રાજકોટ ગુરૂકુળની ઉના શાખા દ્વારા ‘કહત હૈ શ્રીજી મહારાજ’ સૂત્ર કેલેન્ડરનું વિમોચન
નૈતિકતા અને પ્રામાણીકતા સાથે જીવન જીવએ ખરો સત્સંગી છે એમ આજે શ્રી પ્રભુસ્વામીએ કહ્યું હતુ સોમનાથ ગીર જીલ્લાના ઉના ખાતે સ્વામિનારાયણ ગૂરૂકુલમાં વચનામૃત દ્વિશતાબ્દી ઉપલક્ષ્યે આયોજીત સત્સંગમાં જણાવ્યું હતુ.
વધુમાં તેઓએ કહ્યું હતુ કે ભગવાન શ્રી સ્વામિનારાયણએ ૧૯૮ વર્ષ પહેલા વહાવેલ વાણીને નંદસંતોએ ગ્રંથસ્થ કરી સને ૧૮૧૯ની સાલમાં જયારે ગુજરાતી ભાષાની નિશાળો ગુજરાતમાંય ન હતી ત્યારે આપેલ આ વચનામૃત ગ્રંથ આલોકના ને પારલૌકિક સુખ માટે જીવનનું સારૂ મેનેજમેન્ટ શીખવતો ગ્રંથ છે.
આ પ્રસંગે ઉના વિસ્તારનાં જુદા જુદા ગામડાઓમાંથી આવેલ હરિભકતોને શાસ્ત્રી અચલજીવનદાસજી સ્વામી તથા કેશવજીવનદાસજી સ્વામીએ વચનામૃત કથામૃતનું રસપાન કરાવેલ છે.વિશેષમાં રાજકોટ ગુરૂકુલ દ્વારા વચનામૃત દ્વિશતાબ્દીનાં ઉપલક્ષ્યે ભગવાનશ્રી સ્વામિનારાયણની પરાવાલી રૂપ જીવનના પ્રેરણારૂપ વાકયોનું કહત હે શ્રીજી મહારાજ નામનું સૂત્ર કેલેન્ડરનું વિમોચન પ્રભુસ્વામી તથા કેવજીવન સ્વામીએ કરેલ યજમાન ત્રાકુડાવાળા હિંમતભાઈ દુધાતવે પ્રથમ કેલેન્ડર અર્પણ કરેલ.ગૂરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પૂરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીના સંકલ્પાનુસાર દર મહિનાની પૂર્ણિમાએ સવારે ૯ થી ૧૨ દરમ્યાન સહજાનંદી સભા યોજવાની જાહેરાત કરાયેલ.
સભા સંચાલન ઉના ગૂ‚કુલમાં સંવારત શ્રી હરિવદનદાસ સ્વામી તથા કોઠારી સર્વજ્ઞદાસજી સ્વામીએ કરેલ સૌને ભોજન રૂપ પ્રસાદ જયંતીભાઈ ગજેરા નાનાસમઢીયાળા તરફથી રાખવામાં આવેલ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,