Truecaller એ ભારતમાં iPhone અને Android વપરાશકર્તાઓ માટે AI-સંચાલિત કૉલ રેકોર્ડિંગ સુવિધા શરૂ કરી છે. હવે તમે Truecaller એપમાં સીધા જ ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ રેકોર્ડ કરી શકો છો. આ વાતચીતને રેકોર્ડ અને મેનેજ કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનાવશે.
ટ્રુકોલર હવે કોલ દરમિયાન નોટ્સ લેવાની ઝંઝટ દૂર કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. તેનાથી તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. નવી AI સુવિધા સમગ્ર કૉલ વાતચીતને ટેક્સ્ટમાં કન્વર્ટ કરશે, જેમાં AI પોતે કૉલનો સારાંશ આપશે.
આઇફોન યુસર્સ માટે
આઇફોન વપરાશકર્તાઓ માટે કૉલ રેકોર્ડિંગ એકદમ સરળ છે. સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવી પડશે. પછી, “સર્ચ” ટૅબ પર જાઓ અને કૉલનો જવાબ આપતી વખતે અથવા કૉલ કરતી વખતે “રેકોર્ડ કૉલ” બટન દબાવો. આ સાથે, ટ્રુકોલર દ્વારા આપવામાં આવેલી રેકોર્ડિંગ લાઇન પર કોલ મૂકવામાં આવશે. આ પછી તમે બંને કૉલને જોડી શકો છો. જ્યારે રેકોર્ડિંગ પૂર્ણ થશે ત્યારે તમને એક સૂચના મળશે. બધા રેકોર્ડ કરેલા કોલ્સ તમારા ફોન પર સાચવવામાં આવશે, અને જો તમે ઇચ્છો તો તમે તેનો iCloud પર બેકઅપ પણ લઈ શકો છો.
એન્ડ્રોઇડ યુસર્સ માટે
ટ્રુકોલર એન્ડ્રોઇડ યુઝર્સ માટે થોડું અલગ રીતે કામ કરે છે. Truecaller એપમાં જ એક બટન છે જેને તમે દબાવીને કોલ રેકોર્ડિંગ ચાલુ કે બંધ કરી શકો છો. જો તમે અન્ય ડાયલર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો પણ, Truecaller હજુ પણ એક નાનું “ફ્લોટિંગ” બટન બતાવશે જે સમાન કાર્ય કરે છે. કૉલ સમાપ્ત થયા પછી, તમને એક સૂચના મળશે કે રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે અને તમે તેને સાંભળી શકો છો, તેનું નામ બદલી શકો છો અથવા તેને કાઢી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે અન્ય એપ્સ સાથે પણ રેકોર્ડિંગ શેર કરી શકો છો.
Truecaller કૉલ રેકોર્ડિંગ હાલમાં માત્ર પ્રીમિયમ પ્લાનમાં જ ઉપલબ્ધ છે, જેનો ખર્ચ દર મહિને ₹75 અથવા પ્રતિ વર્ષ ₹529 છે. હાલમાં, આ સુવિધા ફક્ત અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં જ ટ્રાન્સક્રિપ્શન કરે છે. આ ફીચર સૌપ્રથમ અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં તેને વધુ દેશો અને ભાષાઓમાં લાવવામાં આવશે.