અમેરિકી પ્રમુખે આ વધારાને ‘ઐતિહાસીક’ ગણાવ્યો: નિષ્ણાંતોએ કર્યો સવાલ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય બજેટમાં રૂ.૩.૫૦ લાખ કરોડનો વધારો કર્યો છે. રૂ.૩.૫૦ લાખ કરોડ એટલે ૫૪ બિલિયન (અબજ) ડોલર કરી દીધું છે. પેન્ટાગોને પણ પ્રથમ વખત ટ્રમ્પન આ નિર્ણય સાથે સહમતી દાખવી છે.
અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની અગ્નિ પરીક્ષા ચાલી રહી છે. ત્યારે તેઓ રોજ નવા ચોકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે યુએસના સુરક્ષા બજેટમાં તોતિંગ વધારો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે પેન્ટાગોન એ અમેરિકાનું સુરક્ષા વડુ મથક છે.
જયાં સુરક્ષા બજેટ, આંતરીક બાહ્ય સુરક્ષા, નવા શસ્ત્રોનું ઉત્પાદન કે ખરીદી,સૈનિકોની ભરતી, સૈન્ય ઓપરેશન વિગેરે અંગે નિર્ણયો લેવાતા હોય છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો વ્હાઈટ હાઉસથી માંડીને અમેરિકાભરમાંથી વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે હજુ સુધી તો ટ્રમ્પના સુરક્ષા બજેટ વધારાના નિર્ણય સામે વિરોધ વંટોળ ઉઠ્યો નથી.
ઉલ્લેખનીય છે કે યુ એસની મીલીટરી વિશ્ર્વમાં સૌથી શકિતશાળી સેના અને આધુનિક સાધનોથી સજજ ગણવામાં આવે છે. વ્હાઈટ હાઉસ ટ્રમ્પની દરખાસ્ત ફેડરલ ડીપાર્ટમેન્ટને મોકલશે.
વાર્ષિક સુરક્ષા બજેટમાં વધારો કરવાની શું જરૂર?
જો કે, ડીફેન્સ સેકટરનાં અમેરિકી નિષ્ણાત જણાવે છે કે વાર્ષિક ૬૦૦ બિલિયન ડોલરનું સુરક્ષા બજેટ તો ઓલરેડી છે તો પછી તેમાં ૫૪ બિલિયન ડોલરનો વધારો કરવાની શું જરૂર છે.