રાષ્ટ્રીય સુરક્ષાને ઘ્યાને લઇ ટીકટોકને અમેરિકી કંપનીને વહેંચી દેવા ટ્રમ્પે જણાવ્યું
ચાઇનીઝ એપ્લીકેશનોનો વિરોધ ભારતભરમાં થયો હતો ત્યારે ભારત દ્વારા ટીકટોક સહિતની ઘણી એપ્લીકેશનને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. ત્યારે હવે અમેરિકાએ પણ ચાઇનીય એપ્લીકેશન ટીકટોકને અમેરિકી કં૫નીને વહેંચી દેવા હુકમ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર ટીકટોકએ અમેરિકી યુઝર્સના ડેટાને ચોરી થવાની તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના મુદાને કારણે આ નિર્ણય કરાયાનું જણાવ્યું હતું.
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઇનીઝ કંપની બાયડાન્સ લિમિટેડને તેની માલીકીના વેચાણ અંગેના આયોજન પડતા મુકી અમેરિકા સ્થિત વિડિયોએપ અને લોકપ્રિયતાના શિખરોસર કરતી ટિકટોકને હસ્તગત કરવાની તજવીજ હાથ ધરી છે.
અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમી પરિસ્થિતિના નિર્માણની દહેશતને પગલે શુક્રવારે અમેરિકાએ લીધેલા એક મહત્વના નિર્ણય અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે.
ચાઇનીઝ એપ્લીકેશન પર નિયંત્રણ માટે ટ્રમ્પે આ નિર્ણય લીધો હતો. વ્હાઇટ હાઉસ અને ટ્રેર્જરી વિભાગના પ્રવકતાએ તાત્કાલીક ધોરણે હજુ કોઇ પ્રતિક્રિયા આપી નથી. ટિકટોકે પણ કોઇ નિવેદન જારી કર્યુ નથી. ટિકટોકના પ્રતિસ્પસ્ધી ગણાતા સ્નેયઇન્ડને આ મુદ્દે સૌથી વધુ લાભ થશે. અમેરિકામાં ટિકટોકનું પ્રભુત્વ ઘટે તો સેન્ટામોનિકા, કોલિફોર્નિયા સ્થિત, કંપનીને ૨૨.૮ ડોલર, ન્યુર્યોકની ભાગીદારીને સીધો લાભ મળે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
બાયડાન્સ દ્વારા ૨૦૧૭ માં મ્યુઝીકલ ઇન્ડનું નિર્માણ કર્યુ હતું. અને તે ટિકટોક સાથે મર્ઝ થઇ હતી અને અમેરિકામાં તેણે સોશ્યલ મીડીયા ક્ષેત્ર ભારે સારો પ્રતિભાવ ઉભો કર્યો હતો. આ જોડાણથી પ્રથમ ચાઇનીઝ એપ્લીકેશનનો અમેરિકામાં પગપેસારો થયો હતો.
અમેરિકામાં ટીકટોક દિવસે દિવસે ખુબ જ લોકપ્રિય બન્યું હતું. હવે અમેરિકાને ચીનની આ એપ્લીકેશનના વધતા જતા પૅભાવ અંગે ચિંતા ઉભી થઇ છે. અમેરિકાના નાગરીકોની ગુપ્ત વિગતોનો ઉપયોગ ચીન કરે તેવી દહેશતના પગલે શુક્રવારે અમેરિકાની રોકાણ સમિતિએ અમેરિકાના દરીયાપારના વ્યાપાક વ્યવહારના રોકાણના સંદર્ભમાં જારી કરેલા અહેવાલમાં ૨૦૧૯ પછી તેમાં ઘણી ખોટ આવીહોવાનું નોંઘ્યું હતું.
ટીકટોક હવે અમેરિકા અને ચીન વચ્ચે રાજકિય સંઘર્ષનો મુદ્દો બની ગયો છે. અમેરિકન સુરક્ષા અધિકારીઓ ચીનનીઆ એપ્લીકેશનને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે તેનો ઉપયોગ જોખમી માની રહ્યા છે. ટ્રમ્પે અગાઉ જ ટીકટોક સામે સવાલો ઉભા કર્યા હતા. કોરોના વાયરસની કટોકટીનો ઉકેલ આવ્યા બાદ ટીકટોકનો મુદ્દે હાથ ઉર લેવાનું ટ્રમ્પ સરકારે નકકી કર્યુ હતું. ટીકટોક તેના હરિફો ફેસબુક સહિતના સોશ્યલ પ્લે ગ્રાઉન્ડ સામે ટકકર લઇ રહ્યું છે. ટ્રમ્પે આ અગાઉ પણ ટીકટોક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી.
ટીકટોકના ઘણાં વપરાશકારોએ ટ્રમ્પના રાજકિય પ્રચાર સામે ઝુંબેશ શરુ કરી હતી અને ૨૦૨૦ના ચુંટણી પ્રચારમાં નકારાત્મક માહોલ ઉભો કર્યો હતો. ટીકટોકે ચીનના માલીકી અંગે અને ડેટાની ચોરીનો જોખમની દહેશત પ્રર્વતી રહી છે. ચીનનું આ સર્વરનું સંચાલન સ્વાયત્તા રીતે
બાયડાન્સના સી.ઇ.ઓ. તરીકે વોલ્ટ ડિઝની કંપનીના કેવિન મેયરને અમેરિકામાં તેના સંચાલન માટે નિયુકત કરવામાં આવ્યા છે.
ટીકટોક હવે અમેરિકાનો ધંધો વિઝીત કરવા માટે ચીન પોતાના સંબંધમાં અંતર રાખીને અમેશ્રિકામાં જ તેની વિશ્ર્વસનીયતા વધારવા માટે ચીનમાં તેના ડેટાસ્ટોર ન રાખી અમેરિકામાં જ તેનો ડેટા બેંક બનાવવામાં રૂચી દાખવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની બાઇડાન્સને ટીકટોક અમેરિકાને વેચી દેવા ઓફર કરી છે.