સામગ્રી :
- ૫૦૦ ગ્રામ ચણાની દાળ
- છીણેલુ નારિયેળ
- આદુ મરચાની પેસ્ટ
- ચપટી હિંગ
- રાઇ
- કોથમીર
- તેલ
- મીઠુ
- ખાવાનો સોડા (અડધી ચમચી)
રીત :
સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મુકો અને સવારે તેનું પાણી નિતારી વાટીને તેમા તેલ અને સોડા નાખી ખૂબ ફીણો, હવે તેમા આદુ-મરચાનું પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. અને આથ્થો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરુને પાથરી વરાળથી બાફી લો. ત્યારબાદ ૧૦ મિનિટ સુધી ઠંડુ કરવા મુકો પછી તેને ચોરસ કાપી લો.એક કઢાઇમાં તેલ લઇ તેમા રાઇ-હિંગનો વખાર કરી તે તેલ ખમણ પર નાખીને હલાવી લો. અને તૈયાર થયેલ આ ખમણને કોથમીર કોપરાનુું છીણ સાથે સર્વ કરો.