ટ્રમ્પના ભારત પ્રવાસ અંગે અમેરિકા તરફથી હજુ લીલીઝંડી મળી નથી
આવતા વર્ષે ગણતંત્ર દિવસની પરેડ માટે ભારતે મુખ્ય અતિથિ તરીકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતના આ આમંત્રણનો સ્વીકાર કરશે તો વિદેશી નીતીના સ્તર પર પાછલા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકાર માટે એક મોટી કામયાબી હશે.
જો કે ભારતને હજુ સુધી અમેરિકાના અધિકારીઓ તરફથી લીલી ઝંડી મળી નથી. ભારત સરકારે અમેરિકી રાષ્ટ્રપતિને આ આમંત્રણ આ વર્ષે એપ્રિલમાં મોકલ્યું હતું. ભારત સરકારને એવી આશા છે કે આ આમંત્રણ અંગે અમેરિકી સરકાર સકારાત્મક રીતે વિચાર કરી રહી છે. ભારતે અમેરિકાને આ આમંત્રણ બન્ને દેશો વચ્ચે ઘણા સમયની રાજકીય ચર્ચા બાદ મોકલ્યું છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના આ આમંત્રણનો સ્વીકાર કરશે તો આ અમેરિકન રાષ્ટ્રપતિ ની આ યાત્રા દરમિયાન બંન્ને દેશો વચ્ચે જે કરાર થશે
તે અગાઉ થયેલી બરાક ઓબામા યાત્રા કરતા પણ વધુ નાટકીય હશે અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં યોજાયેલી ગણતંત્ર દિવસ પરેડમાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદી સરકારના પહેલા મુખ્ય અતિથિ હતા.
અત્યારે દુનિયાના બધા મોટા દેશ માટે ટ્રમ્પ સાથે પોતાનો વ્યવહાર સામાન્ય રાખવો એ એક પડકાર સમાન છે. ટ્રમ્પનો ગરમ મિજાજ અને ચીડીયો સ્વભાવ દુનિયાના અન્ય નેતાઓ સાથે અનુકુળ બેસવો પડકારરુપ રહ્યો છે. તેવામાં ભારત કંઇક હટકે વિચારે તો તે અપવાદ જ હશે.
ભારત અમેરિકાના સંબંધોમાં કેટલાક પડકારો રહ્યા છે. જેમ કે બંને દેશોમાં ઇન્કમટેકસ, ઇરાન સાથે ભારતના ઉર્જા સંબંધીત અને ઐતિહાસિક સંબંધો અમેરિકા ખટકવા તેમજ ભારતના રૂસ સાથે એસ ૪૦૦ મિસાઇલનો રક્ષા કરાર, અમેરિકાની ચિંતાઓમાં વધારો કરે છે. જો કે આવા જ કેટલીક ચિંતાજનક બાબતો બારક ઓબામાના કાર્યકાળમાં પણ હતી.
મોદી સરકારને આશા છે કે અમેરિકા ભારતના ઇરાન સાથેના સબંધોને નજર અંદાજ કરીને કેટલીક છુટ આપી શકી છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડને કંઇક ખાસ બનાવવાની કોશીષ કરાઇ રહી છે. ૨૦૧૫ માં બરાક ઓબામા તો ત્યાર પછીના વર્ષે ફ્રાન્સ પ્રેસિડેન્ટ ફેન્કોલિસ હોલેન્ડને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ અપાયું હતું તો ૨૦૧૭માં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહમદ બીન ઝાયેદ અલ નાહયાનને આમંત્રણ અપાયુ અને ૨૦૧૮ માં ૧૦ એશિયન લિડર્સને પ્રજાસત્તાક દિને આમંત્રણ અપાયું હતું.