Table of Contents

આજનો વેલેન્ટાઇન ડે દેશ પ્રેમને નામ, આઇ લવ માય ઇન્ડિયા

પૃથ્વી પર એકપણ એવો સજીવ નથી કે જેને પ્રેમ ન કર્યો હોય: આજના યુવા ધનને પ્રેમની સાચી પરિભાષા સમજવાની જરૂર છે: દરેક નાગરિક પોતાના દેશ કે તેની માતૃભુમિને અફાટ પ્રેમ કરતો હોય છે

પ્રેમ મૌનની ભાષા છે, તેમાં કોઇ શબ્દો હોય કે ન હોય પણ તે બધા સમજી શકે છે: મૂંગા કે બહેરો માણસ પણ દયા અને પ્રેમની ભાષા સમજી જાય છે: પ્રેમમાં સમજદારી, વફાદારી, સહનશિલતા જેવા વિવિધ ગુણોની જરૂર પડે છે.

આજે પુલવામા હુમલાની ચોથી વર્ષ ગાંઠ છે, ત્યારે એ 40 વિર જવાનોને શ્રઘ્ધાંજલિ અર્પીને ભારતીય સંસ્કૃતિ મુજબ તેને વંદન કરીએ એ જ આજના દિવસનો સાચો દેશ પ્રેમ ગણાય

સમગ્ર વિશ્વમાં પ્રેમનો માસ એટલે ફેબ્રુઆરી આ દિવસ પ્રેમની અભિ વ્યકિત કરવાનો દિવસ છે. પૃથ્વી પર વસતી દરેક સજીવ તેની જીવન યાત્રા દરમ્યાન પ્રેમ કરે જ છે. પ્રેમ વગર માનવનું જીવવું શકય નથી. તેની અધુરપ કે ન મળવું તે બન્ને જીવનને બરબાદ કરે છે. પ્રેમ, હુંફ અને લાગણી આ ત્રણ શબ્દો સુખી જીવનની ચાવી છે. 14 ફેબ્રુઆરીએ પ્રેમનો દિવસ છે જેમાં એક બીજાના પાર્ટનરને ગુલાબ આપીને પ્રેમ અભિવ્યકત  કરે છે. જીવનમાં માતા-પિતા પુત્ર-પુત્રી કે ભાઇ વિગેરેને પણ આપણે પ્રેમ કરતાં જ હોઇએ છીએ.

સત્યનું આચરણ કરનાર તેની દ્રઢતા રૂપી પ્રેમ કે કોઇને સમર્પિત થવાનો પ્રેમ એ ઇશ્ર્વર પ્રત્યેનો પણ હોય શકે છે. ગમતા પાત્ર પ્રત્યેના પ્રેમને અભિવ્યકત પણ યુવા વર્ગ કરે છે. પોતાની જાતને પ્રેમ કરવો સૌથી ઉત્તમ ગણાય છે. બધાને ચાહો કે દુનિયાને એ પહેલા તમારી જાતને પ્રેમ કરતાં શીખવું પડશે. વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણો અરજનો યુવા વર્ગ ઘણું દેખા દેખીમાં સેલિબ્રેશન કરવા લાગ્યો છે, વાસ્તવમાં સૌએ પ્રથમ પ્રેમની પરિભાષા સમજવી જરુરી છે. વિવિધ દિવસો ઉજવળીએ પણ તેનો હાર્દ સમજવો જરુરી છે. પારિવારિક પ્રેમ સૌથી ટોચે ગણાય છે.

રોઝ ડે, પ્રયોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમીસ ડે, હગ ડે, કિસ ડે ના સેલીબ્રેશન બાદ આજે વેલેન્ટાઇન ડે આવ્યો જે વાસ્તવમાં એક બીજા પ્રત્યે પ્રત્યેનો પ્રેમ ભાવ દર્શાવે છે. આ તહેવાર ચર્ચના એક ખ્રિસ્તી પાદરી કે સેન્ટર કે સંત વેલેન્ટાઇન ની યાદમાં ઉજવાય છે. ત્રીજી સદીમાં આ સંત પ્રેમનો મહિમા જાણતો કે સમજાવતો હતો સાથો સાથ તે પ્રેમીઓને સહકાર આપતો હતો. તેના મૃત્યુ બાદ આ દિવસ ઉજવવા લાગ્યો. અમુક જગ્યાએ આ પરંપરાનો તહેવાર બની ગયો  તો વિશ્ર્વના ઘણા દેશો પ્રેમની સાથે સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યાવસાયિક ઉજવણીનો ભાગ પણ બની ગયો છે. એક દિવસની ઉજવણી ઘણા વર્ષો ચાલ્યા બાદ નવા યુગમાં નવા રંગરુપ સાથે ટેડી ડે જેવા આઅ વિકના તહેવારો ઉજવવા લાગ્યા જે આંધળુ અનુકરણ છે. દરેક માનવનો પ્રથમ તેની સૃષ્ટિ પ્રત્યેનો હોય કે પોતાના વતન કે  દેશ પ્રત્યેનો હોય છે.

સેન્ટ વેલેન્ટાઇન વિશે ઘણી લોક વાયકા, દંતકથા પ્રચલિત છે. છેલ્લી આઠ સદીથી આ તહેવાર વિદેશોમાં ઉજવાય છે. ત્યારે આપણા ભારતમાં પણ છેલ્લા ર0 કે રપ વર્ષથી આનું જોર વઘ્યું છે જેમાં ખાસ યુવા વર્ગ વધુ જોડાય રહ્યો છે. 14મી સદીમાં પણ રોમેન્ટિક પ્રેમની વાત હતી. આપણી વસંત ઋતુ પણ સૃષ્ટિના પ્રેમના પ્રેમની ઋતું છે. આપણી ફિલ્મો એ પ્રેમને મહત્વ વધુ આપતા યુવા વર્ગ આ તરફ વધુ આકર્ષાયો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ તેથી બધા તહેવારો ઉત્સાહ ઉમંગથી ઉજવવીએ છીએ.‘હે પ્રીત જ ર્હા કી રીત સદા, મે ગીત વહાઁ કે ગાતા હું, ભારત કા રહેનવાલા હું ભારત કી બાત સુનાતા હું’ ફિલ્મમાં આ ગીતે વિદેશીઓ વચ્ચે વર્ષો પહેલા ગવાયેલા જેના શબ્દો જ ભારતીય સંસ્કૃતિની તાકાત બતાવે છે. આપણા દેશની રીત જ ‘પ્રેેમ’ જ છે જેથી સમગ્ર વિશ્ર્વે આજે નહી તો કાલે ભારતને શરણે આવવું જ પડશે. કારણ કે પ્રેમથી દુનિયા જીતી શકાય છે. અઢી અસર નો નાનકડો શબ્દ ઘણો તાકાત વાળો છે. પ્રેમ આપણું સમગ્ર અસ્તિત્વ છે, આપણો સ્વભાવ છે. પ્રેમની લાગણી વ્યકત કરવી સરળ નથી. આપણી ભાવનાઓ બીજા પ્રત્યે દર્શાવીને પણ તેની અનુભુતિ કરી શકો છે.

પ્રેમ મૌનની ભાષા છે તેમાં કોઇ શબ્દો હોય કે ન હોય પણ તે બધા સમજી શકે છે. મુંગા કે બહેરો માણસ પણ દયા અને પ્રેમની ભાષા સમજી શકે છે. આજનો યુવા વર્ગ આકર્ષણને પ્રેમ સમજી બેઠો છે. ખરેખર તો દિવ્ય પ્રેમની અનુભૂતિ જ શ્રેષ્ઠ પળ છે. આજે તો વેલેન્ટાઇનના વીકમાં થયેલો પ્રેમ અઠવાડીયું પણ ટકતો નથી. પ્રેમમાં સમજદારી, વફાદારી, સહન શિલતા જેવા વિવિધ ગુણોની જરુર પડે છે જે આજનો યુવા વર્ગ સમજતો નથી. આકર્ષણ ઝડપથી ઉત્પન થાય અને તેટલી જ ઝડપે ઓગરી જાય છે.

આજના પ્રેમ દિવસે મારે જુદા એન્ગલથી ખાસ યુવાધન માટે વાત કરવી છે. આજના દિવસે 2019ના રોજ જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભારતીય સુરક્ષા કર્મચારીઓને લઇ જતા વાહન કાફલા  ઉપર આત્મઘાતી બોમ્બર હુમલો કરાયો જેમાંં 40 જવાનો શહીદ થયા હતા. તે દિવસથી આ દિવસ માતૃભુમિની રક્ષા કરનાર શહિદ વીર જવાનોને નામ સમગ્ર દેશ ઉજવે તે જ તેમને સાચી શ્રઘ્ધાંજલી છે. પ્રેમ દિવસે સ્વના પ્રેમ સાથે દેશ પ્રેમી અને માતૃભૂમિને પ્રેમ વંદન જ આજની સાચી શ્રઘ્ધાંજલી ગણાશે. 1પમી ઓગસ્ટ, ર6મી જાન્યુઆરી અને આજનો દિવસ આ ત્રણ દિવસ દરેક ભારતીય માટેના મહત્વના દિવસો છે.

જન ગણ મન અધિનાયક જય હે… ભારત ભાગ્ય વિધાતા… આ રાષ્ટ્રગાન  સાથે આપણા આજના દિવસે શહિદ થયા તેની યાદમાં ગાન કરીને દેશનો દરેક યુવાન  છોડો કલ કી બાતે, કલકી બાત પુરાની… નયે દૌર મે લિખેગે મિલકર નઇ કહાની… હમ હિંદુસ્તાની, આ યુવાવર્ગ માટે દેશ વિકાસમાં એક યુવા વર્ગ કેવી રીતે બદલાવ લાવીને બધા સાથે મળીને ભારતની એક નવી વાત, નવો વિકાસ લખે તે જ આજના દિવસનો સંકલ્પ હોય શકે છે.

કોઇપણ ભારતીય કયારેય ન ભૂલી ન શકે એવી પુલવામા આતંકી હુમલાની આજે ચોથી વરસી

આજના દિવસે દેશના વીર શહીદોને યાદ કરીને તેમના બદિલાનને સલામ કરી એ ત્રણ વર્ષ પહેલા આજના દિવસે જ ભારત માતાએ પોતાના વીર સપૂત ગુમાવ્યા હતા. 2019માં આજના દિવસે થયેલા હુમલામાં 40 જવાનોએ શહીદી વહોરી હતી. આજના દિવસે દેશના બધા નાગરીકો શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરે છે એ જ આજના ‘પ્રેમ દિવસ’ ની સાચા દેશ પ્રેમીની નિશાની છે.

“અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સકતે નહીં,સરકટા શકતે હે લેકીન સર ઝુકા શકતે નહી”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.