અમેરિકા ગાજયું એવું વરસ્યું નહિ, બેફામ બણગાં ફૂંકી અંતે તો પાણીમાં જ બેસી ગયું
રશિયા- યુક્રેન યુદ્ધની મડાગાંઠ હજુ ઉકેલાયા તેવું લાગતું નથી. એક તરફ રશીયાની આક્રમક નીતિ તો બીજી તરફ યુક્રેન માટે યુદ્ધની એક ઘડી પસાર કરવી અઘરી બનતી જાય છે. યુક્રેન અને રશિયાનો આ વિવાદ તાત્કાલિક ઉભી થયેલી સમસ્યા નથી, રશિયાને યુક્રેનના સત્તાધીશસોનું અમેરિકા, બ્રિટન અને યુરોપિયન સંઘ તરફનું વધતું વલણ લાંબા સમયથી ખટકતું આવતું હતું.અલબત્ત યુક્રેનના પૂર્વ સત્તાધીશો રશિયા સાથે એક સંતુલિત અંતર જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. પરંતુ વર્તમાન શાસકો એ સંતુલિત અંતર રાખવામાં થાપ ખાધી અને રશિયાને લાંબા સમયથી જે તકની રાહ હતી.
તે મળી ગઈ. હવે તીર કમાનમાંથી નીકળી ચૂક્યું છે. યુક્રેનને નાટો, અમેરિકા, બ્રિટનના સહકારની જે અપેક્ષા હતી. તેમાં ભરોસાની ભેંસને પાડો જ હોય, તેઓ ઘાટ થયો છે.અમેરિકા અને બ્રિટન યુક્રેનને રણમેદાનમાં સાથ આપવાથી પાછી પાની કરી ચૂક્યું છે આ પરિસ્થિતિ યુક્રેન માટે જ નહી, વિશ્વના દેશો માટે આંચકાજનક છે યુક્રેનને ભરોસો ભારે પડી ચૂક્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે યુક્રેન રશિયા સામે જાજી વાર ટકી શકે તેમ નથી. અપેક્ષિત મદદ મળે તેમ નથી ઓછામાં ઓછું નુકસાન સહન કરવું હોય તો હવે શરણાગતિ સિવાય છૂટકો નથી.
બીજી તરફ વિશ્વના દેશોને ભૂતકાળના વિશ્વયુદ્ધનો કરવો અનુભવ છે કોઈને અત્યારે યુદ્ધ પાલવે તેમ નથી. અમેરિકા અને બ્રિટન યુક્રેનને મદદ આપવાની ફર માં ક્યાંકને ક્યાંક થાપ ખાઈ ગયા છે તે વાત હકીકત છે, રશિયાને આ સ્થિતિ નો અગાઉ ખયાલ હશે તે વાત માની લઈએ તો પણ રશિયાએ જે રીતે યુક્રેન પર લશ્કરી કાર્યવાહી કરી છે તેનો સંયુક્ત રાષ્ટ્રસંઘે વિરોધ કર્યો છે પરંતુ આ વિરોધ અત્યારે અમેરિકા અને બ્રિટન અને નાટોના દેશોએ યુક્રેનને સહકાર ન આપવાના દાખવેલા વલણથી બેઅસર બની ગયો છે. યુક્રેનને ભરોસો ભારે પડી ચૂક્યો છે તે હકીકત છે