટની મદદથી પરોઠા વણી લો. ત્યાર બાદ તેમાં બટર લગાવી બંન્ને બાજુથી શેકી લો. આ ગરમા ગરમ પરોઠાને ચટણી અથવા દહીં સાથે ખાઈ શકો છો.