ટ્રમ્પે પાકિસ્તાન પર આરોપ મુકયો કે તેણે ઓસામાબિન લાદેનને છુપાવ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે ટવીટર વોર ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. ટ્રમ્પ અને ઇમરાને એકબીજાને ટવીટર પર ટ્રોલ કરી પરસ્પર આક્ષેપ કર્યા છે અને બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં સતત આવતી અસ્થિરતા પર ઘ્યાન દોરી ટિપ્પણીઓ કરી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાન પર ઓસામા-બીન- લાદેનને છુપાવવાનો આરોપ મુકયો હતો. તો બીજી તરફ ઇમરાને પણ ટ્રમ્પને રીટવીટ કરી જણાવ્યું કે અફઘાનસ્તિાનમાં અમેરિકાએ ૧ લાખ ૪૦ હજાર નાટો સૈનિકો અને ર લાખ ૫૦ હજાર અફઘાન સૈનિકોના સહારે અફઘાનિસ્તાનમાં યુઘ્ધ કર્યુ હતુ ત્યાર બાદ જ તાલીબાનો વધારે સ્ટ્રોગ થયા તેમા પાકિસ્તાનનો કોઇ હાથ ન હતો.
વધુમાં ઇમરાને ટ્રમ્પને જણાવ્યું કે ૯/૧૧ નો જે હુમલો થયો તેમાં કોઇ પાકિસ્તાનની સામેલ નહોતું અને પાકે. પણ આતંકવાદ વિરુઘ્ધ યુ.એસ. ની સાથે રહેવાનું નકકી કર્યુ હતું. પાકિસ્તાનમાં આ યુઘ્ધને કારણે ૭પ હજાર જાનહાની થઇ હતી. અને ૧૨૩ અબજ ડોલરથી વધુની આર્થિક નુકશાની થઇ હતી.
ઇમરાન ખાનની ટવીટ બાદ ચાર કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી રીટવીટ કર્યુ અને કહ્યું કે આપણે ઓસામા બીન લાદેનને પહેલા જ પકડી લેવા જેવો હતો. આ અંગે મેં મારી બુકમાં પણ ઉલ્લેખ કર્યો છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જયારે હુમલો થયો તે પહેલા સંદિગ્ધ લાદેનને પકડી લેવો જોઇતો હતો. જો કે તે સમયના રાષ્ટ્રપતિ કલીન્ટનની આ ચુક થઇ ગઇ અને પાકિસ્તાનને બિલિયન્સ ડોલર્સ ની સહાય કરી પણ પાકિસ્તાને લાદેનને છુપાવ્યો વધુમાં ટ્રમ્પે કહ્યું કે હવે અને પાકિસ્તાનને આર્થિક સહાય કરીશું નહી કેમ કે તે આપણી મદદ લેશે અને આપણને મદદ કરશે નહી. બીન લાદેન તેનું ઉત્કૃષ્ટ ઉદાહણર છે.