નિર્માણકાર્ય અનુભવી કંપનીને સોપવા ટ્રસ્ટની માંગ
રોપ-વેનું નિર્માણ જૂની ટેકનોલોજી અને બિન અનુભવી કંપની દ્વારા થાય તો દર્શનાર્થીઓના જીવનું જોખમ
ચોટીલા માતાજી ડુંગર ટ્રસ્ટની કંપની વિરુધ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગરે રોપ-વે કામગીરીની ગતિવિધી તેજ બની છે. યાત્રાળુઓને ખૂબ ટૂંકાગાળામાં રોપ-વે સેવા ઉપલબ્ધ કરાવવા સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. જેને લઇને યાત્રિકોમાં ઉત્સાહ પ્રવતર્યો છે. પરંતુ રોપ-વેનું નિર્માણ કાર્ય જે કંપની સોંપવાનો નિર્ણય લેવાયો છે. તે બિનઅનુભવી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટે કંપની વિરૂધ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. આ અંગે ટ્રસ્ટની ફરિયાદ છે કે અગાઉ જે કંપની પાસેથી રોપ-વે પ્રોજેક્ટનો ડ્રાફ્ટ ઓર્ડર પરત લેવાયો હતો. તેને જ ફરી રોપ-વે માટેનો ડ્રાફ્ટ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જેમાં મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી નથી.ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા પહેલેથી જ દર્શનાર્થીઓ માટે સગવડતારૂપ રોપ-વેની તરફેણમાં છે આ બાબતે મુખ્યમંત્રીનો પણ મંદિરના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ મળી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
પરંતુ જે કં5નીને આ રોપ-વેનું કામ સોંપવામાં આવ્યું છે તે કંપનીને આ કામનો કોઇ અનુભવ નથી અને આધુનિક પણ નથી જેના કારણે જ અગાઉ પણ જે-તે સમયે સરકાર દ્વારા આ કંપનીનો ડ્રાફ્ટ નામંજૂર કરવામાં આવ્યો હતો. રોપ-વેનું નિર્માણ જૂની ટેકનોલોજીથી અને બિનઅનુભવી કંપની દ્વારા થાય તો યાત્રાળુઓના જીવનું જોખમ પણ રહેલું છે.
આ અંગે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ મહંત પરિવારના અમૃતગીરી બાપુ જણાવે છે કે ચોટીલા ડુંગર પર રોપ-વે બનાવવાના સરકારના નિર્ણયને અમે સંપૂર્ણ સહકાર આપીએ છીએ પરંતુ અમારી સરકારને વિનંતી છે કે દર્શનાર્થીઓ માટે બનાવવામાં આવી રહેલો રોપ-વે સારી ટેકનોલોજી વાળો હોવો અતિ મહત્વનું છે જેથી દર્શનાર્થીઓના જાન-માલને કોઇ નુકશાન ન પહોંચે અંતમાં સરકાર ભક્તજનોની લાગણી સમજી રોપ-વે નિર્માણનું કાર્ય સારી કં5નીને આપે તેવી ટ્રસ્ટ અને મહંત પરિવારની માંગણી છે.