બનાના-સાગો કટલેટ
સામગ્રી :
૨ કાચા કેળા
૧/૪ કપ સાબુદાણા (૮ કલાક પાણી મા શોક કરેલા )
૧/૨ ચમચી સેકેલા જીરા પાવડર
૧/૨ ચમચી મરી પાવડર
મીઠુ સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
રીત :
કાચા કેળા ને કુકરમા બાફી ને મેશ કરી લો.
સાબુદાણા ધોઈ.૬-૮ કલાક પાણી મા શોક કરી લેવાના.
એક બાઉલમા બાફી ને મેશ કરેલા કેળા, સોક કરેલા સાબુદાણા, જીરા પાવડર, મરી પાવડર નાખી મીકસ કરો.
તૈયાર મિક્સચરના ગોલા બનાવી કટલેટ નો શેપ આપી દો.
નોનસ્ટિક પેન મા કટલેટને બન્ને બાજૂ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવાના.
બસ તૈયાર છે પર્યુષણમાં ખાઈ શકાઈ તેવી બનાના-સાગો કટલેટ.