શિવાનંદ હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન અને રાહત દરે સર્જરીનો કેમ્પ યોજાયો.
સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવાનંદ મિશન મલ્ટીસ્પેશ્યાલીટી ચેરીટેબલ હોસ્પિટલ ખાતે તાજેતરમાં વિનામૂલ્યે નિદાન તથા રાહત દરે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ ઠકકરના જન્મ દિવસની ઉજવણી નિમિતે યોજાયેલા આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોસર્જન, ઓથોપેડીક સર્જન તથા ગાયનેકોલોજીસ્ટ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે તપાસ યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ જરુરીયાતવાળા દર્દીન રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે એમ ટ્રસ્ટના પ્રમુખ જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રોજેકટ ચેરમેન જાણીતા યુરોલોજીસ્ટ ડો. સુશીલ કારીઆની યાદીમાં જણાવાયું હતું.
હોસ્પિટલના પ્રોજેકટ ચેરમેન જાણીતા યુરોલોજીસ્ટ ડો. સુશીલ કારીઆએ જણાવ્યું હતું કે શિવાનંદ હોસ્પિટલના ખાતે હાલ ફિઝીશ્યન ડો. રાજીવ મિશ્રા, ગાયનેકોલોજીસ્ટ ડો. શ્વેતા ત્રિવેદી, બાળકોના રોગના નિષ્ણાંત ડો. મહેશ મહેતા વગેરે તબીબો ફુલટાઇમ ઉપબલ્ધ છે. અદતન આઇ.સી.સી.યુ. પણ રાહત દરે ઉપલબ્ધ છે. આ ઉપરાંત જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી, મુત્રાશયના રોગના નિષ્ણાંત જાણીતા યુરોસર્જન ડો. સુશીલ કારીઆ, પ્લાસ્ટીક સર્જન ડો. ભૌમિક ભાયાણી, પેટ આંતરડા સર્જન ડો. ઉમંગ શુકલ, સ્ત્રી રોગના નિષ્ણાંત ડો. હિના પોપટ, ઓથોપેડીક સર્જન ડો. નીતીન રાડીયા વગેરે વિવિધ રોગના નિષ્ણાંત તબીબોની સેવા નિશ્ચિત કરેલ દિવસે ઉપલબ્ધ છે.
કેમ્પના આયોજન માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. રાજેન્દ્ર ત્રિવેદી, પ્રોજેકટ અઘ્યક્ષ ડો. સુશીલ કારીઆ, ડો. સુખવાલ ડો. ભૌમિક ભાયાણી, ભરતભાઇ ગંગદેવ, મિહિર ત્રિવેદી, પ્રતાપરાય ભટ્ટ, ઘનશ્યામ ઠકકર સહીતની ટીમ કાર્યરત હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com