હાલમાં છોકરાઓમાં દાઢી વધારવાનો ખૂબ જ ક્રેઝ છે. એ લોકા દાઢી તો વધારી લે છે પરંતુ એની સારસંભાળમાં માત ખઇ જાય છે. એ કારણથી એમને ગણી પરેશાનીઓ જેમ કે ખણ વગેરે થવા લાગે છે. ઉપરથી ગરમીમાં દાઢીની સારસંભાળ વધારે મુશ્કેલી થઇ જાય છે. ચલો તો જાણીએ પરસેવાના કારમે દાઢીમાં આવતી ખણથી કેવી રીતે છુટકારો મેળવી શકશો. માથાના વાળની જેમ દાઢીના વાળમાં પણ શેમ્પૂની જરૂરીયાત હોય છે. એના માટે સપ્તાહમાં ઓછામાં ઓછા બે વખત દાઢીને શેમ્પૂથી ધોવો. પરંતુ સાબુનો ઉપયોગ કરશો નહીં. કારણ કે સ્કીન ડ્રાય થઇ જાય છે. એના કારણે દાઢીમાં ખણ ઘટવાની જગ્યાએ વધી જાય છે.
શેમ્પૂની સાથે સાથે સાથે ક્ધડીશનર પણ લગાવો. એનાથી દાઢી મુલાયમ થશે અને ખણની સમસ્યાથી છુટકારો મેળવશો.
ધૂળ અને માટીના કારણે દાઢીમાં ખણ આવે છે. એના માટે સમય સમય પર દાઢીને સાફ કરતાં રહેવું જોઇએ. જો તમે ક્યાંય બહારથી આવો છો તો તરત જ મોં અને દાઢીને પાણીથી સાફ કરી નાંખવું જોઇએ.
કેટલીક વખત તો શેવિંગ અને ટ્રિમિંગ બાદ દાઢીમાં કણ આવવા લાગે છે. એના માટે તમારું રેઝર ચેક કરો. ધ્યાન આપો કે એ ગંદું ના હોય અને બ્લેડનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો ના હોય. જો સમયાંતરે બ્લેડ સાફ નહીં કરો તો સ્કીન ઇન્ફેક્શન થવાનું જોખમ વદી જાય છે અને ખણ આવવા લાગે છે.
દાઢી ખૂબ લાંબી હોય તો એને બાંધીને રાખો. એના માટે માર્કેટમાં હેસ ફિક્સર પણ મળે છે જે તમારા આ કામને સરળ બનાવે છે. એના ઉપરાંત જો તમે ટ્રીમ કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે જરૂરી ઉપકરણોને વિચારીને પસંદગી કરો