૨૦૦થી વધુ યુનિવર્સિટીઓએ અદાલતમાં ટ્રમ્પ સામે એલાન-એ-જંગ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ બગાડનારો ટ્રમ્પનો નિર્ણય પરત લેવાયો
સ્ટૂડન્ટ વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે વિવાદિત નિર્ણય લીધો હતો તેને આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ખેંચવો પડ્યો છે. જેમાં યુએસની ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઓનલાઈન કલાસિસનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમના વીઝા પાછા લઈ લેવામાં આવશે.
અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને લઇને ટ્રમ્પ સરકારે વિવાદિત નિર્ણય લીધો હતો. જેના કારણે અમેરિકામાં ભણતા ભારતિય સહિત વિદેશી વિદ્યાર્થીઓ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓએ સરકાર વિરુધ્ધ કાનૂનનો સહારો લીધો હતો. અને ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સે ૬ જુલાઈએ લીધેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો.
શૈક્ષણિક સંસ્થાઓએ કહ્યું કે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તો લોકોને વ્યકિતગત રૂપે જ નહીં પણ આર્થિક રીતે પણ નુકસાન ઉઠાવવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓને તેમના વતન પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે હવે ટ્રમ્પે નિર્ણય પરત ખેંચતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
અમેરિકામાં ટ્રમ્પ પ્રસાશને વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ પાછા મોકલવાનાં કરેલા નિર્ણયના પગલે યુનિવર્સિટીઓએ ટ્રમ્પ શાસનના આ નિર્ણય સામે સંયુકત રીતે અદાલતના દ્વાર ખખડાવીને દાવો કરી વિદેશી વિદ્યાર્થીઓને પરત મોકલી દેવાનાં નિર્ણયનો વિરોધ કર્યો છે. જોકે આ વિરોધ વ્યકિતગત ધોરણે નહિ પરંતુ સામુહિક ધોરણે લેવાયેલા નિર્ણય સામે કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કેસ સમગ્ર અમેરિકાની યુનિ.ઓ દ્વારા પોતાના આંતરરાષ્ટ્રીય હિતો અને સંગઠન અને વ્યવસાયના વિરોધમાં આ નિર્ણય ગણીને તેની વ્યવસાયના વિરોધમાં આ નિર્ણય ગણીને તેની સામે લડત આરંભી હતી.
મેસાચ્યુસેટસ અદાલતમાં સરકારના આ નિર્ણયમાં રાહત માટેની એક ફરિયાદમાં એમએલટી અને હાવર્ડ યુનિ. દ્વારા ટ્રમ્પ પ્રશાસન અને આઈસીઈ દ્વારા અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓને કોરોનામહામારી સમયે માત્ર ઓનલાઈન અભ્યાસ માટે જ અમેરિકામાં ન રહી શકે તેવી જાહેરાતને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વ્યવસ્થાને મોટાપાયે અસર કરી છે. અને તેમની શૈક્ષણીક સંસ્થાઓને જોખમમાં મૂકી દીધી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આ ઘોષણાને પગલે અમેરિકામાં અત્યારે કોઈપણ શૈક્ષણીક વિકલ્પ ન હોવાને કારણે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકા છોડવું પડે તેવી પરિસ્થિતિ અને સેમિસ્ટર શરૂ થયા પછી કેટલાક વિદ્યાર્થીઓ કેમ્પસમાં રહે છે. અને યુનિ.માં જવા માટે સમર્થ નહોતા
દેશના હિત માટે આવું કરવું જરૂરી છે. આ પરિસ્થિતિમાં માત્ર ઓનલાઈન શિક્ષણ લેવા માટે પોતાના દેશ અને વતન જવું એ અસંભવ: અવ્યવહારૂ અને ખૂબજ ખર્ચાળ હોવાના મુદે સરકાર સામે આ અંગે અદાલતમાં દાદ માંગવામાં આવી હતી.
અમેરિકામાં અત્યારે કોરોના કટોકટીને પગલે સમગ્ર દેશમાં હેલ્થ ઈમરજન્સી જેવી પરિસ્થિતિ પ્રવૃત્તિ રહી છે. અત્યારે દેશમાં કોવિડ ૧૯ના સામાજીક સંક્રમણ અને માનવ માનવમાં ચેપ ફેલાવવાની ઝડપ તીવ્ર છે. ત્યારે વર્ગ ખંડોમાં વિદ્યાર્થીઓનું પાસે પાસે બેસવું જોખમી છે. એમ સંક્રમણ જ સુપરસ્પ્રેડર બની શકે છે. અને યુનિ. ઓજ માત્ર નહિ આસપાસ રહેનારાઓ અને વિદ્યાર્થીઓનાં સંપર્કમાં આવનાર તમામ લોકો પર અત્યારની પરિસ્થિતિ જોખમી બની શકે.
વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડવા જોખમી બની જાય તેવી પરિસ્થિતિ છે જોકે એમઆઈટીએ વર્ગોની સંખ્યા ૪૦% જેટલી સિમિત બનાવી છે. આ કારણે વિદ્યાર્થીઓની સંખ્યા અને સીનીયર વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરી છે. અમેરિકાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કાયદો શૈક્ષણીક જગત માટે ઘાતકી અને તેને પડતો મૂકવો જોઈએ. ટ્રેમ્પ સરકાર સામે એમઆઈટી અને હાવર્ડ યુનિ.એ અદાલતમાં દાવો દાખલ કર્યો છે તેમા અમેરિકાની અન્ય સંસ્થાઓ, યુનિ.ઓ સાથે આવી રહી છે. અને આઈટીસીના માપદંડો સુધારવા અને વિદ્યાર્થીઓને પરત ન મોકલવાની માંગણી જોડાયા છે. એમઆઈટીના પ્રેસીડેન્ટ રાફેલ રઈફે જણાવ્યું હતુ કે અમારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે તેમના વિઝા, તેમના આરોગ્ય, તેમના પરિવાર અને એમઆઈટીની ડિગ્રી મળે ત્યાં સુધી શિક્ષણ ચાલુ રાખવા મુદે અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે આ પ્રશ્ર્ન મુકે પરંતુ અચુક પણે ઉકેલવા લાયક છે. શું? મારે આ બધી વસ્તુઓ સ્વીકારવી તો તેનો જવાબ ‘હા’માં હશે.
એમઆઈટીમાં વિશ્ર્વભરનાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આવે છે. અમેરિકામાં ભણવું દરેક વિદ્યાર્થીઓ સામે સપનું અને જિજ્ઞાસા છે. ઉંચુ શિક્ષણ મેળવવા માટે પરિવારથી દૂર હજારો કિ.મી.નું અંતર કાપીને અહી ભણવા આવનાર વિદ્યાર્થીઓ જ અમેરિકાની ખરી તાકાત છે. તેમ રઈફે લખ્યું હતુ.
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓને ભણાવાની યુનિ.ની સંધ્યા ૫ હજાર આસપાસ છે. આવી યુનિ. અને કોલજોમાં અત્યારે ૧૦ લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લાંબા સમયથી અમેરિકાની ખરી શકિત અને તાકાત બની છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસનમાં ઈમિગ્રેશનના કડક નિયમોના કારણે આવા વિદ્યાર્થીઓને અમેરિકાથી દૂર લઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. અમેરિકામાં કામ અને અમેરિકાની નાગરીકતા વિદેશી વિદ્યાર્થીઓ લઈ જાય છે. અને છેવટ તે અમેરિકાના હિતને હણે છે. તેવી પ્રશાસનની માન્યતા ને લઈને આ વાત વધુ ગુંચવાણી હતી.
અમેરિક્ધી મોટાભાગની શૈક્ષણીક સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઉદાર વલણ અને ટ્રમ્પ સરકારના આ નિર્ણયમાં છૂટછાટ અને ઉદારભાવનું વલણ રાખે છે. અમેરિકામાં લગભગ ચાર લાખ જેટલા ચીનન વિદ્યાર્થીઓ ભણે છે. અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે જે પરિસ્થિતિ પ્રવર્તે છે. તેમાં ચીન વિશ્ર્વ કક્ષાએ પોતાની તરકકી માટે બેઈજીંગે પોતાના એજન્ટ તરીકે ૫ લાખ વિદ્યાર્થીઓને મોકલ્યા હોવાનું માનવામાં આવે છે.