Abtak Media Google News

મેકઅપ એ મહિલાઓના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મેકઅપ સાથે આપણે ચહેરાની ખામીઓને સરળતાથી છુપાવીએ છીએ. જો કે, મેકઅપનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તે ખૂબ જ જરૂરી હોય. તેનો ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. જેમ કે કોઈ વ્યક્તિ ડાર્ક સર્કલ માટે કન્સિલરનો ઉપયોગ કરે છે. પણ જેમ તમે કન્સિલરનો ઉપયોગ કરો છો. તમે દર વખતે ડાર્ક સર્કલને છુપાવવા માટે કન્સિલરનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો. પછી તે તમારી આદત બની જાય છે. આ કેમિકલવાળા પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા પર વધુ નુકસાન અને આડઅસર પણ કરે છે. મેકઅપ લગાવવો જેટલો જરૂરી છે. તેટલો જ જરૂરી છે કે દરરોજ લગાવ્યા બાદ તેને યોગ્ય રીતે કાઢવો. જેથી કરીને તમારી ત્વચાને કોઈ નુકશાન ન થાય. તો આ ઘરેલુ ઉપયોને અપનાવીને તમે ચહેરા પરથી મેકઅપ કાઢી શકો છો.

Try home remedies to remove face makeup

ચહેરા પરથી મેકઅપ કાઢવાની સાચી રીત

ઓટ્સનો ઉપયોગ કરી મેકઅપ દૂર કરો

Try home remedies to remove face makeup

ઓટ્સ સાથે બદામ પાવડર અને દહીં મિક્સ કરો. આ પેસ્ટને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને લગાવતી વખતે મસાજ કરો અને ચહેરા પર ઘસો. ત્યારપછી ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો. ત્યારબાદ ઠંડા પાણી ચહેરા પર લગાવો.

નારંગીની છાલ વડે મેકઅપ દૂર કરો

Try home remedies to remove face makeup

ઓર્ગેનિક નારિયેળ તેલમાં નારંગીની થોડી છાલ અને લવંડર તેલના થોડા ટીપાં મિક્સ કરો. આ પેસ્ટને આખા ચહેરા અને ગરદન પર લગાવો. આ પછી ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો. ત્યારબાદ ઠંડા પાણીના છાંટા ચહેરા પર લગાવો.

મેકઅપ ટૂલ્સ હંમેશા સાફ કરો

Try home remedies to remove face makeup

સમય સમય પર સ્પોન્જ, પાવડર પફ અને ખાસ એપ્લીકેટર્સ સાફ કરતા રહો. બેક્ટેરિયા અને અન્ય પ્રકારની ગંદકી દૂર કરવા માટે હળવા ગરમ અને કોઈપણ ફેસવોશનો ઉપયોગ કરો.

આ રીતે પણ મેકઅપને કાઢી શકાય છે.

યોગ્ય ઉત્પાદનનો ઉપયોગ કરો

Try home remedies to remove face makeup

જો તમે મેકઅપને દૂર કરવા માટે તેલ આધારિત મેકઅપ રીમુવર અથવા માઈસેલર વોટરનો ઉપયોગ કરો તો તે વધુ સારું રહેશે. તે તમામ પ્રકારના મેકઅપને સરળતાથી દૂર કરી શકે છે. ખાસ કરીને વોટરપ્રૂફ મેકઅપ. તમે ક્લીન્ઝિંગ ઓઈલ અથવા બામનો પણ ઉપયોગ કરી શકો છો.

આંખનો મેકઅપ દૂર કરવો

Try home remedies to remove face makeup

માઈસેલર વોટર અથવા મેકઅપ રીમુવરની મદદથી આંખોની આસપાસની ત્વચાને સાફ કરો. તેને ભીની કરો અને થોડી સેકંડ માટે આંખો પર રાખો અને ધીમે ધીમે નીચેની તરફ ખસેડીને મેકઅપ દૂર કરો.

ચહેરાના મેકઅપને દૂર કરવા માટે

ચહેરાના મેકઅપને દૂર કરવા માટે આખા ચહેરા પર ક્લીન્ઝિંગ બામ અથવા ક્લિન્ઝિંગ તેલ લગાવો અને હળવા હાથે મસાજ કરો. પછી ચહેરાને ભીનો કરો અને માલિશ કરતી વખતે તેને સાફ કરો. આ પછી ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો.

હોઠનો મેકઅપ દૂર કરવા માટે

Try home remedies to remove face makeup

લિપસ્ટિક દૂર કરવા માટે તમે માઇસેલર વોટર અથવા ક્લીન્ઝિંગ ઓઇલ લો. ત્યારપછી લગાવીને હોઠમાંથી મેકઅપને હળવા હાથે સાફ કરો. વધારે ઘસવું નહીં. સાફ કરવા માટે તમે કોલ્ડ ક્રીમની મદદ પણ લઈ શકો છો.

ડબલ ક્લીન્ઝિંગ કરો

મેકઅપ દૂર કર્યા પછી ડબલ ક્લીન્ઝિંગ કરો. સૌપ્રથમ મેકઅપ રીમુવરથી મેકઅપ દૂર કરો અને પછી હળવા ફેસ વોશથી ત્વચાને સાફ કરો. આ રીતે ત્વચા પરથી તમામ પ્રકારના મેકઅપ દૂર થઈ જશે.

મોઇશ્ચરાઇઝિંગ અને હાઇડ્રેશન

Try home remedies to remove face makeup

મેકઅપ દૂર કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે. તમારી ત્વચા પ્રમાણે સારું મોઈશ્ચરાઈઝર લગાવો અને જો શક્ય હોય તો ટોનરનો પણ ઉપયોગ કરો.

આ બાબતોનું ધ્યાન રાખો

1. મેકઅપ દૂર કર્યા પછી હાઇડ્રેટિંગ મિસ્ટ અથવા સીરમનો ઉપયોગ કરો. આ ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

2. મેકઅપ ઉતારતી વખતે ત્વચાને ઘસો નહીં. તેને હંમેશા હળવા હાથથી ગોળાકાર ગતિમાં સાફ કરો.

3. અઠવાડિયામાં એકવાર હળવા એક્સફોલિએટરનો ઉપયોગ કરો. આમ કરવાથી ત્વચાના છિદ્રો સાફ થઈ જાય છે અને ત્વચાના ડેડ કોષો દૂર થઈ જાય છે.

આ ટિપ્સને અપનાવીને તમે તમારી ત્વચાની યોગ્ય રીતે કાળજી કરી શકો છો. જેનાથી તમારા ચહેરાને કોઈ નુકશાન થતું નથી.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.