હાલ ઉનાળાના સમયમાં દરેક વ્યક્તિ અનેક ઠંડા પીણાંની માંગ ઘરમાં કરતાં હોય છે. નાના હોય કે મોટા બધાનેને રોજ કઈ નવું-નવું બનવતા હોય છે. ત્યારે હોટલમાં બનતું આ એક પીનાકોલાડાનું ખૂબ પ્રખ્યાત કોકટેલ આ રીતે ઘરે બનાવો. આ કોકટેલ તે ટોપરું અને અનાનસનું મિશ્રણથી બનાવાના આવે છે.
આ કોકટેલ બનાવા મુખ્ય સામગ્રી :
- ૬૦ એમએલ સફેદ રમ / સોડા
- ૪૫ એમએલ ટોપરાનું ક્રીમ
- ૪૫ અનાનસનો જ્યુસ
- ૧૫ એમએલ લીંબુનો રસ
- ટોપરું
- ૫ -૬ બરફના ટુકડા
આ કોકટેલ બનાવાની રીત :
- સૌ પ્રથમ એક કોકટેલ શેકરમાં અથવા એક તપેલીમાં સફેદ રમ કે સોડા ટોપરાનું ક્રીમ અનાનસનો જ્યુસ લીંબુનો રસ આ બધુ ઉમેરો.
- ત્યારબાદ તેને બરાબર હલાવો
- આ થયા બાદ અંતે તેને કોકેટેલ ગ્લાસમાં ટોપરું તેને બીજા એક ગ્લાસમાં બરફ નાખીને નાખી અને ત્યારબાદ તેમાંકોકટેલ ઉમેરો અને તેને સર્વ કરો.