ભારતના નિકાસને નડતરરૂપ ૨૮ વસ્તુઓ પર ડ્યુટી લદાતા અમેરિકા WTOના શરણે
અમેરિકાનું વેપારી પ્રતિનિધિ મંડળ આવતા માસે ભારતની મુલાકાતે આવી વેપારની ગુંચ ઉકેલવા પ્રયાસો કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગામી પાંચ વર્ષ ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રીલીયન સુધી પહોચાડવા કમર કસી છે. મોદી સરકારે ખેડુતોની આવક બમણી કરવા, વિદેશી રોકાણ તથા જીડીપી વધારવા કરેલા પ્રયાસોથી જગત જમાદાર ગણાતા અમેરિકાના પેટમા તેલ રેડાયું હતુ જેથી ટ્રમ્પ સરકારે અનેક ભારતીય ચીજવસ્તુઓનાં અમેરિકામાં નિકાસ પર વધારે સ્ટેમ્પ ડયુટી લાદી હતી જેના જવાબમાં ભારત સરકારે પણ અમેરિકાથી નિકાસ થતી ૨૮ વસ્તુઓ પર સ્ટેમ્પ ડયુટીમાં વધારો કર્યો હતો. આમુદાને અમેરિકા સરકારે પ્રતિષ્ઠાના પ્રશ્ર્ન બનાવીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ડબલ્યુટીઓમાં ભારત સામે ફરિયાદ કરી છે.
જગત જમાદાર અમેરિકાની મનમાની સામે ભારત ઝુકયુ ન હતુ જેથી અમેરિકાએ તેની હાર્ડલી ડેવિડસન મોટર બાઈક પર ભારતમાં લેવાતા ટેક્ષના મુદાને પ્રતિષ્ઠાનો વિષય બનાવી ભારતની કેટલીક વસ્તુઓ પર ડયુટી નાખવાની દાદાગીરી સામે ભારતે અમેરિકાની ૨૮ ચીજો પર કસ્ટમ ડયુટી વધારી આંતર રાષ્ટ્રીય વેપાર અધિનિયમ અનુસાર આ ડયુટીના વધારાથી ટ્રમ્પ સરકારના પેટમાં ચૂક ઉપડી હોય તેમ અમેરિકાએ જીનીવા ખાતે કાર્યરત વર્લ્ડટ્રેડ ઓર્ગેનાઈઝેશન ડબલ્યુટીઓમાં ભારતના આ પગલા અંગે ફરિયાદ કરીને જણાવ્યું છે કે ભારતે વૈશ્ર્વિક વેપારના કાયદાઓનું ઉલ્લંઘન કરીને અમેરિકાની ૨૮ ચીજો પર વધારાની કસ્ટમ ડયુટી નાંખી છે.
અમેરિકાએ ફરિયાદ કરી છે કે ભારતે નિયમોનું ઉલ્લંઘન કરીને અમેરિકાની ૨૮ વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડયુટી વધારીને ડબલ્યુટીઓના ૧૯૮૪ના કાયદા મુજબ અમેરિકાને અપાયેલ આર્થિક અધિકારોને મનસ્વી રીતે કાઢી નાખ્યા છે. અમેરિકાને તેના અધિકારોથી વંચિત કરી દેવામા આવ્યું છે. અમેરિકાનાં સામાન્ય સમજૂતીના કરારો માટે કરવામાં આવેલી સમજૂતી દરેક સભ્યદેશોને જાળવવાની હોય છે. કસ્ટમડયુટી અને વેપાર વ્યવહારની દ્વિપક્ષીય જાળવણી તમામ દેશોને સ્વીકાર્ય બને છે ત્યારે ભારતે અમેરિકાની ૨૮ ચીજો પર ડયુટી વધારીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ભારત આ ડયુટી વધારી ન શકે.
ડબલ્યુટીઓ નિયમ મુજબ અમેરિકા અને ભારત વચ્ચે ઉભી થયેલી આ વિવાદની સ્થિતિનો સંતોષજનક ઉકેલ લાવવા માટે ચક્રોગતિમાન કર્યા છે. નિયમ મજબ ૬૦ દિવસમાં જો પરસ્પરની સમજૂતીથી ફરિયાદનો ઉકેલ ન આવે તો મામલો ડબલ્યુટીઓ અને સમિતિ પાસે મોકલી દેવામાં આવે છે. આવતા અઠવાડીયે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વ્યવહાર મુદે ચર્ચાનો તખ્તો ગોઠવાય રહ્યા છે. અમેરિકાએ આ ઉપરાંત ભારતની નિકાસ વૃધ્ધિ યોજનાઓને ડબલ્યુટીઓમાં પડકારી છે. તેની સામે ભારતે અમેરિકાની સ્ટીલ અને એલ્યુમીનીયમ પર વધારવામાં આવેલી ડયુટીને ગેરકાયદેસર ગણાવવામાં આવી છે. અમેરિકાની બદામ, કઠોળ, અખરોટ, બોરિક એસીડ સહિતની ૨૮ વસ્તુઓ પર આયાત ડયુટી વધારતા અમેરિકાના પેટમાં રેડાયું છે.
ભારત અમેરિકા, વચ્ચે પરસ્પર સામસામે એક બીજાની વસ્તુઓ પર વધારવામાં આવેલી ઈમ્પોર્ટ ડયુંટીથી ઉભી થયેલી ઘર્ષણની સ્થિતિના નિવારણ માટે આવતા અઠવાડીયે અમેરિકાનું ઉચ્ચસ્તરીય વેપારી પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવી રહ્યું છે. વાણીજય મંત્રી પિયુષ ગોયલ પણ આયવનારા થોડાજ અઠવાડીયામાં વોશિંગ્ટનના પ્રવાસે જઈ રહ્યા છે. ભારત અમેરિકા વચ્ચે ઉભી થયેલી વ્યાપારી વિસંગતતાને દૂર કરવા દ્વિપક્ષી પ્રયાસો તેજ બન્યા છેઅમેરિકાએ ગયા મહિને ભારતનો વેપાર દરજજો ખત્મ કરવાની જાહેરાત કર્યા બાદ બંને દેશો વચ્ચે વેપાર વ્યવહારમાં તનાવ ઉભો થયો છે. અમેરિકાના આ નિર્ણય સામે ભારતે પણ જવાબી કાર્યવાહીમાં અમેરિકાની ૨૮ વસ્તુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી હતી.
આ પરિસ્થિતિનું નિવારણ માટે પ્રતિનિધિ મંડળ આવતા અઠવાડીયે ભારત આવી રહ્યું છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું હતુ કે બંને દેશો વચ્ચે સકારાત્મક માહોલ ઉભો થયો છે. વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ઓશાકામાં થયેલી મુલાકાતમાં બંને દેશો વચ્ચે વેપાર વ્યવહાર સુધારવાની દિશામાં વાત થઈ હતી. બંને દેશો વચ્ચે ૫.૬ બિલીયન ડોલરનો વેપાર વ્યવહાર માનવામા આવે છે. ભારત અમેરિકાનો સૌથી નિકટવર્તી વેપાર મિત્ર છે. ત્યારે બંને દેશો વચ્ચે ઉભી થયેલી વિસંગતાઓ દૂર કરવા આવતા અઠવાડીયે અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ભારત આવી રહ્યું છે.