- વિશ્ર્વના સૌથી મોટા માનવ મંદિર(વૃધ્ધાશ્રમ)નો શ્રેય રાજકોટના લલાટે લખવા
- સૌરાષ્ટ્રના વિશ્ર્વનું સૌથી મોટું માનવ મંદિર નિર્માણનો શ્રેય રાજકોટના લલાટે લખાવવા જઇ રહ્યો તેમ સદભાવના વૃઘ્ધાશ્રમ અને દેશમાં 1પ0 કરોડ વૃક્ષો હરીયાળી માટે રાજકોટમાં યોજાનારી મોરારીબાપુની રામકથાનું ર3મી નવેમ્બરે રેસકોર્ષ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. તા. ર4 થી 1 ડિસેમ્બર
સુધી સવારના 9 થી 1.30 કથા રસપાન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
કથાના આયોજનની પૂર્વ તૈયારી માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્ય આયોજક વિજયભાઇ ડોબરીયા, મીતલભાઇ ખેતાણી, કેતનભાઇ પટેલ, જીતુભાઇ કોઠારી, ધીરુભાઇ કાનાબાર, રાજુભાઇ રૂપાપરા દિનેશભાઇ ચોવડીયાએ સહ વિસ્તાર માહીતી આપી સૌરાષ્ટ્ર ભરના માનવ સેવાના હીમાયતિઓને કથાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
1ર વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજા.ઇ હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં પણ આખું ગુજરાત આતુર છે. આ કથામાં કયાંય પણ કચાશ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદભાવના વૃઘ્ધાશ્રમની ટીમ દ્વારા ચીવટતાપૂર્વક કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે. વૈશ્ર્વિક રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે બે લાખ ચોરસફુટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર થઇ ગયો છે. રોજ 1 લાખ લોકો કથા શ્રવણ કરશે અને પ0,000 લોકો ભોજન પ્રસાદ લેશે મોરારીબાપુની સમગ્રપણે 947 મી રામકથા યોજાશે.
રેસકોર્ષ પર મુખ્યસ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવી છે. અને પૂ. મોરારીબાપુના કટઆઉટ મુકવામાં આવ્યા છે કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજનપ્રસાદ લઇ શકે તે માટે 70 બાય 180 ચોરસફુટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. જયાં પ્રસાદ બનાવવામાં આવશે. જયારે ભોજન મંડપ 90 બાય 500 ચોરસફુટનો બનાવાયો છે. જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાહન પાકીંગને લઇને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1પ00 જેટલી કાર તેમજ 15,000 ટુ વ્હીલરનું પાકિંગ થઇ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે.
રેસકોર્સ ખાતે વૈશ્ર્વિક રામકથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 3 હજારથી વધુ કાર્યકરો સેવા આપી રહ્યા છે. વૈશ્ર્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરુ કરાયું છે. જે સવારથી લઇને રાત સુધી ધમધમે છે. સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઇ સીકયુરીટી, વિમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ન્યુઝ ચેનલોમાં સમગ્ર કથાનું જીવંત પ્રસારણ કરાશે. સુંદર વ્યવસ્થા કરવાનું આયોજન શરુ થઇ ગયું છે. આ સાથે અલગ અલગ સમીતીના સ્વયંસેવકોએ પોતાની જવાબદારી ખુબ જ કાળજી પૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ કાર્યો માટે અલગ અલગ પ્રકારની સમીતીઓ જેવી કે પાકિંગ સમીતી, મેડીકલ સમીતી, સ્વચ્છતા સમીત, સેવા કાર્યોના મેનેજમેન્ટ કરવા માટેની સમીતી, મંડપ ડેકોરેશન સમીતી, પાણી વ્યવસ્થા સમીતી, ભોજન વ્યવસ્થા સમીતી તેમજ ઉતારાની ચા નાસ્તા સમીતી બનાવવામાં આવી છે. વૈશ્ર્વિક રામકથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરુ થઇ ચુકી છે. કથા શ્રવણ કરવા આવનારા લોકો માટે સેલ્ફીઝોન પણ બનાવવામાં આવ્યો છે. પોતાના નામ જોગ વિડીયો સંદેશ અને આમંત્રણ આપી શકશે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ પ0 હજાર લોકો ભોજન પ્રસાદ લેશે એ માટે ખાદ્ય પદાર્થોની યોગ્ય ચકાસણી તેમજ સફાઇનું પુરતુ ઘ્યાન આપવામાં આવશે.
- સદભાવના વૃઘ્ધાશ્રમના નિર્માણ અને દેશમાં 150 કરોડ વૃક્ષોની હરીયાળીના સદ્ભાવના સંકલ્પને મળશે રામકથાના આશિર્વાદ
- નિ:સંતાન, નિરાધાર, પથારીવશ
- અને કેન્સરગ્રસ્ત વડીલો માટે આજીવન નિ:શુલ્ક રહેવા માટેની સુવિધારૂપ સદ્ભાવના વૃદ્વાશ્રમ ખરા અર્થમાં માનવ મંદિર
- રાજકોટ ખરા અર્થમાં રામમય બનશે
સદભાવના વૃઘ્ધાશ્રમના માર્ગદર્શન સંરક્ષક આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ મહાસભાના કન્વિનર, સેક્રેટરી ધર્માચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજી જણાવે છે કે રાજકોટની વૈશ્ર્વિક રામકથા ભકિત, પ્રસાદ, અને સેવાનો ત્રિવેણી સંગમ છે. સર્વધર્મ સમભાવ માટે આ શ્રેષ્ઠ મોકો છે. 1ર વર્ષ બાદ રાજકોટમાં યોજાઇ રહેલી પૂ. મોરારીબાપુની વૈશ્ર્વિક રામકથાના સૌ કોઇને જોડાવવા, પુણ્યના યજ્ઞમાં આહુતિ આપવા આહાન છે. વૃઘ્ધાશ્રમ એ આવકાર્ય વ્યવસ્થા નથી. પરંતુ રાજકોટ ‘રામકોટ’ છે ત્યારે નિ:સંતાન, પથારીવશ, બીમારીથી પીડાતા વડીલો આંગણે આવે તો ના તો ન જ પડાય, રાજકોટ તો સેવાનગરી છે. કદાચ સદભાવના વૃઘ્ધાશ્રમના વિશાળ વૃક્ષારોપણ ના પગલે ઠેર ઠેર સારો વરસાદ વરસ્યો હોય તેવું પણ બને. વૃક્ષોએ તો પાણીનો વિકસ પ્રશ્ર્ન સોલ્વ પણ પણ કર્યો છે. સંસ્થાનો આખા ભારતમાં વૃક્ષો વાવવાનો સંકલ્પ સરાહનીય છે. વૃક્ષો અને વડીલોની સેવાર્થે થઇ રહેલ મહાન કાર્ય સમી વૈશ્ર્વિક રામકથામાં સૌ કોઇ તન, મન, અને ધનથી સેવા આપતા કટિબઘ્ધ બને છે તે જરુરી છે. કસરત, યોગ, પ્રાણાયામ પછી એક નવો યોગ છે જે સેવાયોગ છે. અત્યારે માણસમાં સંપતિ આવી ગઇ છે પણ સમૃઘ્ધિ આવી નથી. કોઇ માણસ બીજાના દુ:ખમાં દુખી ન થાય એ તો સમજયા પણ બીજાના સુખમાં સુખી થનારાઓની પણ સંખ્યા ઘટતી જાય છે. એવા સમયે આપણે એવું આશ્રમ બનાવીએ કે ભારતના સંતાનોને પોતાના માતા પિતાની સેવા કરવાની તો પ્રેરણા મે જ પણ અન્યના માતા પિતાની પણ એ સેવા કરી શકે એવા એના સંસ્કાર બને.
રામકથાના ભાવિકો માટે ખાસ વ્યવસ્થા
સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને શહેરીમાંથી રાજકોટ વૈશ્ર્વિક રામકથામાં ભાગ હોવા આવનાર શ્રાવકો માટે વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બધા લોકો લાભ લઈ શકે. બસ વ્યવસ્થા 21 નવેમ્બરે બપોરે 2.30 વાગ્યે અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 8.30 વાગ્યાથી સખવામાં આવી છે.
બસ નંબર 1 મવડી ઝખરાપીરના મંદિરથી શરૂ કરો, મવડી ગામ, બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બીગબજાર, કે.કે.વી હોલ, સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ થઈને રેસકોસ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર-ર – પીડીમાલવીયાથી ગોકુલધામ, સ્વામી નારાયણ ચોક, આનંદ બગલા ચોક, ત્રિશુલચોક (લક્ષ્મીનગર),વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક થઈને રેસકોસ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 3. કોઠારીયાથી શરુ કરી કોઠારિયા ગામ, રમુજા મંદિર, કોઠારીયા ચોકડી, નંદા હોલ, નીલકંઠ ટોકીઝ, સોરઠીયા વાડી ચોક, ભક્તિનગર સર્કલ, સત્યવિજય આઈસ્ક્રીમ, મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ થઈને રેસકોસ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 4: જીવરાજ પાર્કથી શરુ કરી શાસ્ત્રીનગર નાનામોવા સર્કલ, રાજનગર ચોક, લક્ષ્મીનગર ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જો બસ નંબર પ: માધાપર ચોકડીથી શરુ કરો માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક નાણાવટી ચોક, રૈયા ચોકડી થઈને રેસકોસ ર્ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 6. ઉપલા કાઠા વિસ્તારથી શરુ કરી સમદેવપીર મંદિર, ભગીસ્થ સોસાયટી (સંતકબીર રોડ), ત્રિવેણી મેઈટ (સતકબીર સેડ), જલગંગા ચોક (સંતકબીર રોડ), ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાન સર્કલ(પેડક રોડ), રણછોડબાપુ આશ્રમ(કુવાડવા રોડ), પારેવડી ચોક (બેડીપરા) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 7 રેલનગર પેટ્રોલ પંપ પાસે ત્યારબાદ આસ્થા ચોક (રેલનગર), આંબલીયા હનુપાન (જકશન), પેટ્રોલ 55 (પુલના ખુણા પાસે) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે’
પૂ.મોરારિબાપુની કથા યાત્રા 1976થી શરૂ
ે પૂ. મોરારીબાપુની સૌ પ્રથમ વિદેશની સફર કેન્યાના નેરોબીમાં 1976માં થઈ હતી તે સમયે બાપુની ઉંમર માત્ર 30 વર્ષની હતી. પૂ. મોરારીબાપએ સૌપ્રથમ માટીના બનેલા એક વ્યાસ પીઠ પર શ્રી રામનો ફોટો રાખીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું અને શરુ શરુ માં તે જગ્યાએ એક પાણી પીવાની પરબ પાસે તરસ્યા લોકો પાણી પીવા આવતા તે લોકો બેસીને કથા સાંભળતા આજે તે જગ્યાએ ગામના લોકોએ મળીને એક હનુમાન મંદિર બનાવ્યું છે અને તેને નામ આપ્યું છે રામ વાડી પૂ મોરારિબાપુની પ્રસિઘ્ધીનું પ્રમાણ મેળવવા માટેનો એક પ્રયાસ કરીએ તો કહેવાય છે. છે કે તુલસીલસ લિખિત સમચરિતમાનસ માં લગભગ 1000 થી વધુ શ્લોક છે અને દરેક શ્લોકમાં 16 થી 18 લાઈન છે. એટલે કે પૂ મોસરિબાપુએ 12 વર્ષની ઉમરે 15000થી પણ વધુ લાઈનને યાદ કરીને કઠસ્થ કરી હતી. અને દરેક લાઈનને સમજી હતી પૂ.મોરારિબાપુનું માનવું છે કે સ્વાસ્થ્યા, ભણતર અને ભોજન એ વિનામૂલ્યે મળે તો દુનિયાનો કોઈ પણ મુસીબતને પહોંચી શકાય. આ ત્રણ જરૂરિયાતનાં વેપાર ન થવો જોઈએ
રામકથાની તૈયારીઓની હાઇ લાઇટ
રામકથામાં આવવા-જવા માટે રાહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સોટી બસ સેવા ઉપલબ્ધ, વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતના હજારો રામકથા પ્રેમીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ છે , 3000 થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.,
થેલેસેમીયા મુક્ત સમાજ બની શકે તે માટે કથામાં ઐતિહાસીક વ્યવસ્થા પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ દરરોજ યોજાશે, સમગ્ર કથા મંડપને સીસીટીવ કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવય તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે, એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ-સ્તરના આબાલ વૃધ્ધ, ગરીબ-તવગર તૌ કથા શ્રાવકો માટે હરીહરનું આયોજન, રામકથામાં વ્યસન મુક્તિ અભિયાનમાં હજારો લોકો વ્યસન મુક્ત બનશે, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, શાકાહાર, ગૌસેવા-જીવદયાના હજારો સંકલ્પ પત્રો લોકો ભરશે.
રામકથાના સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવો લેશે ધર્મલાભ
વૈશ્ર્વિક રામકથામાં સંતો, મહંતો સહિત વિવિધ મહાનુભાવો હાજરી આપશે. જેમાં ર3 નવેમ્બરે ભાગવત કથાકાર ભુપેન્દ્રભાઇ પંડયા, કૃષ્ણમણી મહારાજ, રાજયપાલ આચાર્ય દેવવ્રત, ર6 નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ.પૂ. અવધેશાનંદજી મહારાજ, ર6 થી 30 નવેમ્બર દરમિયાન પ.પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પંતજલી યોગ વિદ્યાપીઠના પ.પૂ. સ્વામી રામદેવજી, 29નવેમ્બરે વેદાંતી વિચાસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક પ.પૂ. ચિન્મયાનંદ સ્વામીજી, પ.પૂ. ગીતામનીષી સ્વામી જ્ઞાનાનંદજી, પ.પૂ. પદ્મશ્રી દત્ત પદ્મનાભ પીઠ ગોવાના વર્તમાન પીઠાધીશ્ર્વર પ.પૂ. સદગુરુ બ્રહ્મેશાનંદાચાર્યજી એસ.જી.વી.પી. ગુરુકુળ અમદાવાદના પ.પૂ. માધવ પ્રિયદાસજી, બાઘેશ્ર્વર ધામના પ.પૂ. ધીરેન્દ્ર શાસ્ત્રીજી એલ.વી. સુબ્રમણ્યમ પૂર્વ ચીફ સેક્રેટરી (આંધ્રપ્રદેશ સરકાર) સહિતનાઓ હાજરી આપશે.