૨૦૧૬ની ચૂંટણીમાં રશિયાનો હસ્તક્ષેપ હોવાનું ટ્રમ્પનું અનુમાન હતુ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતીન વચ્ચે ફિનલેન્ડની રાજધાની ડેલસિન્કીમાં પ્રમવાર દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને રશિયા વચ્ચે વેપાર, સૈન્ય, મિસાઈલ, પરમાણુ હયિાર અને ચીનના મુદ્દે ચર્ચા થઈ હતી. બંને એક સાથે આવે તે માટે યોગ્ય સમય છે. આશા છે કે અમારા સંબંધો ભવિષ્યમાં નવી સિધ્ધિઓ સર કરશે. અમેરિકા અને રશિયા બે મહાન પરમાણુ શક્તિશાળી દેશ છે. બંને દેશો પાસે પરમાણુનો ૯૦ ટકા ભાગ છે જે સારી વાત ની તો બીજી તરફ પુતીને સારા સંબંધોનો વિશ્ર્વાસ અપાવતા કહ્યું કે, ટ્રમ્પને મળીને ઉત્સાહિત છે અમે ટેલિફોન ઉપર નિરંતર સંપર્કમાં રહીએ છીએ. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પુતિનને ચોકસાઈ રાખવાની પણ સલાહ આપી છે.

મહત્વનું છે કે પુતીને ૨૦૧૬માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાની દખલની વાત કરતા જણાવ્યું કે, “ટ્રમ્પ આ અંગે રશિયાનો હાથ હોવાનું કહ્યું હતું પરંતુ મે સ્પષ્ટ પણ કહ્યું હતું કે, આમા રશિયાનો કોઈ હાથ નથી.

પુતીને જણાવ્યું કે રશિયાએ અમેરિકાનો આંતરીક મામલાઓમાં ક્યારેય કોઈ દખલ કરી જ ની અને ભવિષ્યમાં કરશે પણ નહીં. પુતીને ટ્રમ્પ સો બે કલાકી પણ વધારે ચર્ચા કરી અને વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બને નેતાઓએ જૂની કડવાશ ભુલાવીને નવેસરી દોસ્તીના સંબંધો બનાવ્યા. બંનેએ દુનિયાની બે મહાશક્તિઓ વચ્ચે ઈ રહેલા તનાવને પણ ઓછો કરવાની આશા વ્યકત કરી.

જયારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ દોસ્તીનો હાથ લંબાવતા સીરીયાનો મુદ્દો જટિલ હોવાનું જણાવ્યું અને કહ્યું કે બંને દેશોમાં સેંકડો, હજારો લોકોની બચાવવાની ક્ષમતા છે. ટ્રમ્પે એવું પણ સ્પષ્ટ કર્યું કે આઈએસઆઈએસ સામેના સફળ અભિયાનનો ઈરાનને લાભ નહીં લેવા દે.

બંને દેશની મિત્રતા રૂપે પુતીને ટ્રમ્પને ફીફા વર્લ્ડકપ ફૂટબોલની ભેટ આપી અને કહ્યું કે બોલ હવે તમારા તરફ છે. ૨૦૨૬માં નારા ૨૩માં ફીફા વર્લ્ડકપની યજમાની અમેરિકા કરશે.

મહત્વનું છે કે ૨૯ પાનાના અભિયોગ દસ્તાવેજમાં ૨૦૧૬માં રશિયન સરકારે હસ્તક્ષેપ અંગે વિસ્તૃત જાણકારી આપી છે. જે અંતર્ગત અમેરિકા-રશિયા વચ્ચે ચાલતા તનાવપૂર્ણ સબંધોનો ઉલ્લેખ છે. પુતિને જણાવ્યું કે હજી બધી જ મુશ્કેલીઓ દૂર ની ઈ. કેટલીક ચુનોતીઓ હજુ પણ બાકી છે. જો કે અમે સારી વાતચીત કરીને મિત્રતાનો પહેલો કદમ ઉઠાવ્યો છે.

તો બીજી તરફ બંનેની મુલાકાત પહેલા ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું કે, “હું જાણુ છું કે મારા ઘણા દુશ્મન છે યુરોપીયન સંઘ વ્યાપારમાં અમારા માટે શું કરે છે રશિયા કેટલાક મામલાઓમાં અમારુ પ્રતિસ્પર્ધી છે. ચીન પણ ર્આકિ રૂપે દુશ્મન છે તેનો મતલબ એ ની કે તે બધા ખરાબ છે તે માત્ર અમારા પ્રતિસ્પર્ધી છે.અમેરિકા દ્વારા ૨૦૧૬માં ૧૨ રશિયન અધિકારીઓ પર કમ્પ્યુટર ટ્રેક કરવાની સાજિશ રચવાની, દસ્તાવેજ ચોરી કરવાનો અને ચૂંટણીમાં હસ્તક્ષેપનો આરોપ હતો જેને હટાવવાનું પણ જણાવ્યું છે. ૧૨માં રશિયન અધિકારી પર ચૂંટણી કામમાં સામેલ સંગઠનોના કમ્પ્યુટરો હેક કરવાની સાજીશનો આરોપ છે.જો કે હાલ આ બધુ જ ભુલાવીને બંને દેશોએ મૈત્રીનો હાથ લંબાવ્યો છે જે આવનારા સમયમાં કેટલો ઉપયોગી થશે તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.