ટ્રેડિશનલ કે ક્ધવેન્શનલ લુકમાં વિવિધતા લાવીએ તો વધારે ફરક ન દેખાય, પરંતુ લુકમાં સંપૂર્ણપણે બદલાવ લાવવો હોય અને લોકોનું સો ટકા ધ્યાન તમારા પર રહે એવું ઇચ્છતા હો તો શું કરવું એ જાણી લો
કેટલાક લોકોને લાઇટ મેકઅપ અને એલિગન્ટ ડ્રેસિંગ ગમતાં હોય છે, જ્યારે કેટલાકને ડાર્ક મેકઅપ અને ડ્રેસિંગ ગમતાં હોય છે. જ્યારે પણ કોઈએ ડાર્ક મેકઅપ કર્યો હોય ત્યારે આપણું ધ્યાન તેના પર જાય જ. ોડા સમય પહેલાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ઍરપોર્ટ પર ડાર્ક અટાયરમાં અને એકદમ અલગ લુકમાં નજરે પડ્યો હતો. શાહરુખનો દીકરો છે એટલે સામાન્ય રીતે તેના પર ધ્યાન જવાનું, પરંતુ તેના પર ધ્યાન જવાનું સૌી મોટું કારણ હતું તેનો ગોકિ લુક. જાણો શું છે આ ગોકિ લુક. ગોકિ લુકને ધારણ કરવા માટે ખાસ પ્રકારની લાક્ષણિકતા હોવી જરૂરી છે એવું કહેતાં ફેશન-સ્ટાઇલિસ્ટ સલોની કોઠારી જણાવે છે, આ લુક રહસ્યમય અને સ્ટ્રોન્ગ-હેડેડ લોકો માટે હોય છે. ગોકિ લુકનો ઉદ્ભવ યુરોપિયન અને વિક્ટોરિયન ઈરામાં યો હતો. ક્વીન એલિઝાબેના સમયે લોકો તેમના દેખાવમાં ડાર્ક શેડનો ઉપયોગ કરતા યા હતા. ગોકિ લુકને ઓળખવાનું બહુ આસાન છે. પેલ સ્કિન, જેટ બ્લેક હેર અવા રંગીન વાળ, બ્લેક અવા ડાર્ક મરૂન રંગના હોઠ, પહેરવેશ એકદમ ડાર્ક રંગનો હોય એને ગોકિ લુકમાં ગણી શકાય.
સલોની ગોકિ લુકનો હેતુ જણાવતાં કહે છે, મોટા ભાગે ટીનેજર્સ આ લુકનો પ્રયોગ કરે છે. જે લોકોને બધાી હટકે દેખાવું હોય કે આકર્ષણનું કેન્દ્ર બનવું હોય એ લોકો ગોકિ લુક પ્રિફર કરે છે. મેલ અને ફીમેલ બન્ને આંખમાં ડાર્ક કાજલ લગાવે છે. સ્મોકી આઇઝ મેકઅપ ગોકિ લુક પરી જ પ્રેરિત છે. ગોકિ ક્લોધિંગમાં વેલ્વેટ, લેસ, ફિશનેટ, લેધર, રેક્ઝિન મટીરિયલનો ઉપયોગ ાય છે. વધારે પડતી દોરીવાળાં કપડાં પહેરવામાં આવે છે. વિક્ટોરિયન કાળના ક્લોધિંગમાં ઉપરનું કોર્સેટ પાછળની બાજુએ ક્રિસક્રોસ દોરીવાળું હતું. એ પહેરવાી ઉપરનો ભાગ ઊભરતો દેખાય અને કમર પાતળી દેખાય. વર્ષ ૨૦૧૫માં ઍમેઝોન ઇન્ડિયા કુટ્યુઅર વીકમાં જાણીતા ફેશન-ડિઝાઇનર સબ્યસાચી મુખરજીનું બ્રાઇડલ કલેક્શન ગોકિ ફેશન પરી પ્રેરિત હતું. એ સિવાય મનીષ મલ્હોત્રાના શોમાં શો-સ્ટોપર તરીકે રેમ્પ પર ઊતરેલી ઐશ્વર્યા રાય બચ્ચનનાં આઉટફિટ ગોકિ પ્રેરિત લાગતાં હતાં. ફીમેલ ગોકિ ફેશનમાં નીચેનો ભાગ એકદમ ઘેરવાળો હોય છે અને એમાં બહુ બધા વાયરનો ઉપયોગ તો હોય છે.
બ્રાઇડલ ફેશનમાં પણ ડાર્ક શેડનો ઉપયોગ ઈ શકે ખરો એ સબ્યસાચીના ક્લેક્શન પરી જાણી શકાય. એમાં દુલ્હા અને દુલ્હન બન્ને ડાર્ક શેડમાં હતાં. સલોનીના મત પ્રમાણે બોલીવુડમાં નેહા ધુપિયા સામાન્ય રીતે પણ ગોકિ લુક ધારણ કરતી જોવા મળે છે. એ સિવાય કંગના રનોટ પણ લેધર બૂટ અને ડાર્ક લિપ્સ સો જોવા મળે છે. ગલ્ર્સનો ગોકિ લુક વધારે ઊભરી આવે છે. બોય્ઝનો લુક કેવી રીતે નોંધનીય બનાવી શકાય એ જાણીએ. બોલીવુડના ફેશન-સ્ટાઇલિસ્ટ સલિલકાન્ત જયસ્વાલ કહે છે, ગોકિમાં હંમેશાં ડાર્ક રંગનો ઉપયોગ ાય છે. બોય્ઝના ગોકિ લુકમાં તેમનું ક્લોધિંગ મહત્વનું બની જાય છે. કોર્સેટ, લેધર જેકેટ, લેધર બૂટ્સ અને હેરસ્ટાઇલ મુખ્ય રહે છે. હેરસ્ટાઇલમાં ોડો ફન્કી લુક હોય છે. હેરકટિંગની સ્ટાઇલ પણ જુદી હોય છે. આખા કાળા રંગનાં કપડાં પહેર્યા છે અને એના પર એક નેકપીસ ઉમેરવામાં આવે તો ગોકિનો ટચ આવી જાય. બોય્ઝની ઍક્સેસરીઝ સ્ટડવાળી હોય છે અને એમાં મેટલનો ઉપયોગ વધારે યો હોય છે. એ સિવાય હેટ, રિસ્ટબેન્ડ, સ્ટડવાળાં બૂટનો પણ સમાવેશ ાય છે. બોય્ઝના મેકઅપમાં મુખ્ય ડાર્ક કાજલ અને મસ્કરા હોય છે. ગોકિ એકદમ હટકે ફેશન છે.
ગોકિ લુક
મેળવવા આટલું કરો
ફેશન-સ્ટાઇલિસ્ટ સલોનીની આ ગાઇડને અનુસરીને મેળવી શકશો ગોકિ લુક. ગોકિ લુક એકદમ ડાર્ક અને હેવી હોવાી બધું જ એકસો નહીં કરો. ધીરે-ધીરે આ સ્ટાઇલને તમારા કલ્ચરમાં લાવો. પછી તમને કયા શેડ અને કેવા પ્રકારનો ગોકિ લુક જોઈએ છે એ નક્કી કરો. રોમેન્ટિક ગોકિ માટે વેલ્વેટ મટીરિયલ પર પસંદગી ઉતારવી અને પન્કને મળતા આવતા ગોકિ લુક માટે બોન્ડેજ પેન્ટ (ચેઇન, સ્ટ્રેપ, મેટલ સ્ટડેડ), સ્પાઇક્ડ કોલર (ઊંચા કોલરવાળું) શર્ટ, હેર-એક્સ્ટેન્શન (રંગબેરંગી એક્સ્ટર્નલ વાળ), બૂટ્સનો ઉપયોગ કરવો. ક્લોધિંગની પસંદગી યા બાદ મેકઅપ પર ધ્યાન આપો. સ્કિન પર એકદમ વાઇટ રંગનો બેઝ કરો. જો આંખોનો રંગ બદલવો હોય તો કલર્ડ લેન્સ પહેરો. ત્યાર બાદ મેકઅપ કરો. આંખો પર સૌી વધારે મહેનત લાગશે. ડાર્ક આઇલાઇનર, ડાર્ક કાજલ અને ડાર્ક આઇબ્રો કરવી.