૨૪૫ તાલીમાર્થીઓ શપથ ગ્રહણ કરી પરેડમાં જોડાયા
રાજકોટનાં ઘંટેશ્ર્વરમાં એસઆરપી કેમ્પમાં એસ.આર.પી. ગ્રુપ ૧૩નો દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.આર.પી. ગ્રુપ ૧૩ બેડી (જામનગર)નાં ૨૪૫ વિદ્યાર્થીઓને ૯ મહિનાની તાલીમ આપવામાં આવી હતી અને આજરોજ ૨૪૫ તાલીમાર્થીઓની દિક્ષાંત પરેડ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ એ.આર.ગોઢાણિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા તાલીમાર્થીઓને શપથગ્રહણ કરાવવામાં આવ્યા હતા અને અધ્યક્ષ દ્વારા નિરીક્ષણ માટે વિશેષ પરેડ વ્હાઈટ જીપમાં કમાન્ડર સાથે કરવામાં આવી હતી. જેમાં પરેડ કમાન્ડર હિતેશ કે.છેબાળા અને દ્વિતીય પરેડ કમાન્ડર ભુપેન્દ્રકુમાર ચાવડા રહ્યા હતા.
જે કાર્યક્રમમાં ઈન્ચાર્જ અધ્યક્ષ એ.આર.ગોઢાણિયા સહિત એસ.ડી.ગોદિબળા, એ.એન.બારડ, એસ.એન.ગોદિબળા તથા આર.બી.ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરેડ સમારોહમાં તાલીમાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્ડોરમાં પ્રથમ ક્રમાંક સંજયભાઈ પાટડીયા, બીજો ક્રમાંક દેવરાજ લીંબાસીયા અને તૃતિય ક્રમાંક જસ્મિન ચંદ્રવાડિયા તેવી જ રીતે આઉટડોરમાં પ્રથમ ક્રિપાલસિંહ જાડેજા, બીજો ક્રમાંક પ્રતાપભાઈ ગાગીયા તથા ત્રીજા ક્રમાંકે જસ્મિન ચંદ્રવાડિયા તેમજ ફાયરીંગમાં પ્રથમ વિનોદકુમાર નિનામા, બીજો ક્રમાંક યુવરાજભાઈ ટાંક તથા ત્રીજો ક્રમાંક વિજયસિંહ સિસોદિયાને પુરસ્કાર અધ્યક્ષ તેમજ ઈન્ચાર્જ દ્વારા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અબતક સાથેની ખાસ વાતચીતમાં ઈન્ચાર્જ સેનાપતિ એ.આર.ગોઢાણિયાએ જણાવ્યું હતું કે, એસઆરપી ગ્રુપ-૨૧ બેડી (જામનગર માટે દરિયાઈ સુરક્ષા માટે બંદરોની દરિયાઈ સુરક્ષા જળવાઈ રહે એ માટે સરકારમાંથી એસઆરપી જુથ ઉભુ કરવાની વિચારણા કરવામાં આવી હતી.
જે અનુસંધાને ૨૪૫ કોન્સ્ટેબલ ગ્રુપ-૧૩ ઘંટેશ્ર્વર ખાતે ફાળવવામાં આવેલા હતા એ લોકોની ૯ મહિનાની તાલીમ બાદ આજે દિક્ષાંત પરેડ સમારોહ રાખવામાં આવેલો.
ગુજરાત સરકારનાં હસ્તકના બંદરોની સુરક્ષા માટે એસઆરપી જુથ બેડીના પહેલુ જુથ તેના માટે તૈયાર કરવામાં આવ્યું છે.