સોશિયલ મીડિયા પર ટ્રમ્પનો અવિશ્વાસ ફેસબૂક, ટ્વીટરે ટ્રમ્પના ખાતા ૨૪ કલાક માટે બંધ કર્યા
ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ચાલેલા વાયરલ ન્યુશન્સ સામે આરંભથી જ ગિન્નાયેલા હતા. તેમણે સોશિયલ મીડિયાના દૂરઉપયોગ અને અવિશ્વાસના વાતાવરણ સામે ઝુંબેશ ચલાવી હતી. સોશિયલ મીડિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ પક્ષ એકબીજા સામે આવી ગયા હોય તેમ પરિણામે વોશિંગ્ટનમાં સર્જાયેલી હિંસાની ઘટનાઓ વચ્ચે ફેસબુક, ટવીટરે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ ૨૪ કલાક માટે સ્થગીત કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામોને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડન પર મતચોરી કરી જીત્યા હોવાનો આરોપ મૂક્યો છે. આગામી 20મી જાન્યુયારીએ જો બાઇડન શપથ ગ્રહણ કરવાના છે જેને લઈ આજરોજ અમેરિકી સંસદ કોંગ્રેસનું સયુક્ત સત્ર મળ્યું હતું. જેમાં ટ્રંપ સમર્થકોએ અંધાધૂંધી ફેલાવતા વોશીગ્ટનમાં ક્ર્ફ્યુ લાગુ કરી દેવાયું છે. ગોળીબાર થતાં એક મહિલાનું મોત પણ નીપજયું છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટથી વધુ હિંસા ન ભળકે તેથી બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરએ તેમનું એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કરી ચેતવણી આપી કે જો ટ્રમ્પે ચૂંટણીને લઈને ઉશ્કેરીજનક વાતો કરવાનું ચાલુ રાખ્યું તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બ્લોક કરી દેવામાં આવશે.
બીજી તરફ, ફેસબુકે પણ પોસ્ટ કર્યું છે કે તેઓ બે પોલિસી ઉલ્લંઘન થવાના કારણે ટ્રમ્પના પેજ પર પોસ્ટિંગ 24 કલાક માટે પ્રતિબંધિત કરે છે.