બન્ને દેશો વચ્ચેનો હકારાત્મક ઘટનાક્રમ શાંતિ સ્થાપવા માટે મહત્વનો: ભારત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ર્નોથ કોરીયાના સુપ્રીમો કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપોરમાં ગઈકાલે થયેલી ‘મિત્રતા’ને ભારતે આવકારી છે. બન્ને દેશો વચ્ચે સમાધાન થતાં વૈશ્ર્વિક રાજકીય સંબંધોમાં ભારતને લાભ થઈ શકે તેવી અપેક્ષા જાગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઈરાન સાથે અમેરિકાએ પરમાણુ સંધી તોડી છે જેથી અન્ય દેશોને અમેરિકા પરનો વિશ્ર્વાસ ઉડી ગયો છે. જો કે, ર્નોથ કોરીયાની બેઠક બાદ હવે આ વિશ્ર્વાસ ફરીથી સ્થપાય તેવી શકયતા છે. ભારત માટે બન્ને દેશો સોના સબંધો મહત્વના છે. અમેરિકા અને ઉત્તર કોરીયા વચ્ચે ૬૫ વર્ષથી ચાલી રહેલા અબોલાનો અંત લાવતી મુલાકાત અનેક દેશોના ઈતિહાસ અને ભવિષ્ય ઉપર અસર કરશે.
કિમ અને ટ્રમ્પ વચ્ચેની ૯૧ મિનિટ લાંબી મુલાકાતમાં ઉત્તર કોરીયાના શાસક કિમ જોંગ ઉન પરમાણુ નિ:સશીકરણ અને મિસાઈલ ટેસ્ટીંગ સાઈટોનો અંત લાવવા સહમત થયા હતા. બીજી તરફ અમેરિકા ઉત્તર કોરીયાને સુરક્ષા આપવા અને દ.કોરીયા સોની વોર ગેમ બંધ કરવા સર્મથ થયું છે. ઉત્તર કોરીયા સંપૂર્ણ પરમાણુ પરીક્ષણ બંધ ન કરે ત્યાં સુધી તેના પર મુકાયેલા આર્થિક પ્રતિબંધો લાગુ પડશે. ભારતના વિદેશ મંત્રાલયે આ મુલાકાત અંગે જણાવ્યું હતું કે, આ એક હકારાત્મક ઘટનાક્રમ છે. કોરીયન મહાદ્વિપમાં શાંતિ સપવા માટે તમામ પ્રયાસોને ભારત સર્મથન આપતો રહ્યો છે. અમને આશા છે કે આ મુલાકાતમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરાશે જેથી શાંતિ અને સ્થિરતા સ્થપાય.