મહાસત્તાના ‘મહારથી’ કોણ??
ચૂંટણી પરિણામો બાદ અમેરિકામાં હિંસાની આશંકા; રાત્રે ડોનાલ્ડ ટ્રંપનું રાષ્ટ્રજોગ સંબોધન
જાણો ક્યા રાજ્યમાં કોણ આગળ?
વિશ્વની સૌથી જૂની લોકશાહી ચૂંટણી જીતવા અમેરિકામાં ૨૭૦ જાદુઈ આંકડો; ૨૮૫ ઈલેકટ્રોરલ વોટની સાથે ટ્રંપજીતની પુરી શકયતા
મહાસત્તાના ‘મહારથી’ કોણ બનશે ? તે પર દુનિયાભરનાં દેશોની મીટ મંડાઈ છે. વિશ્વની સૌથી જૂની લોકશાહીના ચૂંટણીપર્વમાં અમેરિકનોના મતદાન બાદ પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જો બિડેનની જોરદાર ટકકર છતાં અમેરિકામાં ‘ટ્રંપકાર્ડ’ યથાવત રહે તેવી શકયતા છે. જોકે, જો બિડેનને સતત બઢોતરી મળી રહી છે. પરંતુ રિપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રંકનો વોટશેર વધુ છે. આથી વિશ્વના મહાસતા દેશ અમેરિકામાં ટ્રંપનું પાન્નું ફરી ચાલે તેવી અટકળો છે. કેલિફોર્નિયા, ફલોરિડા સહિતના દેશો ગેમ ચેન્જર તરીકે સાબિત થઈ શકે છે. વિશ્વની સૌથી જૂની લોકશાહીના ચૂંટણી જીતવા અમેરિકામાં ૨૭૦નો આંકડો જાદુઈ આંકડો ગણાય છે. ૨૮૫ ઈલેકટ્રોરલ વોટની સાથે ટ્રંપની જીતની પૂરી શકયતા છે.
અમેરિકામાં કુલ ૫૦ રાજયો છે. મહાસત્તાના મહારથી બનવા ટ્રંપ અને બિડેનને બહુમત ૨૦૦ ઈલેકટ્રોરલ વોટની જરૂર છે.જેમાંથી ૧૧૨ ઈલેકટ્રોરલ વોટની સાથે બિડેન ટ્રંપને કાંટાની ટકકર આપી રહ્યા છે જયારે ૧૧૩ ઈલેકટ્રોરલ વોટની સાથે ટ્રંપ પાછળ છે. પરંતુ અમેરિકાના ન્યુજર્સિ, ફલોરિડા, કેલિફોર્નિયા જેવા મહત્વના પાંચ રાજયો સમગ્ર બાજી પલ્ટી શકે છે.
ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બિડેને ન્યુમેકિસકો, મૈસાચુસેટસ, ન્યુજર્સી, મેરીલેન્ડ, વર્મોટ, કનેડિકટ, ડેલાવેયર, કોલોરાડો ઉપરાંત ન્યુ હેમ્પ પર જીત મેળવી છે. જયારે ડોનાલ્ડ ટ્રંપે વ્યોમિંગ, કંસાસ, મિસૌરી, મિસિસિપી, યુટાહ નેબ્રાસ્કા, લુઈસિયાના પર જીત હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાનાં પ્રમુખપદ માટેની આ ચૂંટણી સમગ્ર દુનિયા પર અસર ઉપજાવનારી બને છે. યુએસએના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રંપ યથાવત રહે તો ભારત વિશ્વના દેશો પર એક અલગ અસર ઉપજી શકે છે. જયારે નવા પ્રમુખ જો બિડેન બને તો પણ અલગ પરિણામો ઉભા થઈ શકે છે. જેની અટકળોનો ભારતીય ઉપરાંત, વિશ્વના શેર બજારો પર મોટી અસર પડી રહી છે.
અમેરિકાના અતિમહત્વના બિંદુરૂપ ગણાતા ટેકસાસ પર ટ્રંપ-બિડેન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. ટ્રંપને દક્ષિણ કેરોલિના અને અલાબામાં જીત મળી છે. અમેરિકાની ગત ચૂંટણીમાં ફલોરિડાપ્રાતં અતિ મહત્વનું કાર્ડ સાબિત થયું હતુ. મુળ ભારતીય અમેરિકનો દ્વારા ગત ચૂંટણીમાં આ બેઠક પર ૨૫% જેટલુ મતદાન થયું હતુ જયારે આ વખતે ૩૫% જેટલુ મતદાન નોંધાયું છે જે ડોનાલ્ડ ટ્રંપ માટે મોટા ફાયદારૂપ સાબિત થશે.
અમેરિકાની ચૂંટણીમાં ૨૭૦નો આંકડો જાદુઈ આંકડો ગણાય છે. આ પરથી જ નકકી થાય છે કે, આગામી ચાર વર્ષ વ્હાઈટ હાઉસમાં કોણ સત્તા જમાવશે. અમેરિકી પ્રમુખ પદ હાંસલ કરવા માટે ઉમેદવારે નિર્વાચક મંડળના ઓછામાં ઓછા ૨૭૦ મતોની આવશ્યકતા હોય છે. ૫૦ રાજયોમાં ૫૩૮ સદસ્ય નિર્વાચક મંડળનો તે જાદુઈ આંકડો છે. પ્રત્યેક રાજયનો અલગ અલગ સંખ્યામાં નિર્વાચક મંડળ મત ફાળવાય છે.